SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પ્રતિભાઓ કાકાની ઇચ્છા પ્રહલાદને અભ્યાસ કરાવવાની હતી, પરંતુ મુંબઈમાં નાટક જોતાં જ ભીતરમાં પડેલા કલાકારનું કિરણ ફૂટી ગયું. બબલદાસ પાસે તાલીમ શરૂ થઈ તે સમયે નૃત્યમાસ્તર તરીકે રંગભૂમિમાં તેમનું નામ હતું. તે ઉપરાન્ત તેઓ તબલચી તરીકે પણ જાણીતા, નૃત્ય, ગાયન અને સંવાદની તાલીમમાં પ્રહલાદ તૈયાર થવા માંડ્યો. એકધારી એક વર્ષની આરાધના-સાધના બાદ અગિયાર વર્ષના કિશોરમાં નાટ્યકારનાં કિરણો પૂર્ણપણે ફૂટી ગયાં, ‘આર્યસુબોધ ગુજરાતી નાટક મંડળીના તપ્તા પર ‘કુંવરી'નો પાઠ ભજવવાનો પ્રહલાદને સોંપાયો. તે માટેની પૂર્વ તાલીમ પણ પ્રાપ્ત કરી લીધી. આખરે એક રળિયામણી રાત્રે એ આરંભની પળ પાકી. મોટા અરીસા સામે રંગભૂષા (મેકપ) સજી અને અંતે એક નવા અવતરણ રૂપે અવતરવાનું હતું. કનૈયા કુંવર જેવા છોકરાનું અસલી અવતરણ પર ‘કુંવરી'નું આવરણ ધારણ કરીને નવા રૂપે રજૂ થવાનું હતું. આ ક્ષણ રોમાંચકારી તેમજ ક્ષુબ્ધતાની અને સાક્ષાત્કારની હતી, પ્રહલાદે એક પછી એક કપડાં ઉતાર્યા. ચડી દેહને ઢાંકી રહી હતી. તેણે આસપાસ નજર કરી તો પોતાના સાથીદાર મગન રૂપાળી છોકરીના રૂપમાં ઊભરી રહ્યો છે. અમથારામ અને રતિલાલને પણ એવાજ સ્ત્રી વેશમાં સ્થાપત્યની ભાવભંગી મૂર્તિઓ જેમ ઓપતા જોયા. પ્રહલાદે ‘કુંવરી'ની વેશભૂષાના પહેરવેશને ઉપાડ્યું એક આછી જારી કંપન પસાર થઈ ગયું. કુંવરમાંથી કુંવરી ! વેશભૂષી ક્ષણ પૂરતી હાથમાં તોળાઈ રહી અને બીજી ક્ષણે કોઈ સંકેત સંભળાયો આ શ્રધ્ધામંદિર છે. રંગદેવતાનો દરબાર છે તારા સ્વરૂપનું દર્શન છે અને આશ્ચર્યચકિત થતાં કુમળી કિશોર વયના પ્રહલાદે અરીસામાં જોયું. લાખેશ્વર મહાદેવનાં દર્શન દેખાયાં. બસ કુંવરીની વેશભૂષાને ધારણ કરી કિનખાબનો ચણિયો, સાચા અટલ કંચવો, સુવર્ણ તારે શોભતું પટોળું, ગળામાં હેમનો હાર, કાંડે કંકણ, બાવડે બાજુબંધ, કમર પર કટીમેખલા, પગમાં મોજડી, ઘઉંવર્ણા અને ધાટીલા દેહધારી કુંવરી રૂપે અરીસાએ પ્રતિબિંબ ઝીલ્યું. નાટક હતું ‘બલિરાજા'. પાત્ર હતું ઇન્દ્રદુહિતા “જયંતી’નું. પ્રહલાદના કંઠમાંથી ગીત સર્યું. ‘વશ કીધો તે વીર મારો, ગુણિયલ ને બહુ સારો' તેમને સફળ અભિનયે માસ્ટર પ્રહલાદજી તરીકે રંગભૂમિમાં પ્રસ્થાપિત કર્યા. ‘ચંદ્રહાસ' નાટકમાં ‘વિષયા’ અને ‘ભાવી પ્રબળ' નાટકમાં ‘ઉત્તરા’નાં પાત્રોએ એમને સિદ્ધિનાં સોપાને ચઢાવ્યા. પછી તો એક પછી એક નાટકમાં નાજુક-નમણી અભિયન કળાનાં કામણ પાથરતા રહ્યા. મનમોહક ચિત્તાકર્ષક, ચહેરો સ્પષ્ટ ઉચ્ચાર અને મધુર કંઠ તેમને કુદરતે બહ્યાં હતાં. - ઈ.સ.૧૯૧૮ના વર્ષમાં ‘ઇંગરૂષિ’ નાટક વડોદરામાં ભજવાયું ત્યારે વડોદરા ઉપરાંત અમદાવાદનાં નાટ્યરસિકોને પણ આકર્ષ્યા હતાં. સાંજની ચારની લોકલ ટ્રેઇનમાં ભરાઈ ભરાઈને રસિયાઓ વડોદરા આવતા. પરિણામે આ ટ્રેઇન ‘શૃંગી રૂપિ' સ્પેશ્યલ તરીકે ઓળખાવા લાગી હતી. પોતાની આગવી પ્રતિભાના પ્રકાશપુંજ પાથરનાર પ્રહલાદજીના અભિનયને ધ્યાનમાં રાખીને કપડવંજના દાઉદી વ્હોરા સામી શેઠે નાટક કંપની શરૂ કરી. આ કંપનીએ ઉર્દૂ નાટકોને પ્રાધાન્ય આપ્યું. “સરફરોશ' નાટકમાં ‘શટરીફા’ સામે આવતાં દૃશ્યમાં માસ્ટર પ્રહલાદજીએ અહીં પોતાની રંગમંચની રંગત રેલાવી ઉર્દૂ તણાને તરબોળ કરી સૌને તાજુબ કરી દીધા. વખતના વહેણ સાથે નાટ્યરચનાઓના સર્જનથી સરવાણી નિરંતર વહેતી રહી. રંગભૂમિ આર્યોની કલાનો અણમૂલો વારસો રહ્યો છે. તેમાં સંગીત અને સાહિત્યનો સંગમ સર્જાતો હોય છે. ‘આર્યાવર્તનું નાટ્યદર્શન ગુજરાતના ધ્વારકામાં નરેશ્વર નટવર શ્રીકૃષ્ણ રાસલીલામાં પ્રકટ કરેલું. આવા ભવ્ય વારસાનો પ્રવાહ વહેતો રહ્યો. રંગભૂમિ પર એક નવો યુગ ઉદય પામ્યો, દેશભક્તિથી ભરપૂર અને વીરરસ સભર ઐતિહાસિક નાટકો લખાતાં ને ભજવાતાં ગયાં, તેમાં મુખ્ય સ્ત્રી-પાત્ર તરીકેની ભૂમિકા ભજવીને મા. પ્રહલાદજીને એક અનોખી ઓળખ ઉપસાવી અટક્યા વગર ધારદાર સંવાદો બોલવાની ખૂબી સહજસાધ્ય હતી. આ યુવાન કલાકારે કલ્યાણી'ના પાત્ર દ્વારા જે અભિનય અને ચિત્તવેધક સંવાદો દ્વારા પ્રેક્ષકોના રોમાંચ ખડા કરીને તક્ષાને ધ્રુજાવેલો. તે અવિસ્મરણીય ઘટના બની રહી. | ‘રણગર્જના' નાટકમાં આ કલાકાર જે જુસ્સાથી બેતબાજીના બોલ બોલતા ત્યારે પ્રેક્ષકો પૂતળાની જેમ ખોડાઈ રહેતા. બીજા દિવસે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની વેપારી આલમના હોઠ પર શબ્દો સરતા રહેતા. કવિ – નાટ્યકાર શ્રી પરમાણંદ મણિશંકર ત્રાપજકરની કલમે લખાયેલ ‘રણગર્જના' મુંબઈમાં બાલીવાલા થિયેટરમાં રજૂઆત પામ્યું હતું. આઝાદી આંદોલનમાં બળ પૂરી રહેલું આ નાટક જોવા પૂ. ગાંધીજીએ કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈને મોકલ્યાં હતાં. નાટકના અંતે પ્રભાવિત થઈને કવિને પૂ. બાએ આશીર્વાદ આપ્યા હતા. ‘રણગર્જના'માં “ચૈતન્યબાળા'ની ભૂમિકા મા. પ્રહલાદજીની એટલી તો ભાવભરપૂર હતી કે જોનારા પર ચિરંતન છાપ પાડતી હતી. રંગભૂમિના બદનસીબે માત્ર બત્રીસ વર્ષની વયે મુંબઈ ગાર્ડનલેનમાં આવેલ ડો.ભોજેકરની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અગિયાર ડિસેમ્બર ઓગણીસસો ચોત્રીસના રોજ રાત્રે અંતિમ શ્વાસ લીધા તે સાથે ભાવ - ભાષા - અભિનય - ગીત - સંગીતનાં ઓજસ ઓસરી ગયાં. વધુ વિગત : મા. પ્રહલાદજીનો જીવનકાળ ૧૯૦૨થી ૧૯૩૪નો, આ સમયે મુંબઈ રંગભૂમિમાં રસ-તરબોળ હતું. પીલાહાઉસના એક જ વિસ્તારમાં ૧૫ થિએટર હતાં. તમામમાં નાટક ભજવાતાં હતાં. તણખો: જયોતિષ એ આર્યાવર્તનો જ્ઞાનવારસો છે. જ્ઞાન-ગણિત છે. કોઈ વિદ્યાર્થીને દાખલો પુછાય ને તે ખોટો પડે તેથી ગણિત ખોટુ છે એમ પુરવાર ન થાય. દાખલો ગણનારને ગણિતનું જ્ઞાન નથી એવું પુરવાર થાય એમ જયોતિષ માટે માની શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy