________________
સ્વપ્ન શિલ્પીઓ
વ્યક્તિત્વને કોઈ સ્વીકારે, તેમ સૌ ઇચ્છે ત્યારે મારે સૌને જેવાં છે તેવાં સ્વીકારવાં. વિનંતી-સૂચન જરૂર કરવાં, પણ તમે આમ જ વર્તો તેવો દુરાગ્રહ નહીં. ઊલટું, મને ન ગમતા કે અયોગ્ય માર્ગે કોઈ જતું હોય તો પણ હું સૂચન–વિનંતી કરી ધ્યાન દોરું, છતાંય એમને તે કામ જ કરવું હોય હું તેમને શુભેચ્છા આપું....કેમકે એમને માટે જાત-અનુભવ જરૂરી હોય છે.
૭૯૩
આ બધી મનની સમજ કેળવાતી જાય, તેવી જ તંદુરસ્તીની કે શરીરની પણ! મારે મન પ્રાણાયમ કે યોગાસનો અકુદરતી છે, કેમ કે માનવ વાનરમાંથી ઊતરી આવેલ ગરમ લોહીનું સસ્તન પ્રાણી છે, એ ત્રણ મિનિટે એક દીર્ધ શ્વાસ લેતા ઠંડા લોહીવાળા કાચબાનો વાદ લે તો તે કુદરતી નથી. કૂદાકૂદદોડાદોડી કરતા વાનરની જેમ લોંગ જમ્પ સાથે દોડવા-ચાલવાની કસરતથી ફેફસાં ધમણની જેમ હાંફે ત્યારે તેમાં લોહીશુદ્ધિની સાથે જે પ્રાણાયમ આપમેળે ચાલુ થાય તે કુદરતી! આહારવિહારના આયુર્વેદનેચરોપથીના નિયમો પણ હું જાતે પ્રયોગો કરીને ચકાસું છું અને મારા માટે મને જે યોગ્ય લાગે તે મક્કમ મનોબળ સાથે સ્વીકારું છું. શરીર-મનનું સત્ય એટલું જ છે કે સ્વસ્થ રહેવા માણસે ધીમી ગતિએ પ્રવાહિત રહેવું જોઈએ. જેટલું લો, તેટલું બહાર નીકળવું જોઈએ-ધન, પ્રવાહી, વાયુ કે પછી શક્તિ-ઊર્જાના રૂપમાં! જ્યારે આંતરિક ગતિ થાય ત્યારે યોગ સધાય; બહારની ગતિ થાય ત્યારે તંત્ર! સ્વસ્થતા માટે આ બંને–યોગ અને તંત્રનું બેલેન્સ સધાવું જોઈએ. શરીર કે મનના કોઈ પણ કારણસર જ્યારે આ બેલેન્સ તૂટે ત્યારે માણસની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં તેને રોગ થાય.
આ જે કંઈ અહીં લખાયું છે-લખાય છે કે ભવિષ્યમાં વિગતે લખાશે તે છે મારું સ્વપ્ન, જેનો શિલ્પી હું અને મારા જીવનમાં આવતા ઈશ્વરપ્રેરિત સંજોગો! બસ, એ જ મારી જ્ઞાનપ્રવૃત્તિ-મારી મહાસિદ્ધિ! મહાસિદ્ધિ એટલે આધ્યાત્મિક અને ભૌતિક એ બંને સિદ્ધિઓનો સમન્વય......આ સંસાર અસાર નથી માટે તે બંને જરૂરી હોવાથી બંનેનું બેલેન્સ.....સમતોલન સાધવાના જે કોઈ પ્રયોગો મારા જીવનમાં થાય તેમાંના તત્ત્વને હું મારા લખાણો દ્વારા વહેતું રાખું તો ઈશ્વર મને જે કંઈ આપે છે તે ઈશ્વરના જ બીજાં રૂપ એવા સમાજ સુધી પહોંચતું રહે એથી પણ બેલેન્સ જળવાય. ગંગા સમાન શક્તિ ઈશ્વર પાસેથી મારા મનમાં આવે અને મનમાંથી સમાજમાં પ્રવાહિત થતી રહે અને ઈશ્વરદત્ત શક્તિનું કોઈ નામ કે મારું-તારું હોતા નથી; અરે, કોપી-રાઇટ્સ પણ હોતાં નથી એ ન્યાયે જે મારું તે તમારું, જો એને ‘મન' દઈ સ્વીકારી શકો તો! પણ કશુંક મેળવવા મનનું સમર્પણ તો કરવું જ રહ્યું!
તમે આવું મહાન સમર્પણ કરવા તૈયાર છો? તો, આ શિલ્પ માત્ર મારું નહીં રહે, તમારું પણ બનશે !..... વિજયકૃષ્ણ અર્ણોરા.....,
તા. ૧૮-૧-૧૦
‘મહાસિદ્ધિ’ સંસ્થાન, આરોગ્યનગર, હિંમતનગર-૩૮૩૦૦૧, ફોન : ૦૨૭૭૨-૨૪૪૦૦૨, મો : ૯૯૯૮૨૬ ૭૩૮૯, ૯૪૨૭૪ ૫૬૨૫૨, શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય અકાદમી ઍવોર્ડવિનર, તંત્રી-પ્રકાશક : મહાસિદ્ધિ પોઝિટિવ ન્યૂઝ' પાક્ષિક પેપર, ‘એક અંગત પત્ર તમને!' માસિક પેપર, લાઇફ-ફિલોસોફર, મંત્રી-મેનેજિંગ ટ્રસ્ટી, મહાસિદ્ધિ’ વિશ્વધર્મ-વિજ્ઞાન લાઈબ્રેરી, આરોગ્યનગર, એસ.ટી. સ્ટેન્ડ પાસે, હિંમતનગર (જિ. સાબરકાંઠા). ( ગુજરાત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org