________________
સખ્ત શિલ્પીઓ
વિવિધક્કોચના સમદર્શી સમાજસેવકો
–સૌરભભાઈ જે. કામદાર
સંદર્ભ સાહિત્ય કે સંદર્ભ માહિતી એ દરિયા જેવું વિશાળ ક્ષેત્ર છે. વ્યક્તિપરિચયોમાં જેટલાનો વ્યક્તિગત સંપર્ક સાધી શકાયો કે રૂબરૂ મુલાકાતો પછી આપણા ઘરઆંગણાના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર શ્રેષ્ઠીઓની જે કાંઈ આછી પાતળી માહિતી અમારા સહકાર્યકર શ્રી સૌરભભાઈ કામદાર દ્વારા છેક છેલ્લી ઘડીએ મેળવી શક્યા છીએ તે અત્રે પરિચયરૂપે રજૂ કરીએ છીએ.
દાનધર્મને ક્ષેત્રે, મંદિરો કે ઉપાશ્રયોનાં નિર્માણકાર્યોમાં, શિક્ષણ સાહિત્ય કે ઔદ્યોગિક ક્ષેત્રે જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા સમાજસેવી કર્મવીરોની ટૂંકી નોંધ ભાવી પેઢીને પ્રેરણાદાયી બની રહેશે એવી શ્રદ્ધાથી પ્રસ્તુત છે..
આ લેખમાળા રજૂ કરનાર શ્રી સૌરભભાઈ કિશોરાવસ્થામાં જ કૉલેજકાળમાં ચૂંટણી લડી સૌથી વધુ મતોથી વિજયી બનેલ. સૌરભભાઈએ ૧૯૯૫ માં મેમનગર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવી વિવિધ કમિટિઓમાં અધ્યક્ષ પદે રહી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન તરીકે પણ સેવા આપી અને નગરવિકાસના કાર્યોમાં પોતાની સૂઝ અને શક્તિનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ અનેક હોદ્દાઓની જવાબદારીઓ નિભાવી. આજે પણ મેમનગર વિસ્તારના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.
૧૯૯૨માં મેમનગર વિસ્તારના સ્થાનકવાસી જૈન સમાજના શ્રાવકોએ શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે પિતાશ્રી જયકાન્તભાઈ કામદારની વરણી કરી ત્યારે તેઓના કાર્યમાં મદદરૂપ થવા અને સંઘના ઝડપી વિકાસ તેમજ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ સેવાનો લાભ લેવા સંઘમાં સહમંત્રી તરીકે જવાબદારી સંભાળી. સંઘના શરૂઆતના પ્રથમ પાંચ વર્ષ સુધી વ્યવસાયિક અને સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત બની સંઘને સમર્પિત થઈ સંઘના તમામ કામના સંચાલનની જવાબદારીઓ નિભાવી સંઘને ઉત્કર્ષના માર્ગે દોર્યો.
તેમના આ કાર્યને વેગ આપી સફળ બનાવવા તેમના માતૃશ્રી શારદાબેન તથા લીંબડી અજરામર સંપ્રદાયના ગુણી પૂ. રૂક્ષ્મણીબાઈ મ.સ. તેમજ ગુરુદેવ પૂ. ભાવચંદ્રજી મ.સા. અને પૂ. ભાસ્કરજી મ.સા. આદિ સંતોની પ્રેરણા અને આશીર્વાદને આભારી છે.
૧૯૫૪ થી ગ્રાહકોની જરૂરિયાત મુજબ દેશ-વિદેશના દરેક પ્રકારના મેગેઝીનોના લવાજમ સ્વીકારતી પ્રતિષ્ઠિત “સૌરભ પુસ્તક ભંડાર'' સંસ્થાને તેમના સ્વતંત્ર સંચાલનમાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામનો વ્યાપ વધારી એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ વિકસાવી “સૌરભ પુસ્તક ભંડાર ઇન્ટરનેશનલ' તરીકે આજે પણ તેઓ હજારો ગ્રાહકોપ્રકાશકો વચ્ચે સેતુ સમાન અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે.
તેઓ હાલ (૧) અજરામર વયવાઊચ્ચ સમિતિના ટ્રસ્ટી, (૨) સ્થા. જૈન યંગ કપલ્સ મંડળ-ઘાટલોડિયાના વાઈસ પ્રેસીડેન્ટ, (૩) સ્થાપત્ય એપાર્ટમેન્ટ એડવાઈઝરી બોર્ડના મેમ્બર, (૪) ભારતીય જનતા પાર્ટી–મેમનગરના વાઈસ પ્રેસીડેન્ટ, (૫) જૈન લોટસ ગ્રુપના મેમ્બર, (૬) જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીટો)ના મેમ્બર, (૭) નવરંગપુરા
સ્થા. જૈન સંઘ શિબિરના કો. ઓર્ડીનેટર તરીકે જોડાયેલા છે તેમજ અમદાવાદ જિલ્લા પુસ્તકાલય એડવાઈઝરી બોર્ડના મેમ્બર, મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, મેમનગર સ્થા. જૈન સંઘના જોઈન્ટ સેક્રેટરી, સોલા રોડ, ( સ્થા. જૈન સંઘની કારોબારીના સભ્ય, સ્થાપત્ય એપાર્ટમેન્ટના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. – સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org