________________
સ્વપ્ન શિલ્પીઓ
9૬૭
૧૯૯૭, માગસર સુદિ-૬, ગુરુવાર, તા. ૫-૧૨-૧૯૪૦ના શુભ દિવસે સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી ભૂજ મુકામે દીક્ષા અંગીકાર કરી. મહારાવ શ્રી ખેંગારજીના સમયમાં આ દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. તે પ્રસંગે ૧૧ દિવસ શોભાયાત્રા નીકળી હતી.
મહારાણી ગંગાબા પ્રભાવિત થયા : એક દિવસ આ શોભાયાત્રા દરબારગઢ પાસેથી પસાર થઈ, ત્યારે મહેલની અટારીએથી મહારાણી શ્રી ગંગાબાએ અદ્ભુત સ્વરૂપવાન એવા રંભાબહેનને જોઈને પૂછ્યું “આ શું છે? શાનો વરઘોડો
છે?”
ત્યારે જાણવા મળ્યું કે રંભાબહેન જૈન દીક્ષા અંગીકાર કરવાના છે તેમની આ વરણાગી છે. તે વખતે ગંગાબા કહે, દીકરીને ઉપર બોલાવો. તરત જ રંભાબહેન ઉપર ગયા. પરી જેવી દીકરીને જોતાં જ મહારાણી સાહેબા બોલ્યા, દીકરી! આવી યુવાનીમાં દીક્ષાની વાત કેમ કરે છે? શું તાજું કોઈ નથી? હું તને સંભાળીને રાખીશ. રાજમહેલમાં સુખપૂર્વક રહેજે ત્યારે રંભાબહેને પોતાની જ્ઞાનદૃષ્ટિથી જવાબ આપ્યો, “બા! મારી સંભાળ લેનારા ઘણા છે, પરિવાર મોટો છે પણ સંસારની અસારતા જાણી પરમપદની પ્રાપ્તિના માટે હું ત્યાગ માર્ગે જઈ રહી છું, મને આશીર્વાદ આપો.'
આવી અભુત ત્યાગ ભાવનાથી મહારાણી ખૂબ જ પ્રભાવિત થયાં. તેમણે કહ્યું “આની વરણાગી દરરોજ મહેલ પાસેથી લઈ જજો. અમે તેના મુખવિંદને જોઈ આશીર્વાદ આપશું તથા વરણાગીમાં રાજ રિયાસત આપશું. છેલ્લા દિવસે હાથીની અંબાડી ઉપર આ શોભાયાત્રા નીકળી હતી. આવી રીતે ભૂજના આંગણે આ પ્રસંગ માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ સમગ્ર નગર માટે આ દીક્ષા ઐતિહાસિક હતી. “મારંપવવી વરેqમત્તો” ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્તદશામાં વિચરવું જોઈએ.
પૂ. મહાસતીજી પ્રથમથી જ અપ્રમાદી હતાં. પોતાની દીક્ષાની શોભાયાત્રા સમયે કંઠસ્થ કરેલા થોકડા આદિ મનમાં ફેરવી લેતા. તેમની એકાગ્રતા એટલી હતી કે ગમે તેવો ઘોંઘાટ હોય તો પણ ભૂલ ન પડે. ‘સમાં ગોયને! મા પમાયU/’ આ શાસ્ત્ર વાક્યને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યુ હતું. | ‘વિષે હવેઝ મથામóવો હિમણનો” આત્માનું હિત ઇચ્છનારે પોતાની જાતને વિનયમાં સ્થાપિત કરવી જોઈએ, અર્થાત્ વિનયી થવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનના ભાવોને એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. ગુરુણી સમર્પિત થઈને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ આત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ કરવા લાગ્યા. આગમના અર્કરૂપ થોકડા તથા જૈન શાસ્ત્રોના મૂળપાઠ તથા અર્થ કંઠસ્થ કરીને ખૂબ સારું જ્ઞાન સંપાદન કર્યું. સૌમ્ય પ્રકૃતિ, સંયમની શુદ્ધિ તથા શાસ્ત્ર પદ્ધતિએ વ્યાખ્યાન આપવાની કળાથી શાસનની ખૂબ જ પ્રભાવના કરતા. તેઓ બૃહદ્ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં સારો પ્રસાર કરતા હતા. સ્વભાવે એટલા બધા સરળ હતા કે અમદાવાદના ભાવિકો તેમને “ભગવાન” કહીને સંબોધતા હતા.
“હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે.” વિક્રમ સંવત ૨૦૪૨, ફાગણ વદમાં પૂ. મહાસતીજીને ગળામાં થાઈરોડની ગાંઠ નીકળી. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન પછી ગાંઠની બાયોપ્સી રાજકોટમાં કરાવતાં તે કેન્સર ગાંઠ' હોવાનું તારણ નીકળ્યું. બોલવાનું તદ્દન બંધ થઈ ગયું. ડૉક્ટરે કહ્યું, સ્વરપેટીને નુકશાન થયું હોવાથી હવે બોલવાના ચાન્સ બહુ ઓછા છે. પરંતુ પૂ. મહાસતીજીને નવકાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી. ઓપરેશન બાદ તરત જ સાડા ત્રણ કરોડ નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” પદની આરાધના શરૂ કરી. દરરોજ અરિહંત પદની ૫૦ માળા ગણતા. આ રીતે દરરોજ ૫000 થી વધારે જાપ થવા લાગ્યા. દોઢ મહિના સુધી આ જાપ અવિરતપણે ચાલુ રહ્યા. વાચા બિલકુલ બંધ થઈ ગઈ હતી. તે નવકાર મહામંત્રના પ્રભાવે ચમત્કાર સર્જાયો. પૂ. મહાસતીજીને કેન્સર મટી ગયું તથા રાજકોટ મુકામે કરવામાં આવેલી સ્પીચ થેરાપીની સારવાર સફળ નીવડી અને સ્વરપેટી કામ કરતી થઈ. નવકાર મહામંત્રની આવી શ્રદ્ધાથી સૌને પ્રભાવિત કરી દીધા.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org