________________
૩૬૬
સ્વપ્ન શિલ્પીઓ
પૂ. કંકુબાઈ મ. ના કાળધર્મ આદિની વિગત ઉપલબ્ધ નથી. તેમના પરિવારમાં અજરામર સંપ્રદાયના મોટા ચંદનબાઈ મ. આદિ ઠાણાઓ તથા ગોપાલ સંપ્રદાયના સર્વે મહાસતીજીઓ છે.
. શ્રી કંકુબાઈ મ.ના ગુરુણી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ.ના ગુરણી ધીરજબાઈ આર્યાજી હતા. ધીરજબાઈ મ.ના ગુરુણી સમજુબાઈ મ. હતા. સમજુબાઈ મ.ના ગુરુણી ચંદનબાઈ મ. હતા. ચંદનબાઈ મ. ના ગુણી કાશીબાઈ મ. હતા તથા કાશીબાઈ મ.ના ગુરણી પ્રવર્તિની મ. શ્રી સુજાણબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ.ના ગુણી ધીરજબાઈ મ. સુધી પ્રવર્તિનીપદ અપાતું હતું પછી એ પ્રથા બંધ કરવામાં આવેલ.
પ્રવચન પ્રભાવિકા ૦ 'બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી
કચ્છના પાટનગર ભૂજ શહેરમાં બા.બ્ર. સૌમ્યમૂર્તિ રૂક્ષ્મણિબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૭૯ની સાલે શ્રી વિશા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિના નગરીયા કુટુંબમાં પ્રતિષ્ઠિત પરિવાર મહેતા નાથાભાઈ મોણશીના સુપુત્ર સુશ્રાવક વર્ધમાનભાઈના ઘેર, સંસ્કારમૂર્તિ માતા સંતોકબાઈની કુક્ષિએ થયો હતો. પૂ. મહાસતીજીનું પૂર્વાશ્રમીય નામ રંભાબહેન હતું. “યથા નામ તથા TI: પ્રમાણે રંભાબહેનને સુંદરતા માતાના વારસારૂપે તથા બુદ્ધિપ્રતિભા પિતાના વારસારૂપે મળ્યા હતા. મહાસતીજીના જન્મ પહેલાં જ તેમના પિતાશ્રી વર્ધમાનભાઈનું અવસાન થયેલ. પ્રથમ કે અંતિમ આ એક સુપુત્રીના જન્મથી પરિવારમાં ખુશી વ્યાપી ગઈ.
આ સુપુત્રી એટલી પુણ્યશાળી, નિર્દોષ, નિખાલસ ને બુદ્ધિશાળી હતી કે જેણે પોતાના સગુણોથી આખા પરિવારનું દિલ જીતી લીધું હતું. દાદા-દાદી, કાકા-કાકીએ અતિ લાડકોડથી તેમનો ઉછેર કર્યો. માતાના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી.
ગુરુણી મળ્યા છે જ્ઞાનવાળા રે, હૃદયના તાળાં ઉઘડ્યા રે જી...
પૂ. મહાસતીજીનું કુટુંબ ધાર્મિક હોવાથી તેઓશ્રી બાલપણથી જ સ્થાનકે જતા. સભાગ્યે વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ આર્યાજી તથા શ્રતશીલા માણેકબાઈ આર્યાજી આદિ ઠાણા ભૂજ ચાતુર્માસ પધાર્યા. મહાસતીજીના સત્સંગથી ત્યાગ અને વૈરાગ્યના બીજ વવાયા. ચાતુર્માસ પધાર્યા. ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર ભૂજથી માનકૂવા કર્યો ત્યારે રંભાબહેન તેમને મૂકવા ગયેલા. ત્યાં દીક્ષાના ભાવ જાગૃત થયા. ઘેર આવી રંભાબહેને માતાને તથા કુટુંબીજનોને વાત કરી. સર્વેને સમજાવી દીક્ષાની આજ્ઞા મેળવી લીધી.
પૂ. મહાસતીજીના કાકા પોપટભાઈએ રંભાબહેનની જન્મોત્રી રાજકોટના શ્રી મોહનલાલ ધામીના પિતા શ્રી ચુનીલાલભાઈ ધામી કે જે મોટા જ્યોતિષી હતા તેમને બતાવી તથા ભૂજમાં પણ રાજ્યોતિષીને બતાવી. બધાએ એક જ વાત કરી કે રંભાબહેનના ભાગ્યમાં પ્રવ્રજ્યાનો પાકો યોગ છે તથા આ સુપુત્રી શાસનને દીપાવશે. આમ દીર્ઘ-દષ્ટિ વાપરી પૂ. વેલ-માણિજ્ય ગુરુણી સાથે અભ્યાસ કરવાની રજા આપી..
પાટનગરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ૧૬ વર્ષની મુગ્ધાવસ્થામાં જ્યારે રંભાબહેન ગુરણી સાથે આવ્યા ત્યારે એમના દીક્ષાદાતા આગમ વિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કહેતા કે મહાસતીજી ભૂજમાંથી “મેડમ” જેવી ચેલી લાવ્યા છે. પૂ. મહાસતીજી જ્યારે વાગડમાં પધાર્યા ત્યારે ગામે ગામના શ્રાવકો રંભાબહેનને જમાડવાની પડાપડી કરવા લાગ્યા. લોકો તેમને દીકરીની જેમ માનતા.
બે વર્ષ સુધી ગુરણી સાથે જ્ઞાનાભ્યાસ કરી એકદમ તૈયાર થઈ ગયા ત્યારે ૧૮ વર્ષની ભર યુવાન વયે વિ.સં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org