________________
૭૬૪
સ્વપ્ન શિલ્પીઓ
અભિગમને ખુબજ ઉદારતા પૂર્વક અપનાવી, સહજતાથી સ્વીકારી ધન્યતા અનુભવે. તેમના પ્રવચનમાં આધુનિક સામાજિક વિચારશૈલીના દર્શન થાય. ધર્મ અને સાયન્સનો સમન્વય કરી કરન્ટ પ્રવાહ સાથે બરાબર તાલમેલ જાળવે. ઐતિહાસિક સત્ય ઘટનાઓ તથા અનેક વિધ વિષયોની માહિતિ મળે આ બધી તેમના વ્યાખ્યાનની ખાસ વિશેષતાઓ છે. તેમના પરિચય માં આવનાર વ્યકિતને તેમના સ્વભાવની મધુરતાનો એવો અનુભવ થાય કે તે જીવનમાં કયારેય ભુલી ન શકે. પ્રવચન પ્રભાવના દ્વારા સમાજમાં સવિચાર તથા વિચારના બીજ રોપવાનું ભગીરથ કાર્ય તેઓશ્રી કરી રહયા છે.
ગુરુ નારાયણ રૂપ હૈ, ગુરુ જ્ઞાનકો ઘાટ;
સગુરુ વચન પ્રતાપ સે મિટે મન કો ઉચાટ. ભારતીય સંસ્કૃતિમાં સંતોને વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે. આવા સંતોએ ભારતીય સંસ્કૃતિની શાન વધારી છે. સંતો થકી જ સંસ્કૃતિની મશાલ કાયમ જલતી રહેશે. સંતોના આવા યોગદાન માટે ગૃહસ્થો ગૌરવ અનુભવે તે પણ એટલું જ સ્વભાવિક છે. માટે જ કહેવાય છે ને કે ન હોય સંત સંસારમાં તો જલી જાય બ્રહ્માંડ.
ગુરદેવની વિચારશૈલી અત્યંત પોઝીટીવ છે. તેઓ શ્રી કહે કે નકારાત્મક વિચારો ભયનો શ્વાસ અને શંકાનો ઉછવાસ લેતા હોય છે. જયારે સકારાત્મક વિચારો મહેનતનો શ્વાસ અને ધૈર્યનો ઉછવાસ લેતા હોય છે. ગુરુદેવનું સન્મુખી પ્રકાશમય જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયક છે. હતાશ કે નિરાશ થયેલા કોઇ પણ તેમની પાસે આવે તો સારું એવું કાઉન્સેલિંગ પણ કરે છે. ગમે તેવા પ્રસંગોમાં હંમેશા અડીખમ રહે છે. તેમના ચહેરા પરની સ્થિર રેખાઓ દઢ અચલ નિર્ધાર દર્શાવે છે. અને તેમનો દઢ સંકલ્પ ગમે તેવા સંજોગોને પલટાવવાની અજબ જાદુગરી ધરાવે છે. આત્મ વિશ્વાસની અનંત ધારા જેવા તેમના દરેક
દાય માટે સીમાચિન્હ રૂપ હોય છે.પરિસ્થિતિ ના કારણે જીવનધારા ગમે તેટલી બદલાય પરંતુ ગુરદેવ કિનારા જેમ કાયમ સ્થિર અને અચલ જ રહયા છે. સમાજ અને સંપ્રદાયના ઉત્કર્ષ માટે તેઓ કાયમ પ્રયત્નશીલ અને ચિંતનશીલ રહે છે.
સતત પરિશ્રમથી કસાયેલો ચહેરો, જીવન રસથી ઘુંટાયેલો ચહેરો, અન્યને શાતા અને સમાધિ પામવામાં નિમિતરૂપ બને છે. તેમના સાથે ઘણાના જીવનના અનુસંધાન જોડાયેલા છે તે સૌ ધન્યભાગી બન્યા છે.
કવિતામાં પ્રાણ પૂરે છે કવિની સર્જકતા, કલ્પના અને દર્શન, આજ રીતે ગુરુમાં જે વિશિષ્ટ બાબત છે, તેની ઉપાસના કરીએ તો જ ગુરુના યથાર્થ સ્વરૂપના દર્શન થાય. સીમાબદ્ધ શિષ્યને ગુરુ અસીમના અનંત સૌંદર્યનું દર્શન કરાવે છે. ગુરુ આધ્યાત્મના અનંત આકાશનું અનુપમ દર્શન કરાવે છે. ગુરુનો સંગ ચંદન સમાન હોય છે. સંગ છુટે તો પણ તેમના વિચારોની સુવાસ જિંદગી ભર સાથે રહે છે. ગુરુવર્ય નું પરોપકારી પ્રેરણાદાયી જીવન સૌના માટે કલ્યાણકારી બને એવી મંગલ કામના સાથે ગરદેવને વિનયભાવે પ્રણામ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org