________________
સ્વપ્ન શિલ્પીઓ
જીવન સ્વર્ગને તો વિશુદ્ધ કરે જ છે સાથોસાથ બીજા માટે સમ્યક્ જીવનનું વિધાયક બને છે. ગુરુદેવ હંમેશા કહે કે......દુન્યવી વ્યવહારો પાછળ તમારા ટાઇમ અને શક્તિને બરબાદ ન કો, પરંતુ તમારી જાત માટે પણ કંઇક કરો.
ઉત્કૃષ્ટ સાધનામય તેમનું જીવન છે. છેલ્લા ઘણા વરસથી ૨૪ કલાકમાં ૨૧ કલાક મૌન રાખે છે. બહોળો ભક્ત સમુદાય હોવા છતાં એકદમ નિર્લેપ છે. લગભગ ૩૦ વરસથી માત્ર એક ટાઇમ ભોજન કરે છે. વરસમાં બે વખત સંપૂર્ણ દુન્યવી વ્યવહારનો ત્યાગ કરી એક મહીના સુધી ધ્યાન સાધના કરે છે, જૈનધર્મના નિયમોના ચુસ્ત પાલન સાથે સાધના કરતા સંતવિભૂતી ખરેખર ગુજરાતનું ગૌરવ છે.
૩૬૧
૪૮ વરસ પહેલા દીક્ષા ગ્રહણ કરનાર સંતનો સ્કૂલનો અભ્યાસ તો માત્ર પાંચ ચોપડી જ છે. છતાં પણ સંસ્કૃત પાકૃતના પ્રકાંડ વિદ્વાન છે. પ્રવચન પ્રભાવક છે. વચન લબ્ધિ પણ તેમને વરેલી છે. વિદ્વાન છતાં નિખાલસતા અને નમ્રતા તેમને વરેલી છે.
ગુજરાતના સ્થાનકવાસી જૈન સમાજની સૌથી મોટો સંપ્રદાય શ્રી લીંબડી અજરામર સંપ્રદાય, તેના ૨૬૦ જેટલા સાધુ સાધ્વીજીના આજ્ઞાપ્રદાતા આરાધ્ય ગુરુદેવ છે. લાખો ભક્તોનો તેમનો અનુયાયી વર્ગ છે. જૈન જૈનેતર લોકો તેમના ચરણોમાં ભક્તિભાવ પૂર્વક વંદન નમસ્કાર કરે છે.
વિલક્ષણ વ્યક્તિત્વના ધારક મુનિરાજે....કચ્છ કાઠિયાવાડ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક આદિ પ્રાંતોમાં પદવિહાર કરી, લોકોને સત્સંગનો લાભ આપી, અનેકોને જીવન પરિવર્તન કરાવી જીવન જીવવાની અદ્ભુત કલા શીખવેલ છે.
કે
તપ જપ લબ્ધિવંત, જ્ઞાન દર્શન ચારિત્રવંત સૌના તારણહાર એવા ગુરુદેવ એક જ વાત કહે કે તર્કની તલવાર છોડી દે....ખોખલો આધાર છોડી દે! સહેજ શ્રદ્ધા રોપ બસ મનમાં....શું થશે તેનો ભાર છોડી દે!! આવા લાગણીભીના ઉપદેશ આપી સૌને હળવાફૂલ બનાવી છે.
અજબ સહનશક્તિના ધારક ગુરુદેવ નિમિતને નિર્દોષ માની ક્યારેય કોઇ ઉપર રાગ કે દ્વેષ ધરતા નથી ભયંકર એક્સિડન્ટ થયો, મરણાંત કષ્ટ આવ્યું, એક વરસમાં નાનામોટા ૧૩ ઓપરેશન થયા છતાં એક્સિડન્ટ કરનારના કલ્યાણ માટે પ્રભુને પ્રાર્થના કરી. આવી કલ્યાણ કામના મહાપુરુષ વિના બીજું કોણ કરી શકે?
ગુરુદેવ વિષે લખવા બેસીએ તો આખો એક નવો ગ્રંથ જ તૈયાર થાય, અહીં તો માત્ર અલ્પ પરિચય આપેલ છે. ખરેખર તો તેમનું જીવન જ સ્વયં બોલે છે. તેમના વિષે કોઇ પુરાવા કે પ્રશસ્તિની જરૂર જ નથી. રૂબરુ દર્શન કરવા માત્રથી શાંતિ અને શાતાની અનુભૂતિ થાય
છે.
કોટિ કોટિ પ્રણામ તે સંત વિભૂતિના ચરણોમાં, તેમના પાવન પગલે ચાલીને તેમના લઘુ બંધુ શ્રી ચિંતનચંદ્રજી સ્વામી તથા બહેન શ્રી અખીલા કુમારી મહાસતીજીએ પણ જૈન ભાગવતી દીક્ષા અંગિકાર કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org