SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ કરી ત્યારે પૂજ્યશ્રીએ પોતાની વિદ્યા પાછી ખેંચી લીધી અને સૌ દેખતા થઈ ગયા. પછી તો બધા પૂજ્યશ્રીને રણની કાંધી સુધી મૂકવા આવ્યા અને વારંવાર પગમાં પડી ક્ષમા યાચી. અંતે પૂજ્યશ્રીનો ઉપકાર માની વિદાય થયા. પૂજ્યશ્રી પણ કચ્છનું રણ ઊતરીને સામે ગામ શાંતિપૂર્વક પધાર્યા. આ પ્રસંગ બન્યા પછી મીયાણાઓ ઉપર એવી છાપ પડી ગઈ કે જૈન સાધુને સંતાપવાથી પરિણામ બધુ ખરાબ આવે છે ત્યારથી મીયાણાઓ જૈન સાધુનું ક્યારેય નામ લેતા નથી. પ્રસંગ-૪ : રાજા-મહારાજા ઉપર પ્રભાવ સંવત ૧૮૫૦ની સાલમાં પૂજ્યશ્રી જયપુર પધાર્યા. તે વખતે લાહોરના લાલ વજરાજજી ૧૭૦૦ ગામનાં ઠાકોર સાહેબ હતા. ૮૧ હાથી જેને ત્યાં ઝૂલી રહ્યા છે એવા લાલજીને ખબર મળ્યા કે પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી જયપુર પધાર્યા છે તેથી વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીએ જણાવ્યું કે લીંબડી સંઘની મંજૂરી હોય તો ત્યાં અવાય કારણ કે લીંબડી સંઘે પૂજ્યશ્રીને લીંબડી બાજુ તેડાવેલા. લાલાજીએ કહ્યું કે “આવતી સાલે તે બાજુ પધારશો, આ વર્ષે નહીં, કેમકે અત્યારે આપ ત્યાં પધારો તો પાછા આ બાજુ ન જ પધારો. લીંબડી સંઘને સમજાવવાનું મારું કામ.’’ તેમણે ઈનામ જાહેર કર્યું કે જે વ્યક્તિ લીંબડીના સંઘપતિને સમજાવી લાહોર પધારવાની વિનંતી કરીને પૂજ્યશ્રીને લઈ આવે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ઈનામની લાલચે ઘણા માણસો તૈયાર થયા પણ અંતે રામદાસ રાઠોડને લીંબડી મોકલવા માટે પસંદ કર્યો. લાલ વચ્છરાજનો વિનંતી પત્ર લઈ રામદાસ રાઠોડ લીંબડી આવ્યા, લાલજીનો વિનંતી પત્ર રજૂ કર્યો પરંતુ લીંબડી સંઘે તેનો અસ્વીકાર કર્યો કારણ કે પૂ. શ્રી અજરામરજી સ્વામીની લીંબડીમાં જરૂર હતી. રામદાસ રાઠોડ ખૂબ જ કરગર્યા, એક વર્ષની રજા આપો, વધારે નહીં. ત્યારે લીંબડીના શેઠે કહ્યું, “તમે બધા રંગીલા લાલા, તમારા હાથમાં કદર થાય એવી બીજે ક્યાંય ન થાય પરંતુ પૂજ્યશ્રી ત્યાં વિચરે તો અમે અમારા સંપ્રદાયની મૂડીથી વંચિત રહી જઈએ.’’ રામદાસ રાઠોડ કહે છે, “શેઠજી! ખોટું લખી આપો, જેથી મને લાખ રૂપિયા મળે.” પરંતુ ઇન્કાર કર્યો કે “મારાથી ખોટું લખાય જ નહીં.” ત્યારે રાઠોડ કહે છે. “મારું શું?” સંઘે Jain Education International ૭૪૫ ત્યારે તેમને ૧૨૫૦૦ રૂપિયા આપીને વિદાય કર્યા. રામદાસ રાઠોડ લીંબડી સંઘની અને શેઠની આવી ઉદારતા જોઈને ખુશ થઈ ગયા. લાલાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આપણા અહોભાગ્ય નહીં જેથી મહાપુરુષના પગલા ન થયા.” એમ તેમણે ખૂબ અફસોસ કર્યો. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવ રાજા-મહારાજાઓ ઉપર પણ કેટલો હતો. પ્રસંગ-૫ : એક મહિના સુધી પ્રભાવના અતિથિર્દેવો ભવ । સંવત ૧૮૬૦માં પૂજ્યશ્રી સામાજિક ક્ષેત્રમાંથી નિવૃત્તિપ્રાયઃ થઈ ગયા હતા. મોટે ભાગે સમય સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં ગાળવા લાગ્યા. જેઠ વદ-૧૨ થી ભગવતી સૂત્રની વાચના શરૂ કરી, લીંબડી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભગવતી સૂત્રની વાચના ચાલે ત્યાં સુધી દરરોજ સુખડીની પ્રભાવના કરવી. સેંકડો લોકો વાચનામાં લાભ લેવા લાગ્યા. લીંબડી સંઘે પોતાની ભાવના પૂરી કરી અને પોતાના ગુરુદેવની ભક્તિ તથા શ્રુતભક્તિના અપૂર્વ દર્શન કરાવ્યા. સંવત ૧૮૬૪ની સાલમાં ભૂજના કારભારીશેઠ કુશલચંદના માતુશ્રી રામબાઈ ૧૦૦ ભાવિકોનો સંઘ લઈ પગે ચાલીને લીંબડી પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આવેલ સંઘની સાધર્મિક ભક્તિ માટેના ૬૦ નોતરા (આમંત્રણ) લખાણા. ૬૦ કુટુંબોએ કહ્યું કે “આ અતિથિ સંઘની ભક્તિ અમે કરીશું, ૬૦ નોતરા પૂરા નહીં થાય ત્યાં સુધી રજા નહીં આપીએ.' ત્યારે રામબાઈ શેઠાણી વિચારવા લાગ્યા કે ૬૦ નોતરા એક મહિને પૂરા થાય, વળી એટલા કપડાં પણ નહોતા લાવ્યા કારણ કે બે દિવસનું રોકાવાનું કહીને આવ્યા હતા. શેઠાણીએ ઘણી આનાકાની કરી પણ લીંબડી સંઘની ભક્તિ આગળ ઝૂકી જવું પડ્યું અને એક મહિનો રોકાયા તેમજ એક મહિના સુધી દરરોજ વ્યાખ્યાનમાં સાકર અને વાસણની લાણી કરતાં હતાં કારણ કે સંઘનું એમ જ ખવાય નહીં તેથી આવી રીતે હજારો રૂપિયા ખર્ચ્યા. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવરૂપી સૂર્ય કેવો તપતો હશે અને શ્રી સંઘની ભક્તિભાવના કેટલી શ્રેષ્ઠ હશે તેમ જ કેવી જાહોજલાલી હશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy