________________
૭૨૮
શ્રી વસંતભાઈ ઓટમલજી વેદમુથા
• રાજસ્થાની ધન્યધરા જાલોર જિલ્લાના રેવતડા ગામની પાવન ધરતકી પર વસંતભાઈનો જન્મ થયો. માબાપ અને દાદા-દાદીના ધાર્મિક અને નિર્મળ વ્યવહારથી જીવનમાં દેવગુરુ-ધર્મનો સમાગમ થયો.
જ્યારે પ્રથમ તપોનિધિ આચાર્યશ્રી ભુવનસૂરીશ્વરજી તથા શિષ્ય ગુણસુંદરવિજયજીની પ્રેરણાથી એક સંસ્થા “બેંગ્લોર જૈન સેવા મંડળની રચના થઈ અને સચિવ તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા. એ વખતે બેંગ્લોરમાં યાંત્રિક કતલખાનાનું કામ અટકાવવું એ મુખ્ય ઉદ્દેશ હતો. આ ભયંકર યોજનાને રોકવા માટે બેંગ્લોરના અન્ય સંઘ-સંસ્થાઓનો સહયોગ મેળવી લગભગ પચાસ હજાર લોકોની ભવ્ય રેલી, સત્યાગ્રહ, જેલભરો ધરણાં વગેરે અનેક કાર્યવાહીના પરિણામે દેવ-ગુરુધર્મની કૃપાથી દરરોજ દસેક હજાર અબોલ પ્રાણીને કતલ કરવાની યોજનાને રોકવી પડી. પછી મીડ ડે મિલ રૂપે અંડે આપવાની યોજનાઓના વિરોધમાં સભા-સરઘસ વગેરે કરતાં કરતાં એના બદલે બે કેળાં આપવાનો પ્રસ્તાવ રખાયો. આચાર્યશ્રી પદ્મસાગરસૂરિ, જયંતસેન સૂરિ, કલાપૂર્ણસૂરિ, અરુણવિજયજી, જિનરત્નસાગરજી, નિત્યાનંદસૂરિ, મોક્ષરતિ વિજય વગેરે સાધુસંતોની નિકટ રહેવાથી ધીરે ધીરે બધી જગ્યાએ સંસ્કાર-શિબિરનું આયોજન થયું. જેમાં મુંબઈ, પુના, દાવણગેરે, હુબલી, બેલગામ વગેરે અને બેંગ્લોરની ધાર્મિક પાઠશાળાઓમાં જ્ઞાન-શિબિર, મહાવીર મંદિરજીમાં શિબિરોનાં આયોજના થતાં રહ્યાં. શ્રી કન્ટોન્ટમેન્ટ મંદિરજી અને મહાવીર મંદિરજીમાં પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રવાચન છેલ્લાં છ વર્ષથી ચાલતું રહ્યું છે. ચિકપેટ જૈન ધર્મશાળા અને ભોજનશાળામાં ટ્રસ્ટી તરીકે સુચારુ વ્યવસ્થા ચલાવી રહ્યા છે. શ્રી નયપાસાગરજીની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘમાં છેલ્લાં સાત વર્ષોથી ઉપાધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે, જેની ૩૦થી વધારે શાખાઓ રાષ્ટ્રભરમાં
સ્વપ્ન શિલ્પીઓ. આજે બેંગ્લોર સમસ્તની ધાર્મિક પાઠશાળાઓની જાણકારી અને ઉન્નતિ માટે પણ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક શિક્ષણ ઉત્કર્ષ ટ્રસ્ટમાં સહસચિવ તરીકે કાર્યરત છે. મુખ્ય ઉદ્દેશ્ય-સ્વાધ્યક્ષ, શિક્ષણ, સંસ્કાર, પરોપકાર ભાવના સાથે પોતાના જીવન અર્પણ કરવાની તમન્ના સાથે ધર્મમય જીવન નિયા ચાલી રહી છે..
– પ્રવીણ એમ. શાહ, ઉણ શ્રી અશોકભાઈ જશરાજજી સંઘવી -
દક્ષિણભારતમાં આવેલ કર્ણાટકા પ્રાંતમાં આવેલ ફૂલોની નગરી સાથે સાથે ટેમ્પલ સીટી બેંગ્લોરમાં રહેતા શ્રીયુત ધર્મપ્રેમી જશરાજજી ખુમાજી સંઘવીના ઘેર કસ્તુરબહેનની કુક્ષીએ તા. ૨૧-૧૨-૧૯૫૦ના શુભદિને પુત્રનો જન્મ થયો. તે પુત્રરત્ન જન્મથી જ તેજસ્વી તારલાની જેમ ચમકતા સિતારા જેવા શ્રી અશોકભાઈ સંઘવી.
સમયના ચક્ર મુજબ બાળવયમાં ધર્મના સંસ્કારનું સિંચનરૂપી ધાર્મિકજ્ઞાન માતાપિતા આપતા હતા. જેમ જેમ સૂર્યના કિરણોની અવસ્થા બદલી રૂપ બદલે છે તેમ બાલ્યવયમાંથી યુવાનવયમાં આવતાની સાથે તેઓ ધાર્મિક અભ્યાસ સાથે વ્યવહારિક અભ્યાસ હોશિયાર અને નિપૂણ હોવાથી તેઓ B.Com. સુધી ભણી પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સાંસારિક રીતે એમને વિમળાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ઘરસંસારની જવાબદારી આવી ત્યારે તેમના પિતાજીની પેઢીમાં કાપડના ધંધામાં જોડાયા અને ધંધા પ્રત્યેની લગની એકદમ સુંદર હોવાથી પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા અને તેમની પ્રવીણતા શિખરે પહોંચતા તેમણે ક્રિકેટમાં ઝંપલાવ્યું તેઓ રોજ સવારે ક્રિકેટ રમવા જતાં ધીરે ધીરે મોટી ટીમમાં જોડાયા પછી રણજીત ટ્રોફીમાં પ્રવેશ મળ્યો.
એક દિવસ તેમણે ફાસ્ટ બોલીંગ કરીને સૌથી વધારે વિકેટ લીધી ત્યારે તેમના કેપ્ટને સાથીદારોએ પુછ્યું કે તું જમવામાં શું જમે છો ? ત્યારે અશોકભાઈએ ધીરે ધીરે કહ્યું કે હું લખું ભોજન લવું છું. જેમાં ન ઘી કે તેલ મરચું, ખાલી બાફીલ આઈટમ જમું છું તે દિવસે તેમને જૈનધર્મમાં આપણે આયંબિલ કહી તે કરેલ તેમને શાબાશી આપી હતી.
તેમના સ્વાધ્યાય વાંચન તેમના ઘેર બેબી (નાનું) પુસ્તકાલય રાખેલ છે. ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે રસ ધરાવે છે. સવારે સામાયિક-પ્રતિક્રમણ રોજ નિયમિતરૂપથી કરે છે.
તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ થયો કે સને ૧૭૦માં
અરુણવિજયજીની પ્રેરણાથી બેંગ્લોરમાં શાકાહાર સંમેલન, જેમાં અને જૈન સમુદાયનાં દસ હજાર લોકો દ્વારા શાકાહારનો ભવ્ય પ્રચાર થયો. અરિહંત દેવની અસીમકૃપાથી ગૃહસ્થજીવન, પારિવારિક જીવન, શાકાહાર માનવજીવનનો માર્ગદર્શન, રાજેન્દ્રગુરુ જીવનપરિચય વગેરે પુસ્તકો પ્રકાશિત ફરી પ્રચારનો લાભ લીધો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org