________________
9૧૮
સ્વપ્ન શિલ્પીઓ. અલગ અલગ થઈને પોતાની પેઢીનો કારોબાર સંભાળીને તેમના જમાઈશ્રી ભીખાલાલ ચૂનીલાલ શાહ સાથે પાર્ટનરશિપમાં દુકાનની શુભ શરૂઆત કરી પેઢીનું નામ દિનેશ એન્ડ કંપની રાખેલ, જે અત્યારે ચાલુ છે.
શ્રી મહાવીર સ્વામી જૈન મંદિર ચિકપેટ બેંગ્લોર ખાતે શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન કરેલ અને પાઠશાળાના હોલમાં સુંદર યોગદાન આપેલ.
ગાંધીનગર ખાતે ઉપાશ્રયમાં મોટું દાન આપી તેમનું નામ આપેલ હતું અને આયંબિલશાળા તેમના નામથી ચાલે છે. તેમની જગ્યા હતી તે ગાંધીનગર સંઘને ભેટ આપેલ અને પાલિતાણા ખાતે બેંગ્લોર ભવનમાં એક રૂમનો સુંદર લાભ
ખાતે શ્રી ખુશાલભાઈને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં તેમની કાર્યસિદ્ધિ અને પ્રતિભાને અનુલક્ષીને કચ્છ શક્તિ વ્યાપારરત્ન'ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્યવસાયે- અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાની સાથે કર્ણાટકના રાજકીય ક્ષેત્રમાં તેમની નામના છે.
તેઓ હાલમાં નીચેના હોદ્દાઓ ધરાવે છે. તે દરેક પદને તેમને તેમના કામથી દિપાવ્યાં છે.
પ્રમુખ : શ્રી દક્ષિણ ભારત કચ્છી દશા ઓસવાળ જૈન એકમ, પ્રમુખ : શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન, પ્રમુખ : શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળા, ભૂતપૂર્વ મેમ્બરકર્ણાટક ગુસ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ઉપપ્રમુખશ્રી સંયુક્ત ગુજરાતી સમાજ (કર્ણાટક), ઉપપ્રમુખશ્રી કર્ણાટક જ્યુડો એસોસિએશન (રજિ.), ટ્રસ્ટી-શ્રી શાહ ધનજી કલ્યાણજી ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રસ્ટી-આર્ય સેવાશ્રમ ટ્રસ્ટ (રજિ.), ટ્રસ્ટી શ્રી સંયુક્ત ગુજરાતી સમાજ (કર્ણાટક) તથા ધરમશી ગ્રુપ ઓફ કંપનીસમાં ચેરમેન–ડીલક્ષ રોડલાઇન્સ પ્રા. લિ., ડાયરેક્ટરધરમશી રિસોર્ટ પ્રા. લિ., મેનેજિંગ ડાયરેક્ટર-ધરમશી હોલ્ડિંગ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ., મેનેજિંગ ડાયરેક્ટર-ડીલક્ષ એક્ષપ્રેસ કાર્ગો પ્રા. લિ.
અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ જમનાદાસ હકાણી
સૌરાષ્ટ્રમાં આવેલાં ભાવનગર ખાતે જમનાદાસ ગોરધનદાસ હકાણી પરિવાર રહેતો હતો. તા. ૩-૯-૧૯૧૮ના દિવસે માતા ચંચળબહેનની કુખે ચીમનભાઈનો જન્મ થયો.
નાની ઉંમરે તેઓ ભાવનગરમાં આશ્લેડ હાઇસ્કૂલમાં ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો હતો. તે પૂર્ણ કર્યા પછી કાંતિલાલ એન્ડ કંપની ભાવનગરમાં ટોપી સીવવાનું કામ કરતા હતા. પુખ્તવયના થયા ત્યારે મુક્તાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સમયની રફતારની જેમ સમય પાણીની માફક જતો હતો. યુવાવયમાં આવ્યા પછી ૨૦ વર્ષે બેંગ્લોર આવ્યા ત્યારે તેમના મોટાભાઈની સાથે દુકાનમાં બેસતા હતા અને મોટાભાઈની દુકાનમાંથી નીકળી નાનાભાઈની દુકાન ચીમનલાલ એન્ડ કંપની નામની પેઢી શરૂ કરી. ન્યાય- નીતિથી તેઓ આગળ વધ્યા. પોતાના સુઘડ વહીવટથી તેઓ પ્રગતિના પંથે આગેકુચ કરી. પોતાની હોશિયારી અને કાબેલિયતના આધારે તેઓ ૧૯૬૮માં થઈને તે વખતે સાથે હતા. ૧૯૭૪
તેઓશ્રી મહાવીર જૈન છે. મંદિરમાં ટ્રસ્ટી અને શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન પાઠશાળામાં ટ્રસ્ટી શ્રી, ગાંધીનગરની અન્ય સંસ્થાઓમાં તેમનો સંપૂર્ણ સહયોગ મળેલ છે.
અન્ય ગુજરાતી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. દાનનો સદ્ધપયોગ કરવા તત્પર રહે છે. સંકલન – પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) (બેંગ્લોર)
સૌમ્ય, સરળ, નિરાભિમાની શ્રી જયંતીલાલ નાગરદાસ શાહ-બેંગ્લોર
આર્યતાના આભૂષણથી શોભતી ભારતભૂમિ છે. જે ધન્યધરામાં કણકણની અંદર મણમણ સંસ્કાર ભરેલા છે એવી ગરવી ગુજરાતની બનાસકાંઠા ભૂમિમાં આવેલ ધાનેરા તાલુકામાં આવેલ ખીંમત ગામના વતની નાગરદાસ પદમાભાઈ શાહને ત્યાં જનેતા કેશરબહેનની કુક્ષિએ તા. ૬-૨-૧૯૩૦ના રોજ શુભ સમયે જયંતીભાઈનો જન્મ થયેલ. તેમના પિતાશ્રી નાગરદાસ ઈ.સ. ૧૯૧૨માં ખીમતથી પાલનપુર ધંધા માટે આવ્યા અને પછી ઈ.સ. ૧૯૩૪માં મોટીબજારમાં કાપડની દુકાન શરૂ કરી હતી. આ અરસામાં થોડા સમય પછી માતુશ્રી કેશરબહેનનું નિધન થયું.
તેઓશ્રી ઈ.સ. ૧૯૪૭માં s.s.c. પાસ કરી મદ્રાસ ખાતે ઝવેરાના ધંધા માટે આવ્યા ને એક વર્ષ નોકરી કરી પછી પોતાની હોંશિયારી, કાબેલિયત, હિંમત, હોંસલાથી પોતાના ઝવેરાતના ધંધામાં બીડું ઝડપ્યું.
ત્યારપછી ઈ.સ.૧૯૫૦માં મદ્રાસથી સ્થળાંતર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org