________________
સ્વપ્ન શિલ્પીઓ
શ્રી ગાંધી માનતા હતા કે સ્ત્રીશિક્ષણ જ સમાજિક ઉન્નતિનો રાજમાર્ગ છે, જે સમાજ નારીના શિક્ષણ માટે ઉત્સાહી હોય એ સંસ્કારી વિશ્વનું નિર્માણ કર છે. છોકરીઓને અભ્યાસની સુવિધા રહે એ માટે કન્યા છાત્રાલય માટે ઉદાર દિલે સહાય કરી. આમ પણ જરૂરતમંદ અનેક લાયક વિદ્યાર્થીને સહાય કરવામાં અગ્રેસર રહ્યા છે. આપણા દેશના સીમાવર્તી પ્રદેશમાં લગભગ દોઢસો જેટલી વિદ્યાસંસ્થાઓ વિકસાવી.
ચંદ્રકાંતભાઈ મિત્રોના માનવી હતા. એમના દરબારમાં અનેક મિત્રો. જુદા જુદા ક્ષેત્રના આ મિત્રો સાથેના સંવાદ એમને આનંદ આપતા. બનાસ ડેરીના પાયાના માનવી એવા શ્રી ગલબાભાઈ પટેલ એમના ખાસ મિત્ર. ગાંધીએ ગલબાભાઈમાં રહેલ સ્નેહ, નૂર, લગન અને નિખાલસતાને ઓળખ્યાં. એ કારણે જ બનાસ ડેરી માટે જમીન સંપાદન તથા અન્ય
બાબતોઆં ખૂબ મદદ કરી. આજે આ બનાસ ડેરી
બનાસકાંઠાની જીવાદોરી બનીને આગવી ઓળખ બની ગઈ છે. એક વાર છસો-સાતસો પટેલોવા સંમેલનમાં ચંદ્રકાંતભાઈની ઉપસ્થિતિમાં મંચ પરના મહાનુભાવે કહ્યું “દાન કેવી રીતે અને ક્યાં કરવું એ આપણે જૈનો પાસેથી શીખવું જોઈએ.' મિત્રોની વાત નીકળી ત્યારે ડી. નવીનચંદ્રવાળા મુ. શ્રી નવીનભાઈ અને શ્રી શાંતિભાઈ ભાવવશ થઈ જાય છે! આ બંને વડીલોએ એક હૃદયસ્પર્શી પ્રસંગ કહ્યો.....
પાલનપુરની શાળામાં આધુનિક પ્રયોગશાળા સ્થાપવા માટે શ્રી ગાંધીએ મોટી રકમ આપી. ટ્રસ્ટીઓએ આ પ્રયોગશાળાને કોનું નામ આપવું એવા પ્રશ્ના જવાબમાં ગાંધીએ કહ્યું, “આપો મારા મિત્ર ગલબાભાઈનું નામ” અપેક્ષા કરતાં જુદા જ વાબથી સૌના ચેહરા પર આશ્ચર્યરંગ્યો આનંદ છવાઈ ગયો. આજે આ ‘ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પ્રયોગશાળા' મૈત્રીના મૂર્તિમંત ઉદાહરણ સમી સૌને પ્રેરણા આપી રહી છે. વાતનું સમાપન કરતાં તેઓ બોલ્યા, “આવો હતો અમારી જિગરી ગાંધી!''
ચંદ્રકાંતભાઈની અકબરદિલીનો લાભ અનેક સંથા તેમજ વ્યક્તિઓને મળ્યો છે. પૈસા ક્યાં વાપરું? એ જ એમની ધૂન. યોગ્ય સ્થાન કે વ્યક્તિ જુએ ત્યાં આપે એટલું જ નહીં, પણ મિત્રો અને ઓળખીચા-પારખીતા પાસેથી અપાવે. એક મિત્ર કહે છે, “ગાંધીને અમે અમારો પાવર ઑફ એટર્ની આપી રાખેલો હતો. એ એટલા પૈસા વાપરે કે ઘણીવાર મિત્રો એમને રોકે. તેઓ કહે, ગાંધી! બીજે આપવા માટે રહેવા દો!”
Jain Education International
૬૯૭
સૌ એક જ વાત બોલે, “આ ગાંધીના પગમાં ભમરી છે!'' વાત પણ સોએ સો ટકા સાચી. ફરવાના જબરા શોખીન. અનેક વાર મોટા ભાગનો વિશ્વપ્રવાસ કરી ચૂકેલ ગાંધી આજે લંડન હોય તો અઠવાડિયા પછી ન્યૂયોર્ક હોય. એ પ્રવાસી રહ્યા એટલે ક્યારે ય વાસી ન બન્યા. પ્રવાસની સાથે સાથે વાંચનભૂખ પણ એટલી જ તીવ્ર. શ્રીમદ્ રાજંચદ્ર એમની ખાસ પ્રેરણામૂર્તિ. એમનાં લખાણોનું સતત વાંચન અને ચિંતન એમના જીવનને સમૃદ્ધ બનાવતું રહ્યું. માતૃભાષાના સમૃદ્ધ સાહિત્યવારસાને પણ પચાવ્યો છે. પ્રવાસ, વાંચન અને સેવાએ એમને સ્વસ્થ અને સંતૃપ્ત રાખ્યા. સદાય સંતોષી અને ઉત્સાહી ગાંધીને એક વાતનો અફસોસ રહી ગયો! રાજકારણમાં સક્રિય બની સેવાપ્રવૃત્તિને વિસ્તારવી હતી; પણ......એ ન થયું!
ચંદ્રકાંતભાઈનો નવી પેઢીને એક જ સંદેશ, ઉત્સાહ અને લગનથી કામ કરો તો સિદ્ધિ અને સમૃદ્ધિ બન્ને મળે જ છે. આપણને મળેલા સુખમાં અનેકને સહભાગી બનાવીએ. આત્માની સ્વસ્થતા માટે સેવા જ શ્રેષ્ઠ માર્ગ છે. સેવા કરવા જતાં ક્યારેય હતાશ ન થઈએ.' ગાંધીના શબ્દો આપણી પેઢી માટે સફળતા અને આત્માનંદ માટેની ગુરુચાવી બની રહેશે.
ગાંધી વિશે વાત કરતાં એમના મિત્રો એકદમ ભાવવિભોર બની ગયા. તે બોલ્યો, “અમારો ગાંધી એકદમ સાફ દિલનો. એ વિમલ હૃદયી ગાંધી હતો. તા. ૧૬-૦૨૨૦૦૯ના રોજ અરિહંતશરણ પામ્યો! એના ચાલ્યા જવાથી અમારા જીવનમાં અને હૃદયમાં ન પૂરાય એવું શૂન્યાવકાશ સર્જાયું છે.” વાતનું સમાપન કરતાં નવીનભાઈ બોલ્યા, “અમે તો ગાંધીને એકજ વાત કહીએ છીએ-દોસ્ત! અમને તારા વિના
ગમતું નથી. ત્યાં પણ અમારે માટે જગ્યા રાખજે.’” આ બોલતાં બોલતાં એમની વાણીએ મૌન ધારણ કરી લીધું અને અમે જોયું કે એમની આંખોમાં શિયાળાની વહેલી પરોઢનાં ઝાકળબિંદુ જેવાં મોતી ચમકી રહ્યાં હતાં....!
કર્મવીર સેવાભાવી ઉદ્યોગપતિ
શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી
ધર્મ એટલે બીજા માટે નિઃસ્વાર્થપણે કંઈક કરી છૂટવાની ભાવના–ધર્મ એટલે જ માનવધર્મ” આ શબ્દો છે માનવધર્મના મિશનરી સ્વામી વિવેકાનંદના.
મુંબઈ શહેરમાં આપબળે આગળ વધી, સખત પરિશ્રમ, પુરુષાર્થ વડે કમાયેલા ધનવાનો હજારો છે, પરંતુ હૃદયમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org