________________
૬૬૬
શ્રી મગનભાઈનો પસ્તાવો હજારો યુવાનોને ખૂબ જ પ્રેરક અને આશીર્વાદરૂપ નીવડશે. એમાં કોઈ સંદેહ નથી.
૧૯૬૮માં શ્રી મગનભાઈ સુશ્રી ભાનુબહેન સાથે સંસારજીવનમાં લગ્નથી જોડાયા. સુશ્રી ભાનુબહેન પણ મેટ્રિક સુધી ભણ્યાં છે. આ દંપતીને ત્રણ સુપુત્રીઓ છે, જેમાં પ્રજ્ઞા, પૂનમ અને પ્રીતિ ત્રણેય પરિણીત છે.
સુપુત્ર ભાવેશ એમ.બી.એ. સુધી ભણ્યા છે અને હાલ જ્યોત એન્જિનિયરિંગ ઔદ્યૌગિક સંકુલમાં મેનેજિંગ ડિરેક્ટર છે. શ્રી મગનભાઈના ગુરુબંધુ સ્વ. ચંદુભાઈના સુપુત્ર નીલેશભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. બંનેને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવ્યું છે. ભાવેશ-નીલેશની પત્નીઓ પણ શિક્ષિત છે.
પડશું અનેકવાર પણ કિસ્મત બની જશે; સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ.
ઉક્ત સુભાષિત શ્રી મગનભાઈના જીવનમાં સાર્થક બનીને ઊતર્યું છે. તેઓને કંઈક મેળવવું હતું. અભ્યાસ છૂટ્યો પણ સંઘર્ષથી પ્રગતિના શ્રીગણેશ થયા. ૧૯૬૦થી ૧૯૬૨ સુધી શ્રી મગનભાઈએ પ્રગતિશીલ બ્રાસ ટર્નર તરીકે માત્ર રૂપિયા બેના રોજથી કામ કરેલું. માત્ર ૧૯ વર્ષની વયે શ્રી મગનભાઈ ૧૯૬૩માં ગુંદાળાથી મુંબઈ આવ્યા. હરક્યુલસ બેરિંગમાં માત્ર રૂપિયા ૧૨ના રોજથી અને ત્યારબાદ સેન્ટા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા.લિ.માં ટર્નર તરીકે રૂપિયા ૧૮ના રોજથી કામ શરૂ કરેલું. શરૂઆતમાં કચરો વાળવાનું, હેલ્પર તરીકે કામ કરવાનું.
શીખવાની ધગશ હતી. આર. ફાઇ. લેથ મશીન ઓટોમેશન ઉપર ર્નિંગની કામગીરી કરતા હતા. મિસ્ટર બક્ષી ફોરમેન બહુ જ દયાળુ હતાં. શ્રી મગનભાઈને કામ શીખવતા અને ધ્યાન રાખતા હતા. રાતપાળી કરી કારખાનેથી ૧૧ વાગે નીકળી શ્રી મગનભાઈ ટ્રેઇનમાં બોરીવલી ઊતરી રાતે ત્રણ કિ.મી. ચાલીને બે વાગે મામાના ઘરની બાજુમાં સુતારીકામના વર્કશોપમાં પહોંચી ત્યાં જ સુતારીકામ કરવાના લાકડાના ઘોડા ઉપર પથારી કરીને સૂઈ જતા. મોટાભાઈ ચંદુભાઈ બે વાગ્યા સુધી શ્રી મગનભાઈની રાહ જોતા જાગતા હોય.
તેઓને સંજોગોએ ખૂબ ઘડ્યા છે. તેમણે ૧૯૬૪માં મુંબઈ લોઅર પરેલ ખાતે મફતલાલની સ્ટાન્ડર્ડ મિલમાં એલપિસ્ટન પોડ, ખાતે તેમના મામા દામજીભાઈની દેખરેખ નીચે કામ કર્યું હતું.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ શ્રી મગનભાઈને ચેલેંજ ઉપાડવી ગમે છે. પોતાનો અને પરિવારનો વિકાસ થાય એવા શુભ હેતુથી તેઓએ ૧૯૬૫માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૨માં સંઘર્ષ સફર શરૂ કરી. અનિલ લેથનું સાડાચાર ફૂટનું મશીન હપ્તેથી લીધેલું. માત્ર રૂપિયા એક હજારમાં કારખાનાની શરૂઆત કરી તે ઘટના આજેય તેઓ ભૂલ્યા નથી. ભક્તિનગરમાં માત્ર બે ગાળા હતા. દીવાલ નહોતી અને એક જ શટર હતું. તેઓ પોતે રસોઈ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.
તેમના જીવનમાં અનેક પ્રસંગો ભાવાત્મક છે. એક ઊર્મિસભર પ્રસંગ વર્ણવતાં તેઓએ મને કહેલું : “કારખાનુ શરૂ કર્યું ત્યારે મેં માત્ર રૂપિયા ત્રણસોમાં એક ડ્રીલ ખરીદેલું પણ પૈસા બાકી રાખેલા. ઉઘરાણી થતી હતી. ઉઘરાણી કરનાર ગુંદાળા મારા પિતા પાસે આવ્યા. બપોરના બાર વાગેલા. મારા બાપુજીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે “તારે કારખાનું કરવું હતું ને? તારી જાતે કર, દે પૈસા' મને ઘરમાંથી કાઢી મૂક્યો! પણ આ બધુ આજે મીઠું લાગે છે! મનુષ્યને બધું સીધેસીધું સહેલાઈથી મળી જાય તેની કિંમત નથી હોતી! તેમ તેઓ સ્પષ્ટ
માને છે.
હાલ વૈઘવાડીમાં (રાજકોટ) જ્યોત એન્જિનિયરિંગ યુનિટ કાર્યરત છે. તે હવે ગોંડલ રોડ હાઇવે પર શાપરવેરાવળમાં ચાર હજાર વાર જગ્યામાં પ્રવૃત્ત છે.
નવનિર્મિત જગ્યા ઉપર ખરા અર્થમાં કહેવાતા એક
સાધુએ સતત બે મહિના સુધી ઘણી ધખાવી હતી. એ તેમના ઉપરની પરમાત્માની કૃપા હશે એમ માને છે.
અહીં સી.એન.સી. બેરિંગ કોમ તથા કેમ શાફ્ટ ટર્નિંગ કામ થશે. ૭૦ થી ૮૦ જેટલી વ્યક્તિઓને રોજી-રોટી મળશે. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રગતિ અર્થે આધુનિક CNC મશીનો મૂકવામાં આવશે.
જર્મનીમાં રૂસ્ટોપમાં હર્ડઝ ફેક્ટરી પાંચસો હોર્સપાવરથી બે હજાર હોર્સપાવર સુધીનાં મશીનો બનાવે છે. તેમાં જ્યોતની કેમશાફ્ટ મોકલવામાં આવે છે. શ્રી મગનભાઈએ તેમના મોટાભાઈઓ સ્વ. ચંદુભાઈ, શ્રી મુકુંદભાઈ, શ્રી અમુભાઈ સાથે વ્યવસાયના વિકાસ અર્થે સાથે મળીને કામ કર્યું છે અને આજે પણ આ સ્નેહભાવના પિરવારમાં ટકી રહી છે. પોતાના ઉદ્યોગ સંકુલમાં કાર્યરત આ સ્ટાફને ઉચ્ચમાં ઉચ્ચ મેડિકલ સહાય આપવામાં આવે છે અને હવે તેમનાં બાળકોના અભ્યાસ કાર્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org