SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ નાનપણથી વૃદ્ધોની સેવા અર્થે મદદ કરવાની ટેવ હતી ત્યારથી વૃદ્ધો માટે સેવા કરવાના ઇરાદાથી ત્રણ વર્ષથી તે સંસ્થામાં પોતે સંકળાયેલા પરંતુ તે જગ્યા તેમના નિવાસસ્થાનથી દૂર હોય જાતે સેવા આપવાનો લાભ લેવાતો નહીં. એથી નજીક શહેરમાં લાવવા પ્રયત્ન કર્યો. સરકાર કે કોર્પોરેશન તરફથી અથાગ મહેનત કરવા છતાં જગ્યા ના મળી તેથી પગભર થવાનો નિર્ણય કર્યો. તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાનાં કામો માટે તેમનાં પત્નીએ ‘શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટ'ની સ્થાપના કરી, જેમાં આશરે રૂા. ૫ લાખ જેવી માતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી નિઝામપુરા વડોદરામાં વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યાં, જ્યાં હાલમાં ૬૦-૬૫ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલાં, રગ, બે ટાઇમ ભોજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે. કિરીટભાઈ તથા તરલિકાબહેન આ વૃદ્ધાશ્રમમાં સેવા આપે છે. શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ (ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાનો દીપક પ્રગટાવી સાહસ-પંથે આગે ધપનારા ધરપદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે ધપતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે. કચ્છ દેશલપુર ગુંતલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ઓગષ્ટ માસમાં થયો હતો. અભ્યાસ પછી ઈ.સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા. લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાહસકદમો ઉઠાવી આજે સનમાઇકા, પ્લાઇવુડ, હાર્ડવેર અને કાચના *) Jain Education International ૬૩૩ વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત વર્ષ ૨૦૦૧થી પ્લાઇવુડ ઉત્પાદન ક્ષેત્રમાં ઝંપલાવેલ છે. પરિવાર શ્રી વિષ્ણુ સૉ મિલ, ગોપાલ પ્લાઇવુડ, સ્વસ્તિક વિનિયર્સ એન્ડ પ્લાઇ તથા શાલિની પ્લાઇવુડ પ્રા. લિ.ના નામે વ્યવસાયથી સંકળાયેલ છે. સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ વીસર્યા નથી. ઔરંગાબાદ ‘નૂતન ગુજરાતી સમાજ'ના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪માં પ્રમુખપદે રહ્યા. ગુજરાતી સમાજ વિકાસમંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી વર્ષ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી પ્રમુખપદે રહ્યા. શ્રી કડવા પાટીદાર સમાજ ઔરંગાબાદના સંસ્થાપક તેમજ પ્રમુખ વર્ષ ૧૯૯૭-૨૦૦૬ સુધી રહ્યા. તેમની નિગરાની હેઠળ ઔરંગાબાદ શહેરમાં નોંધ લેવાય એવું મુખ્ય રસ્તા ઉપર ‘પાટીદાર ભવન'નું નિર્માણ થયું, તેમજ તેમના હસ્તે ૧૯૯૮માં સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડેપગે તત્પર રહેતા આવ્યા છે. વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિંબર મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તેમજ મહારાષ્ટ્ર સરકાર તરફથી સૉમિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા હતા. મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘની કારોબારીના સદસ્ય રહી ચૂક્યા છે. તેમના જ સંસ્કારો તેમજ પ્રેરણાથી એમના સુપુત્રો આજે કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ જિલ્લા વ્યાપારી મહાસંઘ, મરાઠાવાડ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ તેમજ મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘમાં ઉચ્ચપદે સેવા આપી રહ્યા છે. શ્રી ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા તમે કોણ છો અથવા શું છો તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રોને આંબીને શું શું સર્જન કરી શકો છો એ આજના યુગની માંગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પોતાની સ્વયંશક્તિનો ધોધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોપાન ચડી શકે છે તેનો ઉત્તમ નમૂનો નિહાળવો હોય તો જુઓ ડૉ. બડિયાનું જીવન-કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું બોટાદ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પાંચમીએ સંસ્કારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy