________________
સ્વપ્ન શિલ્પીઓ
જૈનધર્મ અને સમાજની વિવિધ પત્રિકાઓ જેવી કે ‘જૈનપ્રકાશ', ‘સ્થાનકવાસી જૈન', ‘ઝાલાવાડી સ્થાનકવાસી જૈનસભા' ‘માસિક પત્રિકા', ‘દશાશ્રીમાળી', ‘રત્નજ્યોત' વગેરે જૈનપત્રો તેમજ ‘ચેતના’, ‘ઝાલાવાડ જાગૃતિ’, ‘સમય’ વગેરે પત્રો સાથે સંકળાયેલા રહ્યા હતા.
શ્રી બચુભાઈના સ્વભાવ અંતર્ગત સદ્ગુણો જોઈએ તો ક્યારેય કોઈની સાથે અણબનાવ નહીં. માણસભૂખ્યા, પ્રેમાળ સ્વજન, કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે સાદડી હોય, સવારથી રાત્રિ સુધી સમાજના હિતની ખેવના કરનારા, પારકી છઠ્ઠીના જાગનારા શ્રી બચુભાઈ તેમની જિંદગીના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯ સુધી સંપૂર્ણપણે સક્રિય રહ્યા. તેમના જીવનના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯, રવિવારના દિને પણ રાણપુર પ્રજામંડળની મિટિંગમાં વ્યસ્ત હતા. રાણપુરમાં ઊભી થનારી એન્જિનિયરિંગ કોલેજના સંચાલનની તમામ જવાબદારીઓ માટે એક મહિના સુધી બચુભાઈએ રાણપુરમાં જ રહેવું એવું નક્કી કર્યું. મિત્રને ત્યાં ગયા. ઘેર આવતાંની સાથે જ સોફા ઉપર બેસી પડ્યા ને ડૉક્ટર આવતાં પહેલાં તો તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવમાંથી શિવ બનવા, આત્મમાંથી પરમાત્મા બનવા તેઓ પરમ પ્રકાશમાં વિલીન થઈ ગયા.
સ્વ. શ્રી બચુભાઈએ સમાજસેવા કરેલ છે તેમની કદરરૂપે તેમની હયાતીમાં મુંબઈના નામાંકિત નાગરિકો તરફથી તેમનો તા. ૮-૧૦-૧૯૭૨ના રોજ સમ્માનસમારંભ યોજવામાં આવ્યો હતો. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી નવીનમુનિ, શ્રી અમીચંદજી મુનિ, પૂ. વિદુષી વસુબાઈ મહાસતીજી, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ-સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વ. શ્રી બચુભાઈના નિધન બાદ તેઓનું અનહદ ૠણ, યત્કિંચિત્ અદા કરવા માટે સમાજ તત્પર થયો છે. શ્રી બચુભાઈનો જીવનપર્યંત ચાલતો રહેલો સેવાયજ્ઞ આગળ ધપાવવા અને તેમના વણપુરાયેલાં સ્વપ્નોને સાકાર કરવાનું ધ્યેય નિર્ધારેલ છે અને આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે શ્રી જૈન કેળવણી મંડળ, મુંબઈ કે જે સ્વ. બચુભાઈની માતૃસંસ્થા હતી તેના દ્વારા ‘શ્રી બચુભાઈ પી. દોશી મેમોરિયલ ટ્રસ્ટ' મુંબઈની રચના કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ આગળ ધપાવી શ્રી બચુભાઈ પી. દોશીની સ્મૃતિને
Jain Education Intemational.
૬૩૧
કાયમી કરવા નિર્ધાર કરેલ છે.
આ અભિયાનના પ્રથમ ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતા વાર્ષિક ઇનામ-પારિતોષિકવિતરણ સમારંભને ‘સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી પારિતોષિક વિતરણ સમારંભ' એવું નામાભિધાન કરેલ છે.
આ અભિયાનના બીજા ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ-ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ તરફથી બહાર પાડવામાં આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોટો ડિરેક્ટરી ‘શ્રી બચુભાઈ પી. દોશી પરિવાર'ને તા. ૧૩-૧-૨૦૦૫ના રોજ સમર્પિત કરવામાં આવેલ હતી. આ રીતે શ્રી બચુભાઈ પી. દોશીનો નશ્વરદેહ આજે આ અવની ઉપર નથી પરંતુ તેમની સ્મૃતિઓ હરહંમેશ ચિરંજીવ છે.
શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી
જનહિતનાં અનેક શુભ કામોમાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાજ્યોતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીનો જન્મ ગુજરાતમાં ઠાસરા ગામની નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી છોટાલાલભાઈના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે થયો. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા–સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલોએ તેમનું ઘડતર કર્યું અને તેથી તો તેઓ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિશેના કેટલાક ખ્યાલો તેમને ગળથૂથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને આરોગ્યક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
તેમણે પિતાશ્રીનું છત્ર ૧૪ વર્ષની ઉંમરે ગુમાવ્યું અને માતુશ્રી ૨૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. માતુશ્રી તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org