________________
સ્વપ્ન શિલ્પીઓ
જવાબદારીઓ નિષ્કામ કર્મયોગીની જેમ નિભાવી રહ્યા છે.
જીવન સંસારરૂપી વૃક્ષની ડાળી પર ખીલેલું ફૂલ છે તો સાહિત્ય એ જ ફૂલની ઊડતી અને ફેલાઈ જતી સુગંધ છે. મણિજીએ પોતાના સાર્થક સાહિત્યલેખનથી આ સુગંધમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં ‘મણિ’જીએ સાત કાવ્યસંગ્રહો, ચાર નવલિકાસંગ્રહો, ત્રણ નવલકથાઓ, ત્રણ નાટકો, સોળ વિવિધ વિષયો પર સાહિત્ય-સર્જન, પાંચ પુસ્તકો, પંદર બાલ સાહિત્ય વગેરે ઉપરાંત બીજા અનેક ગ્રંથોનું સંપાદન અને અનુવાદ પણ કર્યા છે. પુરસ્કૃત સાહિત્યમાં કાવ્યસંગ્રહ ‘ચમકતે જુગનૂ', કહાનીસંગ્રહ ‘સ્વપ્ન', નવલકથા ‘પ્રિયંકર' ઉપરાંત ‘ગાંધી સે ગાંધી તક’ ‘હિન્દી સાહિત્ય કે નક્ષત્ર', ‘વિક્રમ-વેતાલ', ‘મહાવીર : મેરે સ્વપ્ન’, ‘નમસ્કાર’ ત્રણ ભાગોમાં અને ‘ચિંતન કી ચાંદની' છે. ‘ચિંતન કી ચાંદની મણિજીનો સર્વાધિક ચર્ચિત ગ્રંથ છે, જેનો અનુવાદ તમિલ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં થઈ ચૂક્યો છે. આ પુસ્તકને ‘કાકા કાલેલકર સમ્માન'થી પણ નવાજવામાં આવ્યાં છે. મણિજીના લેખો અનેક રાષ્ટ્રીય પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે.
રાવલમલ જૈન ‘મણિ' પોતે ન ઇચ્છવા છતાં ૧૯૬૫થી અત્યાર સુધીમાં અનેકવાર અનેક સંસ્થાઓ દ્વારા પુરસ્કારો, પ્રશસ્તિઓ અને સમ્માનોથી સમ્માનિત થતા રહ્યા છે. આ પરંપરા લગાતાર ચાલુ છે.
રાવલમલજીના દિલમાં છત્તીસગઢની ભૂમિ માટે અત્યંત પ્રેમ અને આદર છે, કારણ કે એ જ એમની જન્મભૂમિ અને મુખ્ય કર્મભૂમિ છે. એમનાં કાર્યોનો અવાજ એમના અંતરની ભાવનાને અભિવ્યક્તિ આપે છે. જગતના ઝંઝાવાતો સામે ઝઝૂમતાં ઝઝૂમતાં આટઆટલું કર્યા પછી પણ દરેક માનવી સામે સનાતન પ્રશ્ન ખડો થઈ જાય છે : 'તતઃ વિમ?’ ‘હવે આગળ શું?’ એનો જવાબ ‘મણિ’જી પાસે છે : વેસ પરૈવેતિ, પરૈવેતિ',
તમામ કામો વચ્ચે મણિજીનાં સૌથી વધુ રુચિકર કાર્યો જમીન અને જનજીવન સાથે સંલગ્નિત છે, જેમાં પ્રાકૃતિક ચિકિત્સા અને યોગવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં ઉપચાર-વ્યવસ્થા, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ પેદા કરવી, રોગોપચાર માટે ઇચ્છુકોને આર્થિક અનુદાન આપવું, ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે વિભિન્ન કાર્યોનું સંચાલન, જળસંરક્ષણ, ઔષધીય છોડોનું ઉત્પાદન અને વિસ્તાર, રાસાયણિક ખાતર અને દવારહિત
Jain Education International
૫૫૫
અન્નોત્પાદનને પ્રોત્સાહન, પ્રતિભાઓને બધી રીતે આગળ વધારવાની પહેલ તેમ જ પરસ્પર પ્રેમ અને સદ્ભાવનો પ્રસાર સામેલ છે. આ સઘળાં કાર્યો એમને સુખ અને સંતોષ આપે છે.
નિષ્કામ કર્મયોગી રાવલમલ જૈન ‘મણિ’જીવનના સાતમા દશકમાંથી પસાર થઈ રહ્યા ત્યારે એમને શુભકામના પાઠવીએ કે તેઓ પોતાની આસપાસના સુંદર સંસારને વધારે સુંદર અને સમર્થ બનાવવા નિરંતર પ્રયત્નશીલ રહે.
રાવલમલજી જૈન મણિ’ને જિનશાસનના અનુરાગી તરીકે બિરદાવતાં પ.પૂ. ગણિવર્ય અનંતભદ્ર વિજય મ.સા. લખે છે કે સુશ્રાવક, ધર્મનિષ્ઠ, ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના તીર્થોદ્ધારમાં સમર્પિત પુણ્યવાન રાવલમલજી મણિનું હજારો લોકો સેંકડો સંસ્થાઓ તરફથી અભિવાદન કરી રહ્યાં છે. કેટલાક શ્રાવકોએ
પાલિતાણામાં જાણ પણ કરી. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોમાં મણિભાઈની તલ્લીનતા જોઈ રહ્યો છું. દીક્ષાનો પ્રસંગ હોય, પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય કે વિધિ-વિધાન કે પૂજા-પરમાત્મભક્તિનો પ્રસંગ હોય એવાં અનેક શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં રાવલમલજી અગ્રણી હોય. પાછલા દિવસોમાં પાલિતાણાના આરીસા ભુવન જિનમંદિર-જીર્ણોદ્ધાર અને શિલારોપણ–મુહૂર્ત હોવાથી મણિભાઈની પ્રભાવકતા જોતાં જ રહી જવાય એવી રહી છે. રાજસ્થાનનાં અનેક સ્થળોમાં જિનેશ્વર પરમાત્મા પ્રત્યે નિર્મળ શ્રદ્ધા, અસાધારણ સમર્પણભાવ સાથે અદ્ભુત હૃદયસ્પર્શી પ્રભાવનાનું કાર્ય મણિભાઈએ કર્યું.
પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય અરિહંત સિદ્ધસૂરિ, પ.પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરિ મ.સા. સાથે કોલકાત્તાથી વિહાર કરતાં કરતાં ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરા સ્પર્શનાની તક મળી. અલૌકિક દેવાધિદેવ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થની વિશાલ સંરચનામાં પરમાત્મભક્તિની આહ્લાદકતા આનંદદાયી છે. મણિભાઈ જેવા જિનશાસનપ્રેમી, જીવમાત્રના કલ્યાણમિત્ર, સકલસંઘના સેવક દ્વારા વિશાળ પાયે તીર્થ-સંરચનાને નજરે જોવાનો અવસર અમને પ્રાપ્ત થયો.
દુબળી—પાતળી કાયા, સાદાં–વસ્ત્રો ધારણ કરતા, કરુણા અને સેવાથી સભર, સરળતા, સહજતા અને સ્વાભાવિકતા સહ જિનાજ્ઞાને સમર્પિત મણિજીએ નાગપુરથી શ્રી સમ્મેતશિખર મહાતીર્થના ૯૫૦ કિલોમીટરના માર્ગ પર વૈયાવચ્ચની સુંદર વ્યવસ્થા કરવા માટે ખુદ પોતાને અને સાથીઓને અગ્રેસર
For Private & Personal Use Only
www.jainelibrary.org