________________
૪૪
સ્વપ્ન શિલ્પીઓ
અને ક્યારેક તો ટાઇમ-પાસ' માટે વાચનનો શોખ જાગતાં પછી ટાઇમ કાઢીને વાંચવાની ઇચ્છા જાગે. અરે, ત્યારે વાચનના વ્યસનીઓ પણ હતા, એથી ગ્રંથાલયો ઊભરાતાં. ગ્રંથોની ‘ડિમાન્ડ’ પણ રહેતી. એથી વાચનલેખન-કલાના અભ્યાસુ એવા નંદલાલજીને ગ્રંથનિર્માણના કામમાં આદર અને ખર્ચ નીકળે તેટલાં નાણાં મળતાં થયાં. આ મનગમતું કામ ફાવી ગયું. એ ખૂબ પત્રવ્યવહાર કરતા અને ઓર્ડર મુજબના ગ્રંથો જાતે ઊંચકીને જે તે ગામ-શહેરના ગ્રંથાલય, શાળા કે સંસ્થા-વ્યક્તિને પહોંચાડતા; ગુજરાતભરમાં અને મુંબઈ-દિલ્હી સુધી વીસ-વીસ દિવસની સળંગ મુસાફરીઓ કરતા. એથી આજે હવે સમય બદલાતાં ટી.વી.-મોબાઇલના યુગમાં ગ્રંથોની માંગ ભલે ઓછી થઈ, પણ એમણે ભૂતકાળમાં કરેલી તપસ્યાને લીધે સંપર્કો એટલા બધાં છે કે ગ્રંથો ભલે ધીમે-ધીમે ખપે, પણ પુત્રો પગભર હોવાથી ઘરખર્ચ ઘટ્યો છે, એથી પ્રકાશનખર્ચ તો નીકળી રહે છે. છતાં હવે લોકોમાં ગ્રંથો પ્રત્યેની રુચિ નહિવત્ થતાં અને ૭૬ની વયે આરોગ્ય જાળવવા પણ કામ ઓછું કરવાની જરૂર ઊભી થતાં–હવે એમને થાય છે કે બસ, બહુ થયું! ઘણું કામ થઈ શક્યું છે.
તા. ૧૫-૪-૨૦૦૦ અમદાવાદ સોલા રોડ ઉપર શ્રી પારૂલનગર જૈન સ્પે.મૂ.પૂ. સંઘના ઉપક્રમે જૈનપ્રતિભાદર્શન ગ્રંથના વિમોચન સમારોહ પ્રસંગે સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકને સોનાનો
ચેઈન આપી પાઘડી
બંધાવી જાહેર સન્માન કર્યું તે ચિત્રમાં નજરે પડે છે.
આ પચીસ સંદર્ભગ્રંથોના સંપાદક દેવલુકજીના શરૂઆતના ચાર ગ્રંથો-‘વિશ્વની અસ્મિતા’ / ‘ભારતીય અસ્મિતા'ના બબ્બે ભાગો જોતાં જ કોઈ પણ સમજુ માણસને એમને પ્રણામ કરવાનું મન થાય ત્યારે હું એમનું અને એમના જ્ઞાનકર્મનું એમની હયાતીમાં મન-હૃદયથી બહુમાન કરું છું આ મહામાનવ શ્રી નંદલાલજીને મારા હૃદય-પ્રણામ! —વિજયકૃષ્ણ અર્ણોરા
Jain Education International
તા. ૧-૨-૨૦૧૦, સોમવાર
વિજયકૃષ્ણ અર્ટોરા....ૐૐ, ‘મહાસિદ્ધિ’ સંસ્થાન, આરોગ્યનગર, હિંમતનગર-૩૮૩૦૦૧, ફોન : ૦૨૭૭૨-૨૪૪૦૦૨, મો : ૯૯૯૮૨૬ ૭૩૮૯, ૯૪૨૭૪ ૫૬૨૫૨, શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય અકાદમી ઍવોર્ડવિનર, તંત્રી-પ્રકાશક : ‘મહાસિદ્ધિ પોઝિટિવ ન્યૂઝ’ પાક્ષિક પેપર, એક અંગત પત્ર તમને!' માસિક પેપર, લાઇફ-ફિલોસોફર, મંત્રી-મેનેજિંગ ટ્રસ્ટી, ‘મહાસિદ્ધિ’ વિશ્વધર્મ-વિજ્ઞાન લાઈબ્રેરી, આરોગ્યનગર, એસ.ટી. સ્ટેન્ડન્ડ પાસે, હિંમતનગર (જિ. સાબરકાંઠા).
For Private & Personal Use Only
www.jainelibrary.org