________________
સ્વપ્ન શિલ્પીઓ
ક્રાંતિકારી કેળવણીકાર, આચાર્ય અને સર્જક શ્રી વજુભાઈ દવે
સાદો પહેરવેશ, તેજસ્વી આંખો, વિશાળ લલાટ અને સદાયે હસતો ચહેરો ધરાવતા વજુભાઈ દવેનું વ્યક્તિત્વ સૌમ્ય અને પ્રભાવશાળી હતું. શારદામંદિરના વિદ્યાર્થીઓએ તેમનો
સન્માન સમારંભ યોજ્યો ત્યારે આશીર્વચન આપતા તેમણે કહેલું : “મેં મારી નિષ્ઠાથી બાળકોનું જીવન ઘડતર કરવાનું કાર્ય હાથમાં લીધું. બાળકોના જ વાલીઓના સહકારથી એ કાર્યમાં મને મહત્તમ સફળતા મળી; અને પરિણામે આજે તમે સૌ સમાજમાં ટેકેદાર બનતા જાઓ છો. મારાં વિદ્યાર્થીઓ છો. સંપૂર્ણ નિષ્ઠાથી તમે તમારા ક્ષેત્રોને વફાદાર રહેજો અને વિકસજો. તમે વિકસશો, સમાજ વિકસશે. તમે હવે અનેક ‘દીવડા’ પ્રગટ્યા છો, હજારો, લાખ્ખો દીવડા પ્રગટાવજો.' આ એક સંન્નિષ્ઠ ગુરુવર્યનાં વચનો હરકોઈને માટે દિશાસૂચક છે. બાલ્યકાળ અને અભ્યાસ
વજુભાઈ દવેનો જન્મ ૧૨-૫-૧૮૯૯ના રોજ વઢવાણ શહેરમાં. દોઢ વર્ષની ઉંમરે પિતા જટાશંકર દવેની છત્રછાયા ગુમાવી. માતા ચંચળબાએ પુત્રને મોસાળની ઓથમાં ઉછેરતી વખતે સતત ખ્યાલ રાખ્યો કે પુત્ર ‘મફત’નું ખાતા ન શીખી જાય. ચંચળબા પોતે પિયરમાં ખેતરની સંભાળ લેવાનું, હિસાબ રાખવાનું વગેરે કામો કરતાં હતાં. પુત્રને પણ નાનપણથી જ દાદા કે મામાનું એકાદ કામ કરીને જ જમાય તેવા સંસ્કાર માતા પાસેથી મળ્યા અને એ રીતે સ્વાવલંબનની સાથે સ્વમાનના પાઠ મળ્યા. માતામહ કાળિદાસ વૈદ્ય તેમના જમાનાના સંન્નિષ્ઠ અને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ રાખનારા ઉત્તમ શિક્ષક (આચાર્ય) અને પ્રસિદ્ધ, કુશળ વૈદ્યરાજ હતા. દાદાના લાડીલા ભાણેજ વજુભાઈ સમજણા થયા ત્યારથી દાદાની દવાની થેલી અને બીજી જરૂરિયાતની ચીજોની ઝીણવટથી તૈયારી કરી આપતા.
વજુભાઈને શિક્ષણનિષ્ઠા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને શારદામંદિરની શાળાના કામ, પ્રવાસ ઉત્સવો, કેમ્પ, પ્રાર્થનામંદિર વગેરેની ઝીણવટભરી તૈયારીની તાલીમ દાદા પાસેથી મળી હતી.
પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામડામાં દાદા પાસે પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ વઢવાણમાં લીધું. અહીં જીવનઘડતરના શ્રેયાર્થી મોતીભાઈ દરજી, ફૂલચંદભાઈ શાહ, ચમનભાઈ વૈષ્ણવ
Jain Education International
૫૧૭
તથા સ્વામી શિવાનંદજીના સંપર્કમાં આવ્યા. રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયા, ખાદી ધારણ કરી. ખાંડનો ત્યાગ કર્યો. સ્વદેશી વસ્તુઓ જ વાપરવાની પ્રતિજ્ઞા લીધી. યુવાન મિત્રોએ વઢવાણનું નવઘડતર કરવાના શપથ લીધા. એ અરસામાં મોતીભાઈ દરજ પૂ. મહાત્મા ગાંધીજીને વઢવાણ લાવ્યા. યુવાન વજુભાઈને પૂ બાપુએ આશ્રમશાળામાં જોડાવાનું સૂચવ્યું. પણ વજુભાઈને પોતાની જીવનમર્યાદાની દ્રષ્ટિએ આશ્રમશાળામાં જોડાવાનું ઉચિત લાગ્યું નહીં.
શિક્ષણક્ષેત્રે કાર્ય
શિક્ષણક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ વઢવાણની વૃદ્ધો માટેની રાત્રિ રાષ્ટ્રીયશાળામાં ભણાવવાથી કર્યો. મેટ્રિક થયા પછી થોડો સમય હળવદમાં શિક્ષક તરીકે કામ કર્યું. એ અરસામાં વઢવાણમાં કર્મવીર ફૂલચંદભાઈ શાહે રાષ્ટ્રીયશાળા સ્થાપી. તપસ્વી ચમનભાઈ વૈષ્ણવ તેના આચાર્ય બન્યા. તેમના અધ્યાપક મંડળમાં એક અનોખા શિક્ષક તરીકે–સહૃદયી. ક્રાન્તિકારી અને શિસ્તપ્રેમી એવા વજુભાઈ દવે જોડાયા.
સમગ્ર ગુજરાતમાં નવી ભાત પાડતી વઢવાણ રાષ્ટ્રીય શાળામાં રાષ્ટ્રીય અને શાસ્ત્રીય કેળવણીનો વિચાર વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે દાખલ કરવામાં આવેલો; તેના પ્રયોગો વજુભાઈના માર્ગદર્શન નીચે થયા હતા. વળી તેમણે શાળામાં અધ્યયન મંદિર પણ શરૂ કરેલું. તેઓએ ગિજુભાઈ બધેકા પાસે જઈને બાશિક્ષણની દીક્ષા લીધી. ગિજુભાઈના પ્રારંભકાળના ‘ગોદડિયા બાલઅધ્યાપન મંદિર'ના તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. પછીથી અડયાર (મદ્રાસ)માં મેડમ મોન્ટેસોરી પાસેથી પણ બાલશિક્ષણની તાલીમ લીધેલી.
શારદામંદિરમાં ૪૪ વર્ષ
વઢવાણ રાષ્ટ્રીયશાળા હરિજન પ્રશ્ન એકાએક બંધ થઈ. વજુભાઈ શિક્ષકનો જીવ. ગુજરાતની શિક્ષણસંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવતી અમદાવાદની શારદામંદિર' સંસ્થામાં તેઓ જોડાયા. શ્રી રામનારાયણ ના. પાઠકે તે અંગે લખ્યું છે કે “મુ. ભોગીભાઈ ઠાકર, શ્રી સવિતાબહેન, શ્રી ગોવિંદભાઈ ઠાકર અને શ્રી ચંદુભાઈ દવે એના પાયાના સ્તંભ બની ઊભા હતા. મુ. વજુભાઈ તેમાં જોડાયા એટલે પંચાયતન પૂરું થયું.”
વજુભાઈએ પોતે કહ્યું છે તેમ “હું કેળવણીના જેવા કાર્યક્ષેત્ર માટે વલવલતો હતો તેવું મને અહીં મળી ગયું.” અને પછી તો અમદાવાદમાં વજુભાઈ એટલે ‘શારદામંદિર’ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org