________________
સ્વપ્ન શિલ્પીઓ
જીવનકાર્યને સમર્પિત મહાનુભાવો
—ડૉ. ઉષા રા. પાઠક
ભારતમાં અને ગુજરાતમાં વીસમી સદી એ નવજાગૃતિનો કાળ. પૂ. મહાત્મા ગાંધીજી, તેમની વિચારધારા અને પ્રવૃત્તિઓના પ્રભાવને કારણે એ સમય ગાંધીયુગ તરીકે ઓળખાયો.
ગાંધીયુગમાં દેશની સ્વતંત્રતા માટેનાં આંદોલનો; યુવાનોના સર્વાંગી વિકાસ અને ઘડતર માટે રાષ્ટ્રીય કેળવણી; પ્રજાના ઉત્થાન માટે રચનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજહિતનાં કાર્યો શરૂ થયાં.
મહાન વિચારક કાર્બાઈલે કહ્યું છે કે ``Blessed is he who has found his work" એ રીતે પોતાનું જીવનકાર્ય મળી જતાં, સમર્પણ ભાવ અને નિષ્ઠાથી પોતાના ક્ષેત્રમાં યત્કિંચિત્ વિશેષરૂપે જેમણે કામ કર્યું છે, જેઓ દીવાદાંડીરૂપ બન્યાં છે તેવાં કેટલાંક પ્રેરક વ્યક્તિત્વોનાં જીવન અને કાર્યની અહીં સંક્ષેપમાં ઝાંખી કરાવવાનો ડૉ. ઉષાબહેન રા. પાઠકે પ્રયત્ન કર્યો છે.
પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ., પીએચ.ડી.) ૧૯૬૩થી ૧૯૯૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં. તો કૉલેજના અધ્યાપન કાર્ય સાથે એન.સી.સી. ઓફિસર તરીકેની જવાબદારી પણ તેમણે વહન કરેલી. પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી ઘટના છે.
૫૦૩
સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય. તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે તેના આજે ઘણા સાક્ષીઓ છે. વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો–સર્જનનો અને ‘રવાધ્યાયાત્ મા પ્રમવઃ એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો, તથા માતા પાસેથી કૃષિનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે. તેઓ ઉત્તમ વક્તા છે. તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે.
‘રામભાઈની બાલવાર્તાઓ' ૧૯૯૨, ‘સ્મરણોની પાંખે' (રામનારાયણ ના. પાઠક સ્મૃતિ ગ્રંથ)-૧૯૯૨,
‘મહામના
મનુભાઈ બક્ષી’ સ્મૃતિગ્રંથ-૧૯૯૪ અને ‘સમર્પિત જીવનની
ઝાંખી' (શ્રી રતુભાઈ અદાણીનાં
જીવન
સંસ્મરણો)-૧૯૯૭નાં સંપાદનો તેમણે કર્યાં છે.
તદુપરાંત રામનારાયણ ના. પાઠક (તેમના
Jain Education Intemational.
For Private & Personal Use Only
અખિલ ભારતીય
કાલિદાસ સમારોહ ઉજ્જૈન દ્વારા ૨૦૦૮માં ‘માલવિકાગ્નિમિત્ર'
નાટક પર આધારિત ચિત્ર પ્રદર્શનમાં આ
કૃતિ પસંદગી પામી હતી. ચિત્રનું શીર્ષક
‘સનૂપુરા માલવિકા’
—ઉષા પાઠક
www.jainelibrary.org