________________
સ્વપ્ન શિલ્પીઓ
જાણકાર હતા. સંગીતકારે તૈયાર કરેલ બંદિશને કાગળ પર
સ્વરાંકન લિપિમાં લખવીએ કપરું કામ છે. લય-તાલ–ઠહરાવશ્રૃતિભેદ વગેરેને ધ્યાનમાં રાખી ગીતની ધૂનને યથાર્થ રીતે કાગળ પર ઉતારવાનું કામ પંડિત રામપ્રસાદજી બખૂબી કરી લેતા હતા.
અનેક શિષ્યોને ફિલ્મ સંગીતના એરેન્જરમાંથી સંગીતકાર બનાવનાર પં. રામપ્રસાદ શર્માએ જીવનમાં અનેક સારા-નરસા અનુભવો મેળવ્યા, પણ સાથે સાથે ઘણા મ્યુઝિક એરેન્જરને ઉત્તમ તાલીમ આપી સ્વતંત્ર સંગીતકાર પણ બનાવ્યા. ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના સંગીતકાર ઉત્તમસિંહ પણ એમની પાસે જ તૈયાર થયા હતા. બીજા શિષ્યોમાં તિલકરાજ, મહેશ કિશોર, શ્યામસુંદર, જગજિત શોઢી, સુરેન્દ્ર રાવ, જુગલિકશોર વગેરેએ પણ પોતાની અલગ પહેચાન ફિલ્મ ઉદ્યોગમાં બનાવી.
પોતાની આ નોટેશન લખવાની આવડતને એમણે માત્ર પોતાની પાસે જ નહીં રાખતાં અનેકને એ શીખવી પણ ખરી. સંગીતમાં રસ ધરાવનાર તથા સંગીતની તાલીમ લેનાર વિદ્યાર્થીઓને તેઓ પોતાના ઘરે નોટેશન લખવાની તાલીમ આપતા હતા. પુત્ર પ્યારેલાલને પણ એમણે સ્વરરચના કેવી રીતે કરવી તેમ જ તેના સ્વરાંકનને પેપર ઉપર કેવી રીતે ઉતારવાં તે શીખવ્યું હતું. પ્યારેલાલ અને લક્ષ્મીકાન્તે ત્યારપછી તો સાથે મળીને ભારતીય ફિલ્મ જગતમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું. શરૂઆતમાં કલ્યાણજી-આણંદજી સાથે સહાયક સંગીતકારના સ્વરૂપે રહીને અનુભવ મેળવ્યો. ફિલ્મ પારસમણિ’થી સ્વતંત્ર સંગીતકાર તરીકે લક્ષ્મીકાન્ત પ્યારેલાલે
સત્તર વર્ષની ઉંમરે પંજાબી ફિલ્મ ‘ગુલબલોચ’માં પ્રથમ
ભારતીય સંગીત આકાશમાં અલાયદું સ્થાન પ્રાપ્ત કરી લીધું. સોલો ગીત ગાઈને સંગીતયાત્રા શરૂ થઈ. એ ૧૯૪૧થી
પં.રામપ્રસાદના પુત્ર મહેશ શર્માએ પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કર્યું છે–ફિલ્મો ઓછી જાણીતી છે, જેવી કે ‘સૂર્યકાન્ત’, ‘ચાંદકા ટુકડા’, ‘ધારો કે યાર', ‘દિલ દિયા એક બાર’, ‘કમસીન’, ‘દુશ્મન જમાના’, ‘બલવાન', ‘નજર કે સામને’ વગેરે–પં. રામપ્રસાદના એક શિષ્ય સરદાર બિકાનેરીને ઉતરપ્રદેશ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળેલ છે.
આમ, પંડિત રામપ્રસાદ શર્માજીની આશાઓને તેમના શિષ્ય પૂરી કરતા રહ્યા છે-૨૫ ઑગષ્ટ ૧૯૯૫માં એમનો દેહાંત થયો પણ એમની શીખવેલ વિદ્યા દ્વારા અનેક શિષ્યોમાં આજે ય તેઓ જીવંત છે.
Jain Education International
૪૮૩
મહંમદ રફી :
ક્યારેક માઇક બગડે તેનું સારું પરિણામ પણ આવે. સાયગલ સાહેબના એક જાહેર કાર્યક્રમમાં માઇક બગડ્યું અને બાળ રફીએ વગર માઇકે ગાઈને બધાંને રસતરબોળ કર્યા. જવાબમાં સાયગલ સાહેબે રફીને કહ્યું-“ભવિષ્યમાં જરૂર મોટો ગાયક થઈશ.” પરંતુ આ શુભ વાણીથી ય આગળ વધીને પોતાનાં સાહિત્ય, શીલ અને સંગીતથી રફી સાહેબ મહાન ગાયક' બની રહ્યા.
માત્ર ૫૬ વર્ષ અને સાત મહિનાના આયુષ્ય સાથે પૃથ્વી પર આવનાર આ કલાકા૨ના અવાજનું આયુષ્ય સદીઓ સુધીનું છે. ભારતની ભૂમિ પરથી કદી લુપ્ત ન થનારો એક શુભ સ્વર, ગંભીર સ્વર, કરુણ સ્વર, વજનદાર છતાં મૃદુ સ્વર, ભક્તિથી ભરેલો સ્વર, રસિક તેમ જ ચુલબુલિયા સ્વર, મીઠો સ્વર, શુદ્ધ જળ જેવો પારદરર્શક પુરુષસ્વર.
૧૯૮૦ સુધી વણથંભી ચાલી–એકધારી ચાલી–પ્રત્યેક ભારતીયના માન્ય ગાયક તરીકે રહીને રફી સાહેબનો અવાજ પોતાની અસર ઉપજાવતો રહ્યો. તેમનું છેલ્લું ગીત ‘આસપાસ’ ફિલ્મ માટે રેકોર્ડ થયેલ-ત્યારપછી તે ‘ચોતરફ’ વિખરાઈ ગયા, પરંતુ આ પ્રથમ અને અંતિમ ગીત વચ્ચે તેમણે જેટલું પણ ગાયું ઓતપ્રોત થઈને ગાયું–સંપૂર્ણ સમર્પિત ભાવથી શતપ્રતિશત ગાયું, જેની અસર યુગો સુધી રહેશે. એમણે દિલીપકુમાર માટે દિલીપકુમાર બનીને, દેવઆનંદ માટે દેવઆનંદ બનીને, જૉની વૉકર માટે જૉની વૉકર, શમ્મીકપૂર માટે શમ્મીકપૂર અને રાજેન્દ્રકુમાર માટે રાજેન્દ્રકુમાર બનીને ગાયું–આમાંથી કોઈ મહંમદ રફી બન્યું?
નૌશાદ સાહેબ પોતાનાં સંભારણામાં નોંધે છે. “એક દુબળો–પાતળો છોકરો ભલામણપત્ર લઈને કારદાર સ્ટુડિયોમાં મળવા આવ્યો હતો—જેને પહેલે આપ' ફિલ્મમાં સમૂહગાનમાં ઊભો રાખેલ. ગીતના શબ્દો હતા “હિન્દોસ્તાં કે,હમ હૈ, હિન્દોસ્તાં હમારા” જે ભવિષ્યમાં ધુરંધર ગાયક બન્યો મહંમદ રફી તરીકે.”
—આપણે કહી શકીએ મહંમદ રફી કે હમ હૈ, મહંમદ રફી હમારા!'
રફી સાહેબે લયલા મજનૂ'નાં ગીતો ગાયાં હતાં–સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org