________________
૪૦૨
કસ્તૂરબાધામને ઝળહળતું કરવા એ સમયના દેશના વડાપ્રધાન શ્રી નરસિંહરાવજીએ મોટી રકમનું દાન મંજૂર કરેલું, પરંતુ પાયાના માનવીઓના પુરુષાર્થના અભાવે, શ્રી કસ્તૂરબાધામની પ્રવૃત્તિઓ સંકોચાઈ ગઈ. પછી એ ધામની જગા–જમીન ખેતીમાં ઉપયોગી બની. તેમ જ એ પવિત્ર ભૂમિ પાછળનાં વર્ષોમાં શ્રી કનુભાઈ-આભાબહેન દંપતીની ભૂમિશૈયા બની.
શ્રી કનુભાઈ ગાંધીની આકસ્મિક વિદાય પછી શ્રી આભાબહેન એકલાં બની ગયાં. શ્રી કનુભાઈએ તેમની હયાતીમાં કસ્તૂરબાધામમાં શ્રી આભાબહેનના સગાનું કુટુંબ કસ્તૂરબા ધામમાં રહેવા આવેલ, તે કુટુંબની ગીતા નામની બાળકીને શ્રી કનુભાઈ ગાંધીએ ખોળે લીધેલ. પુત્રીની જેમ લાલનપાલન કરી મોટી કરેલ એ ગીતા અને તેમના ભાવનગરવાસી પતિશ્રી પિયરપક્ષ બનેલ. શ્રી સિંધિયા નેવીગેશન કંપનીના વડા શ્રી સુમતિબહેન તરફથી આભાબહેનને ખર્ચની રકમ મોકલવામાં આવતી ઉપરાંત અન્ય આર્થિક સહાયથી આભાબહેનનું જીવનપોષણ ચાલુ રહેલું. રાષ્ટ્રીયશાળા તરફથી પણ ધ્યાન રખાતું હતું.
આ સ્થિતિની વચ્ચે શ્રી આભાબહેન ગાંધી કે જેમણે સતત કર્મયોગીની જેમ ગાંધીજીની સેવા કરેલ તે પછી એકલાં નીરસ, નિષ્ક્રિય બની રહ્યાં. પરિણામે એમની તબિયત ઉપર અસર થઈ, તબિયત ઘસાવા લાગી. છાતીની મૂંઝવણ અને હૃદયનો દુઃખાવો વધવા લાગ્યો. હાર્ટએટેક આવ્યો, તો પણ મનની સબળતાને કારણે બચી ગયાં.
શ્રી આભાબહેન અમારી (એટલે શ્રી વજુભાઈ વ્યાસની) પાડોશમાં રહેતાં એથી અમને વારંવાર મળવાનું થતું. ગાંધીજીથી–બાપુજી સાથેનાં સ્મરણો વાગોળતાં. તેઓ કહેતાં કે ગાંધીજીના જીવનનો એક પણ એવો દિવસ ગયો ન હોય જ્યારે એમણે ઈશ્વરને યાદ કરતી પ્રાર્થના કરી ન હોય. ગમે તેવા સ્થળે, સમયે, કામના ભરાવા વચ્ચે, રાત હોય કે દિન પરંતુ બાપુ (ગાંધીજી) પ્રાર્થના કરીને જ રહેતા. પ્રાર્થના એટલે રામનામ એ એમનો શ્વાસ હતો. પ્રાર્થના એ જ એમનો જીવનપ્રાણ હતી. એમના જીવનનો નિચોડ પ્રાર્થના એટલે રામનામ હતો. તેઓ સત્યને ઈશ્વર માનતા. સત્ય અહિંસા એમનાં રગેરગમાં પ્રસરેલાં હતાં.
શ્રી આભાબહેનના અંતિમ જીવનનું કારુણ્ય એ હતું કે તેઓ વારંવાર કહેતાં કે, પોતે એકલાં પડી ગયાં છે. જીવનનો
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ રસ સુકાતો જાય છે. બહુ જ મોટા વિશ્વવંદનીય આત્માનો મહાત્માનો વર્ષો સુધી એકધારો પડછાયો બની રહ્યા પછી– એમને એકલાં રહેવાનું વસમું થઈ પડ્યું અને એમનું જીવન મૂંઝાઈ જવા પામ્યું. હૃદયનો દુ:ખાવો આખરી બન્યો અને એમણે ગાંધીનામના જાણીતા કુટુંબમાંથી ચિરવિદાય લીધી. જ્યાં કસ્તૂરબાધામમાં પોતાના પતિએ ધરતી પર સોડ તાણેલી, તેની બાજુમાં જ તેમણે કાયમી સોડ તાણી. પંચતત્ત્વમાં ભળી ગયાં. ધન્ય આભાબહેનને !
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે! ભાનુભાઈ ત્રિવેદી
રામચંદ્રજીને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આવતી કાલે રાજ્યાભિષેકને બદલે વનમાં જવાનું છે! એમ ભાલની મરુભૂમિમાં જન્મેલ, બ્રહ્મદેવતા તરીકે જાણીતા બનેલ ભાનુભાઈ ત્રિવેદીને કાયમી આંખો પર અંધકાર છવાયેલો રહેશે! બાળકોના શિક્ષણ અંગે નવા ચીલા પાડનાર મોન્ટેસરી, શિક્ષણ પદ્ધતિના તજ્જ્ઞ તેમ જ ગિજુભાઈ બધેકાના સાથી ભાનુભાઈ નાની ઉંમરે મુંબઈ ગયા ત્યાં મોન્ટેસરી શિક્ષા પદ્ધતિનો પ્રચાર કર્યો. બાળમંદિરો સ્થાપવાની ઝુંબેશ કરી જ્યારે શિક્ષણમાં બાલવાડીનો કાર્યક્રમ અમલમાં ન હતો ત્યારે ભાનુભાઈએ બાલવાડીઓ સ્થાપવાની પણ ખ્વાહિશ રાખી અને મુંબઈમાં બાલવાડીઓ સ્થાપવાનું રાખ્યું. બાલકનજી-બારી જેવો જ કાર્યક્રમ અમલમાં આવે તેવા પ્રયત્નો કર્યા, પરંતુ ઈશ્વરે કાંઈક જુદું ધાર્યું. એમની આંખોમાં વેલ (એક પ્રકારની સૂક્ષ્મ રક્તનળી) છવાવા માંડી એટલે તેમણે એ સમયમાં મુંબઈમાં શ્રેષ્ઠ ગણાતા આંખોના સર્જન ડૉ. બનાજી પાસે ઓપરેશન કરાવ્યું. આંખોમાં વેલ કપાવાને બદલે એ તજ્જ્ઞ તબીબે બે આંખમાં આંસુ સારતી અને આંખોને સદાય ભીની રાખતી નળીઓને ભૂલથી કાપી નાખી, પરિણામે એમની આંખો સુકાવા માંડી. આંખો ભીની રહે તો જ વિઝન (દૃષ્ટિ) આવે, તો જ જોવાનું અનુકૂળ બની રહે. તેને બદલે વિપરીત બન્યું. જિંદગીમાં અંધકાર છવાઈ રહ્યો.
વિશ્વમાં આવું ભાગ્યે જ બને છે, તેવું ભાનુભાઈ ત્રિવેદીના જીવનમાં બન્યું. તો કરવું શું? પરંતુ ભાનુભાઈ હિંમત હારે એવા ન હતા. તબીબી સલાહ મુજબ તેમણે પોતાની આંખમાં સતત કૃત્રિમ આંસુઓ ટપકાવવાં પડ્યાં.
આ માટે આંખોની દવા બનાવનાર જર્મનીની બરોઝ
For Private & Personal Use Only
www.jainelibrary.org