________________
૪૦૦
બાળશિક્ષણના બ્રહ્મા અને મુછાળી મા શિક્ષિકાનું બિરુદ પામ્યા. હરભાઈ ત્રિવેદીએ દક્ષિણામૂર્તિ વિનયમંદિર સ્થાપી સૌ પ્રથમ ડોલ્ટન યોજનાનો પ્રયોગ કરી સફળતા મેળવી. આમ લગભગ ૨૦ વર્ષ સુધી દક્ષિણામૂર્તિએ અનેક લાક્ષણિકતાઓ પ્રણાલિકાઓ શિક્ષણક્ષેત્રે ઊભી કરી, જેના કેન્દ્રમાં રહ્યા શ્રી નાનાભાઈ ભટ્ટ. શ્રી નાનાભાઈ ભટ્ટે સંસ્થાનાં દાન મેળવવા દ. આફ્રિકાનો અને પછી એ સમયના મહાન ચિત્રકાર ભાવનગરના શ્રી રવિશંકર રાવળ સાથે જાપાનનો પણ પ્રવાસ કરેલો.
દ. આફ્રિકાના પ્રવાસ બાદ શ્રી નાનાભાઈએ ત્યાંના પ્રવાસનાં સંસ્મરણો વર્ણવ્યાં હતાં, ત્યારે ખબર પડી કે તેઓ મંત્રવિદ્યાના જાણકાર હતા. આમ તો તેઓ બિલખાના યોગી શ્રી નથુરામ શર્માના અનુયાયી અને શ્રી નથુરામ શર્મા પાસેથી તેઓએ મંત્રવિદ્યાની દીક્ષા લીધેલી. એ વિધાનો ઉપયોગ લોકજીવનની ભલાઈ માટે કરતા રહ્યા. દ. આફ્રિકાના પ્રવાસ દરમ્યાન નૈરોબીમાં તેઓ જેમના નિવાસસ્થાને ઊતરેલા તે નિવાસમાં કંઈક ભૂતપ્રેત જેવું થતું. મૃતઆત્મા એક યા બીજા સ્વરૂપે દેખા દઈ, રહીશોને હેરાન કરતો. એની શ્રી નાનાભાઈને જાણ થતાં, તેમણે મંત્રવિદ્યાથી એ મૃતઆત્માને વિદાય આપી, શાંતિ સ્થાપેલ. તેમણે લખેલા જીવનના પ્રસંગો ‘ઘડતર-ચણતર’માં વર્ણવેલ છે. તેઓ સ્ત્રી-સ્વાતંત્ર્યમાં માનનારા હતા. તેમ જ સમજાવટથી કામ લેવામાં માનનારા હતા.
શ્રી નાનાભાઈ ભટ્ટ શિક્ષણપ્રધાન બન્યા પછી રાજકોટમાં રહેવા આવેલા ત્યારે અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ વિચારવા, મંદિરપ્રવેશનો કાર્યક્રમ વિચારવા એક સભા રાજકોટની રાષ્ટ્રીયશાળાના પ્રવચનગૃહમાં યોજવામાં આવી (જેમાં પત્રકાર તરીકે અમે એટલે વજુભાઈ વ્યાસ પણ હાજર હતા) શ્રી નાનાભાઈ ભટ્ટે એ સભાનું પ્રમુખપદ લેવાની ના કહી અને કાંઈ પણ પ્રવચન કરવાની ના કહી. ઊભા થઈને એમણે એટલું કહ્યું, “હું અસ્પૃશ્યતામાં બિલકુલ માનતો નથી. તે ધર્મવિરોધી છે. અસ્પૃશ્યતા રાખવી એ અધર્મ છે. પૂ. ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું કલંક છે. પણ.....પણ આથી વધું હું કાંઈ કહી શકું એમ નથી. કારણ હિરજનવાસમાં જઈને હું મારા ઘરે આવું છું. ત્યારે મારી બૈરી કહે છે કે નાહીને પછી જ ઘરમાં ગરજો. હજુ હું ઘરવાળાંને અસ્પૃશ્યતા નિવારણની વાત ગળે ઉતરાવી શક્યો નથી એટલે
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
અહીં હું વિશેષ બોલી શકું તેમ નથી.....''
શ્રી નાનાભાઈ ભટ્ટ વૈદિક ધર્મના પણ મોટા અભ્યાસી હતા. પોતાના પૂજ્યગુરુ શ્રી નથુરામ શર્માને કારણે તેઓએ વેદકાલીન ગ્રંથો રામાયણ, મહાભારત, ભાગવદ્કથા, ગીતા, ઉપનિષદો આદિનો તલસ્પર્શી અભ્યાસ, ચિંતન, મનન કર્યાં હતાં અને એના પરથી તેઓએ અભ્યાસપૂર્ણ રામાયણ, મહાભારતના દરેક પાત્ર પર એક એક પુસ્તક લખ્યું, જે ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે. હજુ એ રામાયણ, મહાભારતનાં પાત્રોની કથાઓ વંચાય છે. લોકભોગ્યભાષામાં ભાગવકથા પણ તેમણે લખી અને અધ્યયન કરી બતાવ્યું. (સંતબાલજી મહારાજે પણ ભાગવદકથા લોકભોગ્ય ભાષામાં લખી છે.
શ્રી હરભાઈ ત્રિવેદીએ ૨૦ વર્ષ પછી ૧૯૩૯માં દક્ષિણામૂર્તિમાંથી છૂટા થઈને ઘરશાળા નામની શિક્ષણસંસ્થા સ્થાપી. એ જ અરસામાં શ્રી નાનાભાઈ ભટ્ટે આંબલા ગામમાં ગ્રામદક્ષિણામૂર્તિ શરૂ કરી. એ પછી સણોસરામાં વિશાળ ફલક પર ૧૯૫૮માં લોકભારતી નામની શિક્ષણસંસ્થા શરૂ કરી, જેમાં ચાલુ શિક્ષણ ઉપરાંત ગ્રામનેતૃત્વ કરનારા તેમ જ કૃષિવિદો તૈયાર કરવાનું શિક્ષણ અપાયું અને હજુયે અપાય છે. ઉદ્યોગ, ખેતી, ગોપાલન, વણાટ વગેરે શાખાઓમાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવાનું રાખ્યું. શ્રી ગીજુભાઈએ રાજકોટમાં અધ્યાપન મંદિર બેરિસ્ટર શ્રી પોપટલાલ ફૂડગરના સહકારથી સ્થાપ્યું. તેમની ઇચ્છા બાળવિદ્યાપીઠ અને બાળ જ્ઞાનકોશ સ્થાપવાની હતી, પરંતુ તેઓ ૧૯૩૯માં અવસાન પામ્યા. તે દરમ્યાન તેમણે ૧૭૪ જેટલાં નાનાં મોટાં પુસ્તકો પ્રગટ કર્યાં. તેઓ વલ્લભીપુર ટીંબાના રહીશ હતા, જે ટીંબાએ જૈન મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ, શ્રી બેચરદાસ પંડિત, શ્રી પ્રેમચંદભાઈ શાહ, શ્રી દેવશંકર બધેકા જેવાં વીરરત્નો જન્મ્યાં છે. શ્રી મૂળશંકર ભટ્ટ ૧૯૩૦થી ૧૯૩૯ સુધી ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ રહ્યા. તે પછી ઘરશાળામાં અને છેલ્લે સણોસરાની લોકભારતીમાં મુખ્ય આચાર્યપદે જોડાયા.
શ્રી નાનાભાઈ ભટ્ટે ગૃહપતિઓને પ્રશિક્ષણ આપવા ‘છાત્રાલય’ નામક સામયિક શરૂ કરેલું, જે લોકપ્રિય બનેલ. શ્રી નાનાભાઈ ભટ્ટ ઉંમરને કારણે પડી ગયા અને પથારીવશ હતા ત્યારે સ્વામી આનંદ એમને મળવા ગયેલા ત્યારે શ્રી ભટ્ટ સાથે સૂતાં સૂતાં શિક્ષણના સિદ્ધાંતોની ચર્ચા વિચારણા કરેલી જેનું પણ ગ્રંથસ્થ થયું છે. નાનાભાઈ ભટ્ટ ગાંધી શિક્ષણપ્રથા અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org