________________
સ્વપ્ન શિલ્પીઓ
સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધકો
૦ વજુભાઈ વ્યાસ, ૭ મનુ પંડિત
૩૬૭
તમસો મા જ્યોતિર્ગમય ।યુગોથી માનવજાતની આ અભીપ્સા રહી છે, કારણ કે પૃથ્વી પર સત્ય-અસત્ય, સ-અસદ્, પ્રકાશ-અંધકાર, પાપ-પુણ્ય, સારું-નઠારું, જીવન-મૃત્યુનાં દ્વંદ્ર શ્વાસ અને ઉચ્છ્વાસની જેમ નિરંતર ચાલી રહ્યાં છે. આ દ્વંદ્વો એક તરફ મોહ, માયા, ક્રોધ, લોભ, ઈર્ષા, અસૂયા, વૈર, હિંસાથી ખરડાયેલાં છે, તેમ બીજી તરફ એની સામે પ્રેમ અને કરુણા, સત્ય અને અહિંસા, દયા અને દાન, પરોપકાર અને ત્યાગ, સંયમ
વજુભાઈ વ્યાસ મનુ પંડિત અને સહકાર, સંપ અને સમાધાન જેવા સદ્ગુણો પ્રભાવ પાડી રહ્યા છે. આપણે એને આસુરી તત્ત્વો અને દૈવી તત્ત્વોથી ઓળખીએ છીએ અને પરાઈ પીડ જાણે એને વૈષ્ણવજન કહીએ છીએ. આ વિશ્વ એવી સવૃત્તિ, સદ્ગુણો, સદ્ભાવનાથી ટકી રહ્યું છે એમ સમજીએ છીએ.
જીવનનાં ઢંઢો રાતદિવસ અને મિનિટે–મિનિટે માનવજીવનમાં સંઘર્ષ, ઘર્ષણ, યુદ્ધ, અરાજકતા, આઘાત, પીડા અને તંગદિલી જન્માવ્યા કરે છે, ત્યારે સામાન્ય માનવી વિચારે છે કે આમાંથી બહાર કેમ નીકળાશે? એવે સમયે કોઈ ને કોઈ દૈવી તત્ત્વ માનવીને ઉગારવા આવી પહોંચે છે. સામાન્ય માનવીની સામાન્ય સમસ્યાનું સમાધાન આવી જ કોઈ થિયરીથી રચાયું હોય છે અને સિદ્ધાંતને અમલમાં મૂકનાર એવી જ કોઈ સામાન્ય વ્યક્તિ હોય છે એ તો આપણને પછીથી ખબર પડે છે! સમાજમાં અનેક સમસ્યાઓ હોય છે. આર્થિક, સામાજિક, ધાર્મિક કે માનસિક. એ અંધકારને ભેદવા માટે પથદર્શક પ્રકાશ પાથરનાર દીવડાઓ કુટુંબ, ગામ, નગર, સમાજ કે રાષ્ટ્રમાં ઝળહળતા જોઈએ છીએ. એમના જીવનની કોઈ ને કોઈ સવૃત્તિ-સદ્ભક્ષણસદ્ભાવના સામાન્ય માનવીને પથદર્શક પ્રેરણા પૂરી પાડે છે. જેમ અસદ્ કે અસત્યનો ફેલાવ છે તેમ સદ્ અને સત્યનો પણ તોટો નથી એ અત્રેનાં પૃષ્ઠોમાં અંકિત થયેલાં મહાનુભાવોનાં ચરિત્રો દર્શાવે છે. આપણને એ જીવનસાફલ્યના અવસર પ્રાપ્ત થાઓ એ જ ધન્યતા!
આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. કેળવણી વિષયક, જીવનચરિત્રાત્મક અને સ્મૃતિગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૨૫ નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીનાં આશ્રમવાસીઓ, અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપુત્રોનાં ચિરત્રો નોંધપાત્ર છે.
તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, તમારા માધ્યમ દ્વારા દેશનાં અજ્ઞાન, અક્ષરજ્ઞાનવિહોણાં, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrarv.org