________________
૩૫૬
શશિકાન્તભાઈ
તુષારભાઈ શશિકાન્તભાઈ
નિલેશભાઈ શશિકાન્તભાઈ કેન્દ્ર
હિતેનભાઈ
ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ તરીકેની તેમની સેવા, લોઢાવાળા હોસ્પિટલમાં વાઇસચેરમેન તરીકેની તેમની સેવા, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકેની સેવા, વર્ધમાન કો.ઓ. બેન્કમાં ચેરમેન, ત્રણ વર્ષ ડાયરેક્ટર તરીકેની સેવા, જૈનસંઘના દવાખાનામાં ટ્રસ્ટી તરીકેની સેવા, બહેરાંમૂંગાની શાળા, અંધઉદ્યોગ શાળા વગેરેમાં તેમની સેવા જાણીતી છે.
Jain Education International
વિકલાંગો માટે માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે લાખોનું દાન-જેમાં અસંખ્ય દર્દીઓ લાભ લ્યે છે. ગરીબ-અસહાય માણસો માટે સાધનસહાયક
અને આરોગ્યધામના આયોજન દ્વારા મોટી રકમની દેણગી આપી. અગરબત્તીના વ્યવસાયમાં ભારે મોટો વિકાસ કર્યો, બેંગલોરમાં બે ફેક્ટરીઓ સ્થાપી જે કાંઈ કમાયા તે દાનધર્મમાં સતતપણે દાનગંગા વહેતી જ રાખી. અગરબત્તીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા.
ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેનનું પણ ઘણું મોટું પ્રદાન રહ્યું છે. વર્ષો પહેલાં પ.પૂ.આ. શ્રી મોતીપ્રભ-સૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા અને શાસ્ત્રીનગરના જૈનદેરાસરમાં મૂર્તિપ્રતિષ્ઠામાં લાભ લીધો. વલ્લભીપુર પાસે તીર્થસ્થાન અયોધ્યાપુરમાં ભૂમિપૂજન, પ્રથમ શીલાસ્થાપન
સ્વપ્ન શિલ્પીઓ તેમના હાથે થયું. ભગવાનને સો કિલો ચાંદીના મુગટનો લાભ તેમણે લીધો. અયોધ્યાપુરમ્ પાસે પાણવી ગામે સાધુસાધ્વીઓની વૈયાવચ્ચ માટે ભક્તિધામ યોજનામાં લાભ લીધો.
૧૯૯૩-૯૪માં બેંગલોર–રાજાજીનગરમાં દેરાસર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠાનો લાભ લીધો. વડવા ભોજનશાળાના પ્રમુખ તરીકેનું તેમનું યોગદાન અને સેવા પ્રીતિપાત્ર બન્યાં છે. ભાવનગરની પાંજર પોળ, સ્મશાનગૃહ જેવી અનેક સંસ્થાઓના મોભી બન્યા છે.
આ દરેક કાર્યોમાં તેના ત્રણ પુત્રો શ્રી હિતેનભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી નીલેશભાઈ તથા પુત્રવધૂઓ અમીનાબહેન, નયનાબહેન અને અંજનાબહેન-એ સૌનો સહયોગ મળતો રહ્યો છે.
હમણાં છેલ્લાં વર્ષોમાં અયોધ્યાપુરમાં વિવિધ યોજનાઓમાં ભક્તિનો જે લાભ મળ્યો છે તેમાં જંબૂટ્ટીપવાળા પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ તથા બંધુબેલડી પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણા મુખ્યત્વે રહી છે.
માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે વિકલાંગ સાધનસહાયક કેન્દ્રમાં મુખ્ય સહયોગી બન્યા. પી.એન.આર. સોસાયટીમાં વાઇસચેરમેન તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે.
અંધ ઉદ્યોગશાળામાં, રામમંત્રમંદિર સંચાલિત એકતા હાઇસ્કૂલમાં આ પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. અનેક સમાજસેવી સંસ્થાઓના રાહબાર શ્રી શાન્તિલાલ કપૂરચંદ મહેતા
ગુજરાત ગૌરવ દિનના શુભ પ્રસંગે આપણા સમાજના જ એક અન્ય અગ્રણી ધર્માનુરાગી અને જીવદયાના હિમાયતી તરીકે સારી એવી ખ્યાતિ પામેલા અને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તેમજ અન્ય શૈક્ષણિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છેલ્લાં ૪૦ વર્ષથી
જેઓ જીવદયાના ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે તેવા જેસરનિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાનું પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાવીર જીવદયા
For Private & Personal Use Only
www.jainelibrary.org