________________
સ્વપ્ન શિલ્પીઓ
જેઠા કુરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઇજારાશાહી વહીવટનો અંત લાવનાર પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ. સી. એન્જિનિયર થયેલા ૭૯ વર્ષના શ્રીવ્હેરુભાઈ આધુનિક યુગ પ્રવાહ પ્રમાણે નૂતન અભિગમો વડે ૧૯૬૨-૬૩માં ફ્રેંચ ફેલોશીપથી આઠ માસ માટે ફ્રાંસના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાન-અમેરિકા, ૧૯૭૪૭૬માં પણ અમેરિકાના પ્રવાસે વખતોવખત જઈને જ્ઞાનઅનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી. સિહોરમાં ધંધાનો સારો વિકાસ કર્યો છે. તેમના પુત્ર કૈલાશભાઈ તથા પૌત્ર પ્રિતીશભાઈનો ધંધાના વિકાસમાં ઘણો જ અગત્યનો ફાળો છે. પ્રીતિશભાઈ મીકેનિકલ ડીપ્લોમાં કરી માર્કેટીંગનો કોર્સ કરી ધંધામાં પૂરેપૂરા સંકળાઈ ગયેલ છે.
ધીરે ધીરે પ્રગતિ કરતાં કરતાં ૨૦૦૮માં વાર્ષિક ધંધો લગભગ ૬૫ થી ૭૦ ટકા મરીન ઉદ્યોગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રિતીશભાઈના નવા પ્રોજેક્ટ સફળ રીતે વિકસાવવા બાબત ડૉ. ભૂપતભાઈ ઉંમર વર્ષ ૭૬ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યાં છે.
૭૦ વર્ષ પૂરા કર્યા પછી નિયમ લીધેલ છે કે હવે જે કાંઈપણ ડૉક્ટરને લગતું કામ કરવું તે સંપૂર્ણ સેવારુપે કરવું. કાંઈપણ ફી લેવી નહીં. પોતાની પ્રેક્ટીસ બંધ કરી હાલ બ્રહ્મકુમારીની હૉસ્પિટલમાં સેવા આપે છે. મુંબઈમાં બંને ભાઈઓ સ્વતંત્ર ધંધો કરી રહ્યા છે સાથે સમાજસેવાના કાર્યમાં કાર્યરત છે. આખોય પરિવાર ખૂબ જ ધર્મનિષ્ઠ અને પરોપકારી છે.
નિયમિત સેવા-પૂજા-દેવ-ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે બંધાયેલું છે. શ્રી લહેરુભાઈના નાનાભાઈ ડૉ. ભૂપતભાઈ મહેતાએ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. કેનેડા, શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. તાજેતરમાં અંધેરી વિસ્તારમાં થયેલ બ્રહ્મકુમારી સંસ્થાની હોસ્પિટાલની સ્થાપના કરવામાં તેમણે પ્રશંસનીય ફાળો આપ્યો છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાંતભાઈ મુંબઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ
Jain Education International
૩૫૫
શ્રી રવીન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. અને છેલ્લે મુંબઈ રહી માટુંગા જૈનસંઘમાં સેવા આપી રહેલ છે. મુંબઈમાં પોતાનો ધંધો હાર્ડવેર લાઈનનો છે. ખાનદાની, ખુમારી અને ખેલદિલીનાં ખમીરને સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે.
શ્રી શશિકાંતભાઈ મોહનલાલ મહેતા
ડોંબીવલીમાં શ્રી શશીકાંતભાઈએ નવલાખ મંત્રના જાપ કર્યા. પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં બરોડાકારેલીબાગમાં નાકોડાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, દેરી પણ બનાવરાવી. કાંદિવલીમાં ગૌતમસ્વામી પધરાવ્યા, વિવિધ પ્રકારનાં સાતેક પૂજન કરાવ્યાં, પાલિતાણા-ગુરુકુળ-તથા બાલાશ્રમમાં અને યશોવિજયજી ગુરુકુળ-મહુવામાં સારી એવી રકમ આપી. લોનાવાલામાં કેટલીક જમીન છે, જેના ઉપર દેરાસર બંધાવવાની ભાવના છે. ઉપરાંત સાધર્મિકભક્તિ અંગે પણ અવારનવાર દાનગંગા વહેતી રાખે છે. તેમનાં માતુશ્રી રંભાબહેનનો ચાર વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો, તેમની પણ ગજબની તપસ્યા હતી. આ પરિવાર તરફથી દરવર્ષે સરેરાશ બેથી અઢીલાખનું દાન અપાતું રહ્યું છે. ૨૦૫૭ના વૈશાખ માસમાં ગાર્ડન લેન-સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (મુંબઈ) મુકામે શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ, શ્રી ચકેશ્વરી માતાજી, શ્રી મહાલક્ષ્મી માતાજી એમ ત્રણ પ્રતિષ્ઠાઓ ધામધૂમથી કરાવી. દાનવીર, ધર્મપુરુષ
શ્રી શશિકાન્તભાઈ રતિલાલભાઈ
સેવાધર્મના ગુણો જેમની નસ-નસમાં વ્યાપેલા છે, સેવાનો કૂપ જે પરિવારના હૈયે હિલોળા લ્યે છે, સંઘર્ષ અને પુરુષાર્થ વડે જેમણે ભાગ્યદેવતાનાં દ્વાર ખખડાવ્યાં છે તેવા ભાવનગર જૈનસંઘના પ્રથમ હરોળના અગ્રણી શ્રી શશિકાન્તભાઈએ ઋજુ-હૃદયતા અને સમત્વભાવ સેવીને સેવાના ક્ષેત્રને જે રીતે વિસ્તાર્યુ છે તેમના આ દાક્ષિણ્યને અહોભાવથી વંદન કર્યા વગર રહી શકાતું નથી.
ત્રણ પુત્રોનાં શુભલગ્ન પ્રસંગે સ્નેહીઓ તરફથી આવેલી ચાંદલાની રકમ માનવસેવાના યજ્ઞમાં સમર્પિત કરી–જે રકમ લાખોની થવા જાય છે. આજના યુગમાં આવું યોગદાન આપનાર પરિવાર સમગ્ર સમાજનું બહુમાન મેળવે છે.
ઘણા જ કાર્યકુશળ અને સાહસપ્રેમી એવા શ્રી શશિકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ જનસમૂહમાં સારી એવી ખ્યાતિ પામ્યા છે. ભાવનગર ચેમ્બર
For Private & Personal Use Only
www.jainelibrary.org