________________
૩૧૮
ધર્મપત્ની કાન્તાબહેને પણ ધર્મની ઘણી આરાધનાઓ અને જાત્રાઓ કરી છે. તપશ્ચર્યાઓ પણ ઘણી કરી છે.
સ્વ. પોપટલાલભાઈના પરિવારમાંથી અરધાથી પણ વધારે (સભ્યો) પુત્રો, પૌત્રો બધા જ બોસ્ટન (યુ.એસ.એ.)માં રહે છે. કીર્તિભાઈની પરમાર્થભાવનાના ગુણો તેમના વારસદારોમાં સારી રીતે સચવાયા છે.
માણસ ધારે તો વેપારવાણિજ્યના ક્ષેત્રે હર્યુંભર્યું કરવા સાથે સમાજની પણ સેવા દ્વારા જીવનબાગને સાર્થક કરી જતા હોય છે. કીર્તિભાઈએ ઉદાર ભાવનાથી અનેક તીર્થસ્થાનોમાં સંપત્તિનો સદ્ઉપયોગ કર્યો છે. ગરીબો અને સાધારણ માણસો તરફ હંમેશાં તેમની અનુકંપા—લાગણીનાં દર્શન થતાં. કીર્તિભાઈના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ ચારેયનાં લગ્ન થઈ ગયાં છે. મોટો દીકરો શૈલેષ U.S.A. બોસ્ટનમાં તેના પત્નિ નયના અને પુત્રી અનિશા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. બીજો પુત્ર દીપક તેની પત્નિ જયશ્રીબહેન પુત્રપરિવાર સાથે રહે છે.
શ્રી કીર્તિભાઈની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ ધર્મ પ્રત્યેની ભક્તિ અને ઊંડી શ્રદ્ધામાં કેન્દ્રીત થયું હતું. ઉત્કટ ભાવના દ્વારા વેપારી આલમમાં ભવ્ય નામના કમાયા હતા.
વિરલ ગુણોના સંગમ સરીખા, અનેક ધાર્મિક સંસ્થાઓના મોભી કુમારપાળ વિ. શાહ ચિરંજીવો!
વિશિષ્ટ-કક્ષાના સાધુસંતોના મુખે, ઉદારસખી શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને સદાચારમય-જીવન જીવનારા વિદ્યાર્થીઓના મુખે, શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે.
જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા છે.
કામ હાથભર અને પ્રચાર વેંતભર પણ નહીં, અરે, આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર છે. જે કોઈ અવસરપ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં લીધું. પૂરું દિલ રેડીને એ કામ કર્યું; તન-મન-ધનને નિચોવીને, એ કાર્ય પાર પાડ્યું. જેવું, એ કામ પૂરું થયું કે તે ક્ષણે તેઓ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ એ સ્થાન છોડીને બીજે જતા જ રહ્યા હોય! કોઈ સ્થાનનું કે કોઈ વ્યક્તિનું વળગણ નહીં, મમત્વ નહીં.
એમનું જીવન અને જીવનકાર્ય, પારકા ઉપર અવલંબિત નથી રાખતા. જાણે કે—
“પોતાને તુંબડે તરીએ,
રૂડા–રૂપાળા સઢ કોકના તે શું કામના!” —એ એમની દૃઢ માન્યતા છે.
જીવનની પ્રેરણાનું અખૂટ ભાતું બાંધી આપતી આવી કેટલીયે કવિતા, તેઓ જીવે છે અને એમાંથી વારંવાર પ્રેરણા પામે છે :
ન
“માળો
બાંધ્ય,
મારા મન!
છાયાની
માયા શું, આપણે; આખું યે વન, કોઈ ડાળ પર, માળો ન બાંધ્ય, મારા મન!”
જ્યાં આપણું છે,
પોતાના કરેલા કામની અન્ય પાસેથી એક અક્ષર જેટલી પણ કદર કે પ્રશંસાની આશા કે અપેક્ષા નહીં’—આ એમનું વ્રત છે. વિરલા પાળી શકે—એવું આ વ્રત છે.
ગઈ ૨૬મી જાન્યુઆરીએ પ્રચંડ ભૂકંપ થયો અને કચ્છમાં સવિશેષ નુકશાન થયું ત્યારે કુમારપાળ ત્યાં દોડી ગયા. આ નવું ન હતું. તેઓ ઠેઠ બાંગ્લાદેશમાં શરણાર્થીઓની છાવણીમાં આમ જ દોડી ગયા હતા અને કામ પૂરું પાડ્યું હતું. અરે! આંધ્રનું વાવાઝોડું હોય કે પૂર હોય, લાતુરનો ધરતીકંપ હોય; કુમારપાળ ત્યાં દોડ્યા જ છે! વળી એમના કામમાં આંધળી દોટ પણ ન હોય. પૂરેપૂરી ચોક્કસાઈથી જોવે–તપાસેપ્લાન બનાવે પછી જ કામે વળગે. વિ.સં. ૨૦૪૧થી ત્રણ વર્ષ ચાલેલા ગુજરાતના દુષ્કાળમાં, તેઓનાં કેટલ–કેમ્પ જેવાં કામ જોઈ ગુજરાત સરકાર પણ, મોંમાં આંગળાં નાખી ગઈ! આ વ્યવસ્થા, આવી ચોક્કસાઈ, આવા હિસાબ-કિતાબ બીજે જોવા ન મળે.
આવાં અનેક કામો આવ્યાં અને તેઓએ કર્યાં, પાર પાડ્યાં. જેવું કાર્ય પૂરું થયું, કારણ ગયું કે,−બસ, પછી તેની વાત જ નહીં. આવું તેમનું જીવન છે. આવો તેમનો જીવનમંત્ર છે.
પાલનપુરના અમારા ચોમાસા પછી, તેઓ પરિચયમાં આવેલા. એકવાર, પ્રસિદ્ધ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીના ચેલા મુસાફિર પાલનપુરી સાથે વાતો કરતાં, કુમારપાળ વિ. શાહના વ્યક્તિત્વની વાત થઈ. તેમના ગુણોથી કવિ ખૂબ પ્રભાવિત થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org