SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પ્રભુ વિના કોણ ઉતારે પાર.... છે મિથ્યા સંસાર....પ્રભુ વિના....” “વારજે તું વારજે, તારો વેગ મનનો વારજે, મૂળથી અભિમાન ત્યાગી, મોહ મમતા મારજે...” * મીઠી મીઠી મોરલીવાળા કાનજી કાળા, છેલ છોગાળા, લટકાળા નંદલાલ....” ‘‘હેજી વહાલા, જાગો જાગોને જદુરાયજી, મોહન જોવે તે માગો, દર્શન આપો દાસને, ત્રિકમ આળસ ત્યાગો...” “કહેવું શું રે હવે તમને કાના, નંદકુંવર નથી નાના રે... કાનકુંવર નથી. પેલી અમશું પ્રીત કરીને, હિર ગયા છો મનડા હરીને વાલા બેઠા કૂબજાથી વરીને, ફેરો ને આવ્યો ફરીને રે.. કહેવું શું રે...... * “અમને એની થઈ ઓળખાણ જી એની થઈ ઓળખાણ, તનડાની મટી તાણાવાણ્ય. અમને એની થઈ... -- ભક્તકવિ શ્રી દુલા કાગ રચિત ભજનવાણી દુલા ભાયા કાગ : જન્મ વિ.સં. ૧૯૫૮, સોડવદરી. નિર્વાણ : ૪-૨-૧૯૭૭ વતન મજાદર. ભક્ત કવિશ્રી દુલા કાગ પોતાનાં લોકઢાળનાં ગીતો અને ભજનોને કારણે આપણા ગુજરાતના ભજનિકો–કથાકારો અને ચારણી સાહિત્યના કલાકારોમાં વિખ્યાત છે. ભજન જ એમના કાવ્યસર્જનનો છેલ્લો વિસામો બની રહ્યાં. ગુજરાતનાં ગામડે ગામડે કવિ કાગનાં ભક્તિગીતો ગુંજવાં લાગ્યાં, ભાવિક ભક્તો ભજનિકોની ભજનમંડળીઓમાં આજે પણ કાગ રચિત ભજનઢાળની અને લોકઢાળની રચનાઓ ગવાય છે. ‘કાગવાણી’ના તમામ ભાગોમાં તપાસ કરીએ તો એકસોથી પણ વધુ ભજનો જોવાં મળે છે, જેમાં લગભગ Jain Education Intemational ૨૯૫ તમામ રચનાઓ ઉપર જૂની પારંપરિક ભજનવાણી કે લોકગીત, લગ્નગીત, રાસ, ગરબા, ધોળ, કીર્તનના સાઠ જેટલા ઢાળો. આ કવિએ નોંધ્યા છે અને પોતાના સર્જનમાં અને ગાનમાં બરાબર પકડ્યા છે. આ પ્રકારની કાવ્યરચનામાં ટેક પંક્તિ કે ઉપાડ મહત્ત્વનો ભાગ ભજવે છે એ કિવ બરાબર જાણે છે. ઘણાં ભજનોની શરૂઆતની પંક્તિઓ ખૂબ જ આકર્ષક છે. આ ભજનોમાં કવિએ જૂના ભાવો જ વ્યક્ત કર્યા છે. ઈશ્વરનું–પરમાત્માનું અકલિત રૂપ, તેની માયા, પ્રભુની દયા, જગતની રચનામાં, આ સૃષ્ટિના સર્જનમાં તેનું કૌશલ વગેરે વિષયો કવિએ મુખ્યત્વે લીધા છે. કવિ કાગની વાણીમાં આવાં ઘણાં તત્ત્વોની ધારા જોવા મળે. જીવનભર ભજનમાં જીવ્યા. સંતો, મહંતો, કવિઓ, કલાકારો, ભજનિકોની વચ્ચે જ રહ્યા, રામાયણના અઠંગ અભ્યાસી, લોકવાણીના પરખંદા મરમી અને શબ્દબ્રહ્મના સાધક ચારણી–ડિંગળી સાહિત્યની ઝડઝમકની સાથોસાથ આપણા ભનિક લોકસંતોની વાણીની સહજ–સરળતા એમની રચનાઓમાં જોવા મળે. ભારતીય ધર્મ-સંસ્કૃતિનું તત્ત્વજ્ઞાન એમાં ઝિલાતું આવ્યું છે. કાગવાણીના પ્રથમ ભાગની પાંચમી આવૃત્તિની પ્રસ્તાવનામાં કવિશ્રી કાગ જણાવે છે તેમ “ભજનોનું સર્જન કેવળ તેમના પોતાના આત્માના આનંદ માટે જ થયેલું. બાળપણથી જ જેણે ઉઘાડા પગે ગાયો ચારવાનાં વ્રત લીધાં હોય અને રામાયણની બધી ચોપાઈઓ કંઠસ્થ હોય અને મહાસંત મુક્તાનંદજીનો સિદ્ધ પંજો જેની ઉપર પડ્યો હોય એની કાવ્યસરવાણીમાંથી ભજનોની ધારા ન વછૂટે તો જ નવાઈ કહેવાય. મેઘાણીભાઈએ કહ્યું છે તેમ : “નાનપણથી જ અધ્યાત્મના વાયરા વાયેલા.'' કવિ કાગની ભજનરચનાઓને આપણે છએક વિભાગોમાં વહેંચી શકીએ. ૧. સંસારની અસારતા તથા ક્ષણભંગુરતાનું ગાન કરનારાં ભજનો. ૨. પરબ્રહ્મ પરમાત્માની અકળ લીલા વર્ણવતાં ભજનો. ૩. રામાયણ-મહાભારત આદિ પુરાણગ્રંથોના પ્રસંગોનું આલેખન કરતાં ભજનો. ૪. ગાંધીજીને ઉદ્દેશીને અથવા ગાંધીજીના કાર્યને, મનોભાવોને પકડીને બિરદાવનારા રાષ્ટ્રીય રંગે રંગાયેલાં ભજનો. ૫. તત્કાલીન જન સમુદાયનાં દુઃખદર્દો, યાતનાઓ, પીડાઓને વર્ણવતાં ભજનો. ૬. વિવિધ વિષયો–પ્રસંગોને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પ્રચારશૈલીનાં ભજનો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy