________________
સ્વપ્ન શિલ્પીઓ
શબ્દબ્રહ્મના સાધકો, અલખના સ્વરના ઉપાસકો
આરાધકો,
સંસારની ક્ષણભંગુરતાને પામી જઈ ભવસાગરની ભવાટવીમાંથી નીકળી જનારા કેટલાક નરબંકાઓના મંગલ જીવનને ઉજાગર કરતી આ લેખમાળા રજૂ કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુ, ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટીવી, રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેન્ટ્રી આપનારા તત્ત્ત કલાકાર છે. તેઓ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે અને પ્રસારભારતી આકાશવાણી, રાજકોટની કાર્યક્રમ માર્ગદર્શક કમિટિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે.
૨૮૩
તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે સત્તર જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ઘોઘાવદર ગામના વતની શુદ્ધ ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી, આચાર્ય, સાહિત્યકાર કવિશ્રી વલ્લભભાઈ રાજ્યગુ‡ને ત્યાં માતા વિજયાબહેનની કૂખે તેમનો જન્મ તા. ૨૪-૧૨-૧૯૫૪ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદ૨માં, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ગોંડલમાં મરમી કિવ મકરન્દ દવેને ત્યાં રહીને તથા અનુસ્નાતક અને પીએચ.ડી કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રહીને પૂર્ણ કર્યો.
—ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભજનિક સંત કવિ દાસી જીવણનાં જીવન અને કવન વિષે તૈયાર કરેલો મહાનિબંધ ભજનસાહિત્યનાં સંશોધનક્ષેત્રે અનન્ય ગણાયો છે, રાષ્ટ્રીયકક્ષાની ડૉ. હોમીભાભા ફેલોશિપ, સાહિત્ય અકાદમી ફેલોશિપ, કવિશ્રી કાગ એવોર્ડ, શિવમ્ એવોર્ડ, દાસી જીવણ એવોર્ડ, ભુવનેશ્વરી એવોર્ડ જેવાં અનેક સમ્માનો તેમને મળ્યાં છે.
Jain Education Intemational
ગોંડલથી સાત કિલોમીટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા આનંદ આશ્રમમાં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રત ભંડાર, ૬૦૦ કેસેટસ્માં પરંપિરત ભક્તિસંગીત-લોકસંગીતનાં ધ્વનિમુદ્રણ સચવાયાં છે. છેલ્લાં વીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. હાલમાં આશ્રમમાં અઢાર ગાયોની ગૌશાળા કાર્યરત છે, જેના દૂધમાંથી ઘોઘાવદર ગામનાં પાંત્રીશ ગરીબ કુટુંબોને મફત છાશ આપવામાં આવે છે અને તદ્દન રાહતભાવથી માત્ર ૧૪ રૂપિયે ૧ લિટર ગાયનું દૂધ ગરીબ કુટુંબોને અપાય છે. સાહિત્યસંશોધન, વૃક્ષઉછેર, ગૌસેવા, પક્ષીઓને ચણ તથા અંધઅપંગ બિમાર પશુ-પક્ષીઓની સારવાર જેવાં સત્કાર્યો માટે બેન્ક ઑફ ઇન્ડિયા ગોંડલ શાખામાં ‘આનંદ આશ્રમ ઘોઘાવદર'ના નામથી ૩૧૧, ૫૧૦૧ ૦૦૦ ૧૩૮૮૯ નંબરથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરથી પૂર્વમાં સાત કિલોમીટરના અંતરે ગોંડલ આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલું આ નાનકડું ગામ સંતકવિ દાસી જીવણના જન્મ અને સમાધિસ્થળ તરીકે જાણીતું છે. બાળપણથી જ પિતાજીના મિત્ર હોવાને નામે મરકન્દ દવે, ઉમાશંકર જોષી, અમૃત ઘાયલ, પ્રજારામ રાવળ, મનુભાઈ ‘સરોદ', જયમલ્લ પરમાર વગેરે સાહિત્યકારો, અવારનવાર ઘોઘાવદર આવે એટલે સાહિત્યક્ષેત્ર સાથેનો જીવંત સંપર્ક, ઘરમાં જ ત્રણેક હજાર ગ્રંથોનું ગ્રંથાલય, આઠમા ધોરણથી માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસ કરવા ગોંડલ જવાનું થયું. મરકન્દભાઈને ત્યાં જ સતત આઠ
For Private & Personal Use Only
www.jainelibrary.org