________________
સ્વપ્ન શિલ્પીઓ
વિવિધઠ્ઠોત્રની વંદનીય વિભૂતિઓ
—ડૉ. ભારતી શેલત
માનવીને પોતાના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર એ પ્રત્યેક પરત્વે કેટલુંક ઋણ અદા કરવાનું હોય છે. એ ઋણમાંથી મુક્ત થવા કેટલાક પોતાને કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિઓ, જ્ઞાન, કળા કે બેસુમાર ધનસંપત્તિ કે દૈવી સંપદાનો ઉપયોગ જનહિતાર્થે કરીને પાયાના પથ્થર બની જગત સામે એક ઉમદા અને પ્રેરણાદાયી આદર્શ રજૂ કરી દેતા હોય છે. પોતાની વૈયક્તિક સંપદાને સમાજને ચરણે ધરી દેતી આવી વ્યક્તિઓ સમય આવ્યે અસાધારણ બની જતી હોય છે અને અનેકનાં હૈયાંમાં ચિરંજીવ યશ પ્રાપ્ત કરી લે છે.
૨૩૧
આધ્યાત્મિક અને સેવાભાવના એ ચારિત્રજીવનનાં પવિત્ર સોપાનો છે. સેવા
જીવનની એ તેજસ્વી પગદંડી ઉપર એક સ્વસ્થ નીરોગી સમાજની રચના માટે નિરંતર સેવાયજ્ઞની ધૂણી ધખાવનાર એવી અનેક વંદનીય વિભૂતિઓએ જગતની કોઈ કીર્તિ-કામના વગર દિલથી જે કામ કર્યું છે તે ખરેખર તો અનુપમ અને અદ્ભુત છે. આ લેખમાળાનાં પાત્રોના પરિચયો આપણી ધર્મભાવના, સાંસ્કૃતિક-ગરિમા અને ખમીરનો સુપેરે પરિચય કરાવે છે. સમાજસેવાના ક્ષેત્રમાં ભલે જુદા ઉપક્રમો, જુદાં ધ્યેય-સંકલ્પો કે જુદી રીત-રસમો હોય છતાં મહામાનવધર્મના વિચારછત્ર હેઠળ આ વંદનીય વિભૂતિઓ ખરેખર તો સમાન આદરપાત્ર બની રહે છે.
આ લેખમાળાનું આલેખન કર્યું છે ડૉ. ભારતીબહેન શેલતે.
સંપાદનકાર્ય : ‘શ્રીમદ્ ભાગવત પુરાણ' સમીક્ષિત આવૃત્તિના સંસ્થાના પ્રોજેક્ટમાં એક સંપાદક તરીકે કાર્ય કર્યું. એના ગ્રંથ ૨ અને ગ્રંથ ૩ (સ્કંધ ૮)નું સંપાદન કાર્ય, સંસ્થાના સંશોધન ત્રૈમાસિક ‘સામીપ્ય’ જર્નલનું સંપાદન, ‘પથિક' ઇતિહાસ-પુરાતત્ત્વ ત્રૈમાસિકનું સંપાદન, ‘ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક’નું સંપાદન, ગૂજરાત વિદ્યાપીઠના ત્રૈમાસિક ‘વિદ્યાપીઠ’નું સંપાદન, દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ સંસ્થા દ્વારા ગ્રાંટ મળતાં હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ‘અમદાવાદની ભો. જે. વિદ્યાભવન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ ‘અમદાવાદના જૈન પ્રતિમા લેખો'નું સંપાદન કર્યું. વિષયનિષ્ણાત : ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા
અને સાહિત્ય.
પ્રકાશનો ઃ ‘ભારતીય સંસ્કારો’, ‘આદિમ સમાજોની સંસ્કૃતિઓ’, ‘ભારતનો આધ ઇતિહાસ’, ‘કાલગણના’, ‘ગુજરાતના અભિલેખો’, ‘જૈન પ્રતિમા લેખો’, રૂપમંજરીનામમાલા'નું સંપાદન, ‘સંસ્કૃત પ્રાકૃત હસ્તપ્રતોનું કેટલોગ', ‘હરિપ્રસાદ શાસ્ત્રી અભિનંદન ગ્રંથ', રસિક–ભારતી', ‘કે. કા. શાસ્ત્રી શતાયુરભિનંદન ગ્રંથ’, ‘ભો. જે. વિદ્યાભવનના સિક્કાઓના કેટલોગ’, ‘કે. આર. સંત મેમોરિયલ સેમિનાર'નાં પ્રોસિડિંગ્સ, ‘ગુજરાતના શિલાલેખો અને સિક્કાઓ', ગિરધરભાઈ મ્યુઝિયમ, અમરેલીના સિક્કાઓનું કેટલોગ' જેવા ગ્રંથોનું લેખનકાર્ય અને પ્રકાશન. ૩૦૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન. વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં સંશોધનપેપરો રજૂ કર્યાં. સંસ્થામાં સેમિનારોનું આયોજન કર્યું. હજુ તેમની આ પાકટ વયે પણ સંશોધનનું કામ ચાલુ જ છે. ધન્યવાદ
—સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org