________________
૨૫૬
એમનો યુવાન પુત્ર સ્નાન કરવા બેઠો. સ્નાન કર્યા પછી એને પોતાની નવી હીરાની વીંટી યાદ આવી. પોતે જ્યાં મૂકી હતી એવો એને જે ખ્યાલ હતો ત્યાં વીંટી ન મળી, આજુબાજુ તપાસ કરી તો પણ ન મળી. ઘરના નોકરોને પૂછપરછ કરી. સૌ કહે “અમોએ જોઈ નથી.” એને ઘરના નોકરો પર શંકા ગઈ, એણે તુર્તજ પોલિસ સ્ટેશન પર ફોન કર્યો. થોડીવારમાં પોલીસની ટુકડી આવી ગઈ. ઉમેદલાલભાઈ ઘરમાં જ હતા. બધી જ પરિસ્થિતિ એના ખ્યાલમાં આવી ગઈ. ઘરનો નોકરવર્ગ ‘કૌટુમ્બિક પુરુષ' કહેવાય એવા કલ્પસૂત્રશાસ્ત્રનાં વયનો એના ખ્યાલમાં જ હતા. એમના પર શંકા-એમને પોલીસની કનડગત એ કલ્પી પણ ન શક્યા. પોલીસોની સાથે સભ્યતાપૂર્વક વાત કરી એમણે એમને રવાના કર્યા. પૌદ્ગલિક ચીજ ખાતર મનુષ્યપ્રેમને થોડો જતો કરાય? ત્રણ-ચાર દિવસોમાં જ બાથરૂમની પાણીની ખાળમાંથી વીંટી અકબંધ પાછી મળી ગઈ. ઉમેદલાલજી પોતાનો ઔચિત્યગુણ બચી જવાથી ખુશખુશાલ હતા; પુત્ર વીંટીની પુનઃ પ્રાપ્તિથી. (સત્ય હકીકત) ના, અન્યાયનું અમોને ન ખપે!
આ વાત લગભગ વિ.સં. ૨૦૫૫ની છે, નડિયાદના સર્વગુણગણસુંદર-ત્રિભુવનભાનુ પરમાત્માના ભક્તિકારક, સજ્જન, સગૃહસ્થ દલસુખભાઈની આ વાત છે. એમની ઉંમર ૭૦ વરસ ઉપરની થઈ. એમની પાસે ભાડા પર રાખેલી બે વખાર હતી. ૫૦ વરસથી આ વખારનો કબજો એમની પાસે હતો. એક દિવસ આ વખારનો માલ બધો ખાલી કરી એમણે આ વખારનો કબજો મકાનમાલિકને આપતાં જણાવ્યું “મારી હવે ઉંમર થઈ છે, મારા છોકરાઓ મારા કહ્યામાં હાલ તો છે જ પણ મારા મરણ પછી એઓ આ વખારો “રહે તેનું મકાનકબજો બળવાન છે’ વગેરે કાયદાઓનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે એમાં મને અન્યાય-અનીતિનાં દર્શન થાય છે અને એવું ન બને એટલે જ આ વખારોનો ખાલી કબજો તમને સોંપી દઉં છું, તમો એ સંભાળી લો, અમારે અન્યાય અનીતિનું કાંઈ ન ખપે.' હા! માનવતાના આવા દીવડાઓ હજી પણ ટગમગતા રહી પ્રકાશ પાથરી રહ્યા છે. એ ખૂબ પ્રસન્નતાની વાત છે.
શાંતિભાઈની સત્યનિષ્ઠતા
“શાંતિલાલભાઈ! તમારા ખાતામાં રૂા. ૩૦૦૦=૦૦ પેઢીના ચોપડામાં દેવાના નીકળે છે, એ ભરાઈ જાય તો સારું.” સંઘની પેઢીવાળાએ એક સુશ્રાવકને ઉઘરાણી કરી. શાંતિભાઈને
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ આ રકમ પોતે ભરપાઈ કર્યાનો ખ્યાલ હતો એટલે કહે, “જોઈને કહું છું.” પછીથી એ પોતાની પાસેની રૂ।. ૫૦૦૦=૦૦ પાંચ હજારની પહોંચ લઈને આવ્યા. પેઢીના હોદ્દેદારોને બતાવી કહે કે “મેં સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે, આ બાબતમાં મારે કાંઈ જ દેવાનું બાકી નથી. પેઢીના હોદ્દેદારોએ પોતાની ડુપ્લીકેટ પાવતી–બુક કઢાવીને જોયું તો ઉપરની પાવતીમાં રૂા. પાંચ હજાર લખેલા અને નીચેની કાર્બન પાવતીમાં માત્ર બે હજારની રકમ લખેલી હતી. બન્ને જણા રસીદ ફાડનારની બેવફાઈ સમજી ગયા. એ પ્રશ્નને બાજુમાં રાખીને જ શાંતિભાઈની પ્રામાણિકતા બોલી ઊઠી, “મારા ખાતામાં રૂા. ૩૦૦૦=૦૦ બાકી બોલે છે, આ લો રૂપિયા અને મારું ખાતું ચોખ્ખું કરો.” પેઢીના વહીવટદારની ‘ના' છતાં શાંતિભાઈની સચ્ચાઈ પૈસા ચૂકવવા મક્કમ જ હતી. (ધાર્મિક પેઢીમાં નીચેની પાવતીમાં તથા નીચેના ચેકમાં બન્ને બાજુ સીધું-અવળું લખાય એવા બન્ને બાજુ શાહીવાળા કાર્બન વાપરવાની કાળજી ખાસ કરવા જેવી છે). (સત્ય હકીકત) વસુંધરા બહુરત્ના શાથી?
“ન્યાય-નીતિ એ જ ધન-લક્ષ્મીપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે” એવાં આર્ષપુરુષોનાં વચનો પર પરમ વિશ્વાસવાળા અને મરીન લાઇન્સ–મુંબઈના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પરમ ભક્તિવાળા એક સગૃહસ્થની આ વાત છે. પોતાનો ફિક્સડ ડિપોઝિટ ૨સીદ (બાંધી મુદતની થાપણ)ના દલાલીનો વ્યવસાય કરતા આ સજ્જન પાસે એક બહુ મોટી કંપનીના હિસાબની ભૂલના એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા વધારાના આવ્યા.....અન્યાયનો પૈસો કાચા પારાની જેમ પચાવવો કિંઠન છે એવા સદ્ગુરુઓના વચન પર વિશ્વાસવાળા આ ન્યાયપ્રિય ગૃહસ્થે ચેક દ્વારા કંપનીને તમામ રકમ પરત કરી. કંપનીના સ્ટાફનો આ સજ્જન પરનો વિશ્વાસ અતિ દૃઢ બન્યો. આવા સદ્ગુણીઓથી જ વસુંધરાને બહુરત્ના કહેવાય છે ને? એમનું શુભ નામ પાટણવાળા હર્ષદરાય પન્નાલાલ શાહ. ભૂરિ અનુમોદના! એમણે પૂર્વે પણ આ રીતે મોટી રકમ પરત કરેલી. અનુમોદનીય સત્ય વિગત
એમનું નામ હસમુખભાઈ ચીમનલાલ શાહ-પાટણવાળા હાલ મુંબઈ પૂ.પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર મ. તરફથી એમને નવકારમંત્રનો આમ્નાય મળ્યો છે અને એઓ હાલ દરરોજ ૫૦૦૦ નવકાર ગણે છે. એમની ટોટલ ૭ કરોડ
For Private & Personal Use Only
www.jainelibrary.org