________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૮૫
યશસ્વી બારી પ્રતિભાઓ
યશવંત કડીકર
ભારતીય સાહિત્યના વારસામાં ધર્મ અને સેવા સંસ્કૃતિને ક્ષેત્રે નારીએ હંમેશાં પૂજ્યતાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુણવંતી નારીની દેવો પણ પૂજા કરે છે. સમાજની આધારશિલાઓથી જ ધરતી સદા પ્રફુલ્લિત રહી છે.
ગુજરાતે સમયે-સમયે એવાં ગુણીય નારીરત્નો આપ્યાં જેમનાં વિનયવિવેક અને શીલ-સંસ્કારની ઊજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અખ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. સેવા-સદાચારની આ પવિત્ર ગંગોત્રીઓનાં જીવનગાન, એનાં મૂલ્યો, આદર્શો ખરેખર મહાન અને દેદીપ્યમાન હતાં. ધર્મ અને સમાજના ઉત્થાનમાં આ નારીશક્તિએ સહાય કરી છે.
ભૂતકાળમાં અનેક નારીઓએ વિશાળ સમૂહના અભ્યદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કમળથી પણ કોમળ એવા એમના સગુણોએ વાત્સલ્યનાં ઘોડાપૂર વહાવ્યાં હતાં. સરળ અને સાત્ત્વિક એનાં મનોબળ હતાં. અમૃત વરસાવતી એમની પ્રેમાળ દૃષ્ટિ હતી. પ્રજ્ઞાજ્યોતિ સમાં આવાં નારીરત્નોની અમર દેન યુગો સુધી પ્રેરણાના અક્ષયસ્ત્રોત સમી બની રહેશે. ગઈ કાલની ગરિમાની એ ગૌરવગાથા આપણી આંતરસૃષ્ટિમાં સતતપણે આજે પણ ગુંજતી રહી છે.
વર્તમાનમાં પણ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી, નેતૃત્વશક્તિ અને આચરણશુદ્ધિ જેવા ગુણોનું દર્શન થાય છે. પ્રસ્તુત થયેલી આ લેખમાળાના પરિચયમાં પ્રભાવશીલતાનું હાર્દ જોવા મળે છે, જે સમસ્ત નારીવૃંદને એક આદર્શ પૂરો પાડે છે. તેજસ્વી નારીરત્નો વડે દીપ્તિમંત બનેલી ઉજ્જવળ પરંપરાનું ભાવિ પણ એટલું જ ઊજળું બની રહેશે. સંસારની સમસ્ત તરુણીઓ માટે આ પરિચયો પ્રેરણાનાં નવાં જ પરિમાણ ખોલી આપે છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે
શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતું નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું “કડી’ ગામ, એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક શાહ’ છે, પણ વતનની મમતાએ તેમને “કડીકર' બનાવ્યા છે.” ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સમ્માનિત થયા છે. એમનાં ૩૫૦ ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, જેમાં ૧૭૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલાં પણ બાળસાહિત્યના ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય-સાહિત્ય, નવલકથા-કટારલેખન-નિરંતર શિક્ષણ, અગોચર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો, જેમાં બાળસાહિત્યનાં ૧૭૫
જરાતી સાહિત્યને અર્પણ કર્યા છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદ' “ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org