________________
૧૭૪
પ્રહલાદભાઈ બ્રહ્મભટ્ટ
શ્રી
પ્રહલાદભાઈ
દામોદરદાસ બ્રહ્મભટ્ટ. મૂળ વતન : તારાપુર (તા. ખંભાત) હાલ : આઝાદ સોસાયટી, એલિસબ્રિજ,
અમદાવાદ-૬
પત્રકારિત્વ ક્ષેત્રે લાંબા સમયથી કેટલાંક પોતાનું નામ રોશન કરી રહેલાં છે. તેમાં શ્રી પ્રહલાદભાઈનું સ્થાન પણ ઉચ્ચ સ્થાને છે. ગુજરાતના સૌથી જૂના દૈનિક સંદેશ’માં સામાન્ય રિપોર્ટર તરીકે જોડાઈને ખંત અને નિષ્ઠાપૂર્વક એ ક્ષેત્રમાં રસ લઈને સહતંત્રી સુધીના સ્થાન પર પહોંચેલા. ૧૯૩૦ની પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉપાડેલી ઐતિહાસિક દાંડી કૂચના હેવાલો તેમણે પગપાળા સાથે ફરીને તેમના પત્રને આપ્યા હતા, જે ખૂબ લોકપ્રિય બનેલા. આ રીતે આગળ વધી સંદેશ લિમિટેડના સાંજના દૈનિક પત્ર ‘સેવક'ના સહતંત્રી સ્થાને નિમાયા હતા અને એ સ્થાને તેઓ લાંબો સમય રહ્યા. સાપ્તાહિક ‘આરામ' પત્રના સંપાદકસ્થાને પણ રહ્યા હતા. ‘સંદેશ' લિ.ની મેનેજિંગ એજન્સી બોડીવાળા એન્ડ કાં.ના એક ભાગીદાર પણ બન્યા હતા. લાંબો સમય ‘સંદેશ'માં રહ્યા. હજારના દાન, તેમજ કડીની ઝવેરી હાઇસ્કૂલને રૂપિયા નવ-દસ હજારની કિંમતના વિવિધ ભાષાનાં પુસ્તકો બે કબાટો સાથે અને મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ તથા વડોદરાની શ્રી દાજીભાઈ છાત્રાલયની સંસ્થાને તેમજ કડીની સાર્વજનિક લાઇબ્રેરીઓના આશરે એકાદ હજારની કિંમતનાં પુસ્તકો ભેટ આપ્યા હતાં. પછી ૧૯૫૦માં ‘સંદેશ’ છોડ્યું અને વડોદરાના નવા સ્થપાયેલ ‘લોકસત્તા' દૈનિકની બે વર્ષ સુધી સઘળી જવાબદારી સંભાળી. ૧૯૫૩માં અમદાવાદમાં ‘જનસત્તા' શરૂ થયું તેમાં સહતંત્રી તરીકે જોડાયા અને લોકસત્તા-જનસત્તાના ગ્રુપનાં તમામ પ્રકાશનોના સહતંત્રી તરીકે કામ કરેલું. આ રીતે તેમણે પત્રકારત્વના ક્ષેત્રે વર્ષોના અનુભવે સારી પ્રગતિ સાધી હતી.
શ્રી પ્રહલાદભાઈ માત્ર પત્રકારિત્વક્ષેત્રે સેવા બજાવી સંતોષ પામ્યા નથી, પરંતુ તેમનો લેખનવ્યવસાય પણ બહોળો હતો. તેમણે ૧૮ જેટલી નવલકથાઓ, ૭ જીવનચરિત્રો તથા ૭ નવલિકાસંગ્રહો લખ્યા અને તે પ્રગટ પણ થયેલા. એ રીતે તેમણે
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ સાહિત્યકાર તરીકે પણ સારી ખ્યાતિ મેળવી. તેમના એક નવલિકાસંગ્રહ ઉમાની વાર્તા પરથી ‘સજની' નામનું ચિત્રપટ તૈયાર થયું હતું. જ્યારે ‘સાધના અને સિદ્ધિ' નામની નવલકથા ઉપરથી યહ ધરતી હૈ બલિદાનકી' નામનું ચિત્રપટ તૈયાર થયું. ‘નેતાજી’ નામના જીવનચરિત્રની સાત આવૃત્તિઓ થઈ અને હિંદીમાં પણ તેની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. ‘અરમાનના નગારાં' અને ‘સાધના અને સિદ્ધિ'ની હિંદી આવૃત્તિઓ પણ થઈ. ૧૯૩૫-૩૬ના અરસામાં પ્રસિદ્ધ થયેલા ‘બ્રહ્મભટ્ટ’ માસિકના સ્થાપકતંત્રી હતા અને તેના આજીવન સભ્ય આ રીતે જ્ઞાતિપ્રવૃત્તિઓમાં અગાઉ સારો રસ લીધેલો હતો.
અમદાવાદમાં આઝાદ હાઉસિંગ સોસાયટીના તેઓ સ્થાપકસભ્ય હતા અને વર્ષો સુધી તેના પ્રમુખપદે રહેલા. આ સોસાયટીમાં તેમણે પોતાનો બંગલો ઘણાં વર્ષો પહેલાં બંધાવ્યો હતો. આઝાદ કન્ઝ્યુમર્સ કો. સ્ટોર્સના ચેરમેન પણ હતા. ગુજરાત વ્યવસાયી પત્રકાર સંઘના સૌ પહેલા પ્રમુખ હતા, ગુજરાત યુવાન સાહિત્ય સભાના પ્રમુખ હતા.
પ્રજા પ્રહરી વિધાશંકર આચાર્ય
એમનો જન્મ સં. ૧૯૧૪ના ભાદરવા વદ ૬ના રોજ પાટણ પાસેના સંખારી ગામે તેમના મોસાળમાં થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ માણેકબાઈ હતું. તેમના પિતા સુરતમાં એક મોટા ઝવેરીને ત્યાં મુનિમ હતા. શ્રી વિદ્યાશંકરભાઈનાં માતા તેમને સવા વર્ષના અને પિતા ચૌદ વર્ષના મૂકીને અવસાન પામેલ. તેઓનું સગપણ સુરતમાં જ થયું હતું. તેમના સસરા ગૌરીશકંર ૠગનાથજી પંડિત સુરતના નવાબના મુન્શી હતા. તેઓ વિદ્યાવ્યાસંગી હોવાથી વિદ્યાશંકર ભાઈના પિતાના સ્વર્ગવાસ પછી શિક્ષણ પર પૂરતી દેખરેખ રાખતા. વિદ્યાર્થી અવસ્થામાં તેઓ ઘણા ચપળ હતા નહીં અને તેથી તેમના સસરા તેમને પોતાને ત્યાં રાખી પૂરતી દેખરેખ રાખતા અને શિક્ષણ માટે પણ ખાસ લક્ષ આપતા હતા.
આ અરસામાં તેમના સસરાનું અવસાન થતાં જવાબદારી કૌટુમ્બિક તેમના શિરે આવી તેથી વિદ્યાભ્યાસ છોડી દેવો પડ્યો હતો અને જીવનપ્રવૃત્તિમાં પડ્યા, શરૂઆતમાં તેઓએ શિક્ષક તરીકે સુરતમાં કામ સ્વીકાર્યું અને સાત રૂપિયાથી શરૂઆત કરી પચીસ સુધી પહોંચ્યા ત્યાંથી જકાત ખાતામાં ત્યાંથી નવાબના સેક્રેટરી તરીકે, એમ જુદે જુદે સ્થળે નોકરી કરી. આ પ્રસંગે પણ તેમને લખવા-વાંચવાનો અને
For Private & Personal Use Only
www.jainelibrary.org