SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રતિકૂળતાને અવગણીને પૂજ્ય ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશા ત્રણ વ્યાખ્યાનો યોજીને શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યો. સૌ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ અને કોઈ પણ સમુદાયના ગુણીયલોનાં ગુણો પ્રત્યેનું બહુમાન અને અપૂર્વ અનુમોદના કરવાનો જબરદસ્ત ગુણ હતો. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલિતાણામાં ‘મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. સં. ૨૦૧૫માં મુંબઈ–સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતી જૈન સિદ્ધાંત’ માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાસ્ત્રોની યુક્તિપ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની સાથે રહી; ત્યાંની તથા આજુબાજુમાં આવેલી તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગર-સૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉજ્જૈન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે મુજબ છે : ૧. પરમાત્મા વીરપ્રભુની ૨૫૦૦મી નિર્વાણકલ્યાણકની ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી ૫૦૦ ઉપરાંત જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૫માં શ્રી શંખેશ્વર તીર્થે પોતાના લઘુગુરુબંધુ મુનિશ્રી અભ્યુદયસાગર Jain Education International. સ્વપ્ન શિલ્પીઓ મ.સા. તથા મુનિશ્રી નવરત્નસાગરજી પ્રેરિત સંસ્થાપિત નવનિર્મિત શ્રી આગમમંદિરની મહામહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા (૫) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી સિદ્ધગિરિનો ઐતિહાસિક ૫૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. (૬) સં. ૨૦૩૯માં પુનઃ શંખેશ્વર આગમમંદિરની અંજનશલાકા-પ્રતિઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગરસમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી મહારાજને વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણતામાં પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પ્રેરિત પાલિતાણા જંબુદ્રીપ નિર્માણની અંજન-શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો તથા ૩૦૦ થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. શંખેશ્વરજી તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહૂતિ, પોષ દશમીની પ્રભાવક આરાધના, વાંચના આદિ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાવી મહારાષ્ટ્રમાં સૌપ્રથમ વાર પૂનામાં આકાર લઈ રહેલ શ્રી આગમોદ્વારક દેવર્દ્રિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમંદિરના ખાતમુહૂર્ત શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયની–મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્ર-નાયક સૂરિવરની પૂણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત સંઘો અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. * ડભોઈમાં દેવચંદ ધરમચંદની પેઢીની સ્થાપના કરી. * સિહોર જૈનસંઘના કાયમી ઝઘડાનું સમાધાન કરાવી શ્રી સંઘની પુનઃ સ્થાપના કરી. (૧૧) સંયમના અવિહડ રાગી સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માઓએ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યંત શાશ્વતી નવપદજીની ઓળીની આરાધના દૃઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy