________________
૧૧૭૩
ઝળહળતાં નક્ષત્રો
શ્રાવિકા રત્નકુક્ષિણી જીવીબહેન
હાલારના દરિયાના બરાબર કિનારે, ખંભાલિયા તાલુકાના આંબલા ગામમાં દાનશૂરા ધરમશીભાઈ કારાના ઘરેમાતા ગંગાબહેનની કુક્ષિએ એક પુત્રીનો જન્મ થયો. નામ પડ્યું જીવી'.
એકદમ શરમાળ, પવિત્ર, વિનયી, કહ્યાગરી કામગરી પુત્રી–માતાપિતા માટે આ એક જ પુત્ર કહો કે પુત્રી તે જ મૂડી હતી. મોટી થતાં માતા-પિતાએ મોટા માંઢાના રહીશ પૂંજાભાઈ નોંધાભાઈ ખીમસિયાના સુપુત્ર માણેકભાઈ સાથે લગ્ન કરાવ્યાં.
પૂર્વના સંબંધોનો જાણે સાથ હશે! તેમ આ કુળવાન છોકરી જીવીબહેનનું જીવન ખરેખર પ્રશંસનીય બન્યું. માતાપિતાની એકની એક પુત્રી, લાડ-કોડમાં ઊછરેલી, પણ સંસ્કારોની ખાણ સમાન વહુ બનીને સાસરે આવીને બીજા દિવસથી જ બધાને પોતાના ગુણોથી આકર્ષી લીધાં. કામ કરવાની છટા, બોલવાનું તો ન છૂટકે અને વડીલોની આમન્યા પૂરેપૂરી સાચવે તથા માણેકભાઈનો સ્વભાવ થોડો મર્યાદાના પાલન માટે ચુસ્ત-કડક પણ કહેવાય તો પણ ક્યારેય સામે બોલવાનો પ્રસંગ ઊભો નહોતો થયો.
પતિ માણેકબાઈની પ્રસન્નતા એ જ જીવન. ઉપકારી વડીલોની સેવા એ જ મંત્રનું આરાધન કરતાં સમય-કાળ પસાર થઈ રહ્યો હતો.
પોતાના દિયર કેશુભાઈએ હાલારના તપગચ્છના ઇતિહાસમાં સર્વપ્રથમ દીક્ષા લઈ–મુનિ કુંદકુંદવિજયજી' બન્યા ત્યારે તેમની દીક્ષામાં પ્રેરક તરીકે માણેકભાઈ હતા. વૈરાગી એવા માણેકભાઈએ ત્યાં જ વિચાર કર્યો કે-“ભાઈએ આખા સંસારનો ત્યાગ કર્યો, તો મારે પણ એવું કંઈક કરવું કે જેથી આખી જિંદગી યાદ રહે, ” એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો, પણ એ નિર્ણય પોતે એકલા જ પાળી શકાય તેવો ન હતો. તે માટે ધર્મપત્ની જીવીબહેનને જણાવવાનું હતું. બીજા દિવસે તે જણાવ્યું. હજુ તો પત્નીના ગર્ભમાં બાળક છે. સંસાર સુખના દિવસો છે. ભરયુવાનીના ઉંબરેથી પસાર થવાનાં વર્ષો છે. તેવા સમયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાના કોડ સેવાઈ રહ્યા છે. માણેકભાઈની ૨૬ વર્ષની ઉંમર અને જીવીબહેનની ૧૮ વર્ષની ઉંમર છે. આ ઉંમરે જગતમાં દીપક સમા “બ્રહ્મચર્ય વ્રત' સ્વીકારવા બને તૈયાર થયાં. પૂજ્ય ગુરુ મહારાજને વાત કરી.
હજુ તો કિશોર અવસ્થા છે, પણ પૂર્વભવની
અનાસક્તિનો યોગ-આ ભવમાં ઉદયમાં આવ્યો. માણેકભાઈ પવિત્ર હતા, જીવીબહેન પણ પવિત્ર હતાં. બન્ને બ્રહ્મચર્ય વ્રતનાં ધારક બની ચૂક્યા. બન્નેના વિચારો પવિત્ર હતા. તેની અસર ગર્ભમાં રહેલા સંતાન પર પડતી હતી. ૧૯૯૮ના જેઠ સુદ૨ ના શુભ દિવસે કોઈપણ પીડા વિના માતાએ સુંદર સ્વરૂપવાન અનેક લક્ષણોથી યુક્ત પુત્રરત્નને જન્મ આપ્યો.
પુત્રને જન્મ આપનારી માતા પુણ્યશાળી ગણાય. તેથી બધા પુત્રને જોઈને રાજી થાય છે. બાળકને રમાડે છે, ખવડાવે છે, વાતો કરાવે છે. શુભ દિવસે નામકરણ થયું. રાશિ મુજબ નામ આપ્યું–વર્ધમાનકુમાર, પણ સાથોસાથ તે જે વર્ષે માણેકભાઈએ પોતાના લાડીલા નાનાભાઈ કેશવજીભાઈને દીક્ષા અપાવી હતી, તે જ વર્ષના બીજે જ મહિને આ પુત્ર થયો. ભાઈની યાદ તાજી રાખવા દાદીમાની ઇચ્છાથી બધાએ મળીને હુલામણું નામ રાખ્યું કેશવજી (કેશુ).
બાળકની સારસંભાળ ધર્મઆરાધના મુજબ થતી હતી. તેથી બાળકમાં પણ ધર્મના સંસ્કારનાં સિંચન બાલ્યકાળથી થવા લાગ્યાં. દિવસો ધર્મમય પસાર થઈ રહ્યા હતા, પણ પૂજા વગર એક દિવસ પણ ન ચાલે, ગામમાં દેરાસર ન હતું. માટે શું કરવું? તે સમયે ‘દાતા ગામમાં ધાતુના પ્રતિમાજી હતાં. ત્યાં પૂજા કરવા જતાં પણ રોજ આવવું-જવું તે બરોબર ન લાગ્યું, એટલે ૨૦૦૨ ની સાલમાં દાતામાં જ ઘર લીધું અને ત્યાં રહેવા ચાલ્યા ગયા.
પૂ. ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રી આદિ સં. ૨૦૦૪માં પાલિતાણામાં ચોમાસું હતા. એમની નિશ્રામાં પૂરતો લાભ લેવા માણેકભાઈ, જીવીબહેને ત્યાં રસોડું ખોલીને સાધર્મિકોની સાથે સાધુ-સાધ્વીજી ભગવંતોની ખૂબ ભક્તિ કરીને અનેરું પુણ્યોપાર્જન કર્યું.
સવારથી સાંજ સુધી જે કોઈ આરાધક આવે, તેને રસોડે તેડી જાય. સાધુ-સાધ્વીજી ભ.ની પણ ઉદારતાપૂર્વક ભક્તિ કરે. એમના ઉદારતાના સંસ્કારો પુત્ર કેશવજીના જીવનમાં એવા સરસ ઊતર્યા કે ૬ વર્ષની વયે પાટલે બેસીને અનેક ચીજો વહોરાવે, પણ જરાય ઢોળાય નહીં. પૂજા, વંદન કરી આવે અને પહેલેથી જ પાટલે બેસી જાય. દરરોજ ૨૦ કિલો પપૈયા, ૪૦ લિટર દૂધ, મીઠાઈ આદિથી દરરોજ સળંગ ૧૨ મહિના સુધી ભક્તિ કરેલી.
માણેકભાઈ જેમ ઉદાર હતા, તેમ જીવીબહેન પણ એટલાં જ ઉદાર, લાગણીશીલ હતાં. બન્નેનો યોગ એવો થયેલો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org