________________
૧૧૭૨
યથાયોગ્ય નાનાં-મોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઊનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારરિત છે. ૨૦૪૦માં પાલિતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન-અઠ્ઠાઈ વગેરે આ દંપતીએ ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે.
જિન શાસનનાં તેઓ ઘણા આગળ વધ્યા. સમય જતાં તેઓ બાર વ્રતધારી શ્રાવક તરીકે સુવિખ્યાત બન્યા.
તેઓની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની સમર્પિતતાના કારણે તેઓએ અ.ભા.ની રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના મહામંત્રી અને ઉપાધ્યક્ષ પદ પર રહીને સમાજનું અધિક ગૌરવ વધે એવા કાર્યો કર્યા. અ.ભા. રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદની રજત જયંતિ સમારોહમાં શ્રી સંઘવીની ઉત્કૃષ્ટ અને ઉદાત્ત સેવાને ધ્યાનમાં રાખી તેમને ‘પરિષદરત્ન’ની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા. અ.ભા. રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ સંચાલિત ‘શાશ્વતધર્મ' માસિકપત્રના માનદ્ સંપાદક તરીકે તેમણે ૨૫ વર્ષની દીર્ઘકાલીન અમૂલ્ય સેવા પ્રદાન કરી. શ્રી સંઘવીજી શ્રી ગુરુ રાજેન્દ્ર જનકલ્યાણ ટ્રસ્ટ, ગુરુ રાજેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી રાજરાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓએ થાણા કોંકણ શત્રુંજય તીર્થના શ્રી ઋષભદેવજી મહારાજ જૈન ધર્મ ટેમ્પલ એન્ડ જ્ઞાતિ ટ્રસ્ટના માનમંત્રી અને ટ્રસ્ટી તરકે અપૂર્વ યોગદાન આપેલ છે. શ્રી આહોર જૈન લેવા સંઘધર્માનુરાગી, આચારવંત, મુંબઈના મંત્રી તરીકે છેલ્લા ૧૮ વર્ષથી બહુમૂલ્ય સેવા આપી
રહ્યા છે. થાણામાં ધાર્મિક પાઠશાલાના સંચાલનમાં સંધવીએ ઘણા વર્ષો સુધી નોંધપાત્ર સેવાઓ આપી છે.
શ્રી જે. કે. સંઘવી
સેવાપારાયણ અને કર્તવ્યનિષ્ઠ પ્રતિભા એટલે શ્રી જે.કે. સંઘવી. સમાજના ઉત્કર્ષ અને અભ્યુદય અર્થે સતત કાર્યરત એવા શ્રી જે.કે. સંઘવીનું પુરું નામ શ્રી જુગરાજજી કુંદનમલજી સંઘવી. શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની કર્મભૂમિનું ગામ આહોર, એજ એમની વતનની ભૂમિ.
Jain Education International
ભારત આઝાદ થયું તા. ૧૫મી ઓગષ્ટે આ મહાન દિવસે એટલે કે તા. ૧૫મી ઓગષ્ટ ૧૯૫૧ના દિવસે તેમનો જન્મ થયો. તેમનો પરિવાર થાણામાં ઘણા વર્ષોથી વ્યવસાયક્ષેત્રે સ્થિર થયેલ છે. તેમના પિતા કુંદનમલજી અને માતા મોવનબાઈનો ધર્મસંસ્કારનો વારસો તેમણે દીપાવ્યો છે. બાલ્યવયથી જ તેમને વાંચન-લેખનમાં અનહદ રૂચિ. પરિણામે જૈન સમાજના એક વૈચારિક લેખક તરીકે તેમની સુવાસ સર્વત્ર પ્રસરી રહી. ૨૧ વર્ષની વયે તેઓ રાષ્ટ્રસંત શ્રીમદ્ વિજય જયંતસેનસૂરિશ્વરજી મ.સા.ના પરિચયમાં આવ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી તેઓએ પોતાનું જીવન જૈન સમાજની સેવામાં સમર્પિત કરી દીધું. નિત્ય પરમાત્માની પૂજા, આરાધના અને સ્વાધ્યાયમાં
તેઓશ્રીએ અને તેમના ધર્મપત્ની વિમલાદેવીએ માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં સમ્મેતશિખર મહાતીર્થે ચતુર્થ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી એક મહાન કાર્ય કર્યું છે જેની સર્વત્ર સરાહના થઇ છે. તેમણે જૈનત્વને જીવનમાં પૂરેપુરું પચાવ્યું છે અને એટલે જ નાટક, સિનેમા, ટી.વી.નો ત્યાગ, હોટેલનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, સોનાના આભૂષણો પહેરવાનો ત્યાગ, પ્રતિદિન માત્ર ૧૫ વસ્તુઓનો ઉપયોગ, અનન્તકાયનો ત્યાગ, પ્રતિદિન પ્રભુસેવાભક્તિ, સ્વાધ્યાય, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, નિત્ય આરાધના વગેરે નિયમો ધારણ કરીને પોતાનું જીવન સતત ધર્મમય બનાવી અનેકોને પ્રેરણા મળે તેવી પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
છ'રી પાલક સંઘ, ચૈત્ય પરિપાટી, જિનમંદિર નિર્માણપ્રતિષ્ઠા વગેરેમાં તેમજ પાઠશાલા સંચાલન, જીવદયા, અનુકંપાદાન વગેરે કાર્યોમાં તેઓ સતત કાર્યરત રહે છે.
શ્રી રાજસ્થાન સેવા સમિતિ-થાણે દ્વારા એમને આદર્શ સમાજ સેવા પુરસ્કાર અને અ.ભા. સાહિત્ય સંગમ-ઉદયપુર દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા સન્માન-૨૦૧૦ના અંતર્ગત ‘સંપાદ!-- શિરતાજ'ની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org