________________
૧૧૭૪
કે આ રીતે ભક્તિ કરતાં આનંદઆનંદ જ થયા કરે.
એક વખત સિંહણ નદીનો બંધ તૂટ્યો, ત્યારે મોટા માંઢામાં પાણી ભરાયાં. બધાં ઢોર સાથે ‘દાતા' આવી ગયા. ત્યાં દાતામાં માણેકભાઈએ ૩૬ મણ લાપસી, ૧૧ કાલર ઘાસ વાપર્યું. તે વખતે જીવીબહેન પોતાને પિયર આંબલા હતાં. ત્યાં સમાચાર મળ્યા કે આવું બન્યું છે અને આંબલા ગામ પણ ભયગ્રસ્ત જાહેર કરાયું હતું. તેથી બધાએ ગામ ખાલી કરવાનું હતું. ગામમાં કોઈને રહેવાં ન દીધાં. બધાંને કાઢ્યા, પણ જીવીબહેને કહ્યું “મારે ધર્મારાધના કરવી છે. હું તો ઘરે જ રહીશ.' એમના શીલના પ્રભાવે તરત જ અધિકારીએ રજા આપી અને પોતે સામાયિક લઈને બેસી ગયાં. ત્રણ દિવસમાં બધું શાન્ત પડી ગયું. કોઈને કંઈ નુકશાન થયું નહીં.
ધર્મારાધના કરતાં કરતાં કેશુ ૧૨ વર્ષનો થયો. એકવાર ઉત્તમ માતા જીવીબહેને એનો હાથ પકડીને બાજુમાં બેસાડીને કહ્યું-“કેશુ! કાકા મહારાજ પાસે, પૂ. સાહેબજી પાસે જઈશ?” “હા હું જઈશ.” કેશુને તો પૂજ્ય પંન્યાસજી મ. પાસે માથી પણ વિશેષ મમતા મળતી. પિતાથી વિશેષ પ્રેમ મળતો એટલે તે તૈયાર થઈ ગયો.
બીજા દિવસે જવા તૈયાર થયો. બધાને પગે લાગ્યો. છેલ્લે માણેકભાઈને પગે લાગ્યો, ત્યારે પુત્રના સાચા હિતસ્વી પિતાએ કહ્યું–“બેટા! હવે મુહૂર્ત કઢાવીને જ આવજે.’” કેશુ તો ખુશ થઈ ગયો “આજે મારો સોનાનો દિવસ છે. હવે તો હું કાયમ માટે કાકા મહારાજ જેવાં કપડાં પહેરનારો થઈ જઈશ.” અને એ પૂ. પંન્યાસજી મ. પાસે મુંબઈ પહોંચી ગયો. માણેકભાઈએ સાહેબજી ઉપર પત્ર લખ્યો કે “આપને જો યોગ્ય લાગે તો કેશુની દીક્ષાનું મુહૂર્ત કઢાવશો. અમારી બન્નેની રજા છે.”
સાહેબજીએ પણ પત્ર લખ્યો. “બાળક ઉત્તમ સંસ્કારી છે. તમે અવસરે આવવાનું રાખશો. ત્યારે વિચારીશું, માતા-પિતા ૨૦૧૧માં માગશરમાં ગયાં.
પુત્ર તો માતા-પિતા બન્નેનો હતો. એકનો એક હતો. પિતાને કદાચ પુત્ર પ્રત્યે વિશેષ સ્નેહ ન હોય, પણ માતાને તો વિશેષ હોય તેમાં નવાઈ નથી, પણ સમયના પારખુ માણેકભાઈએ જીવીબહેનને કહ્યું–“જેમ મારો પુત્ર છે, તેમ તારો પણ છે. હું મારા તરફથી રજા આપું છું, પણ તારે જે કહેવું હોય તે તું ગુરુ મ.ને કહી શકે છે.” જીવીબહેન સાચાં ધર્મપત્ની હતા. તરત જ કહ્યું–“જે તમારો વિચાર–તે જ મારો વિચાર. આ રત્ન
Jain Education Intemational
જિન શાસનનાં
જેવો પુત્ર શાસનને સોંપાતો હોય, તો હું શા માટે ના પાડું?’ બન્નેની વાત સાંભળીને પૂ. પંન્યાસજી મ. પણ ખૂબ ખૂબ આનંદિત થયા. આવા તેજસ્વી બાળકનો કેવો પુણ્યોદય, કે આવાં ઉત્તમ માતા-પિતા મળ્યાં.
હાલારના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાઈ રહ્યો હતો. તે એ જ કે સૌથી નાની–૧૩ વર્ષની ઉંમરે બાલદીક્ષિત તરીકે આ કેશુનો નંબર આવી રહ્યો હતો.
દીક્ષા લોનાવાલા મુકામે નક્કી થઈ. ત્યાં ગયાં. પૂ. પંન્યાસજી મ.ની પાવનીય નિશ્રા હતી. દીક્ષાના આગલા દિવસની રાતે આ પ્રસંગ બન્યો.
સતીસ્ત્રીઓમાં ગણના થાય તેવી પવિત્ર માતા ખૂબ પ્રસન્ન છે. જેમ ગજસુકુમાલની માતાએ તેમને ચારિત્ર માટે રજા આપી, ત્યારે કહેલું કે “બેટા! ભલે, સંયમ ગ્રહણ કર. પણ એવું જીવન જીવજે કે બીજી માતા ન કરવી પડે.” તે જ યાદ કરાવતાં હોય, તેમ જીવીબહેનને ખબર હતી કે આવતી કાલથી મારો પુત્ર એ સંઘનો પુત્ર થશે. દીક્ષીત થયા પછી હું સ્પર્શ પણ નહીં કરી શકું, તેથી આગલા દિવસે રાત્રે ખૂબ જ હેત કરી લીધું. ભલામણો કરી, ખોળામાં બેસાડીને પ્રેમનાં, વાત્સલ્યનાં, લાગણીનાં આંસુઓથી નવરાવી દીધેલો.
ત્યારે કેશુએ માતાને કહ્યું “બા! હું દીક્ષા લઉં છું તે સારું જ છે ને! તું કેમ રડે છે? હું સારા માર્ગે જ જાઉં છું ને બા! ઓ બા......! તું રડ નહીં.''
ત્યારે રડતી આંખે, ફફડતા મુખેથી મા જીવીબહેન બોલ્યાં “કેશુ.....” વધુ બોલી ન શક્યા. પછી ઘણી હિંમત કરીને બોલ્યાં–“તું દીક્ષા લે છે તેનું જરા પણ દુઃખ નથી. મને આનંદ થાય છે મારી કુક્ષિ તેં અજવાળી છે.''
આટલું બોલતાં તો માનું કોમળ હૃદય ભરાઈ ગયું. કેશુએ માના છેડાથી જ એમનાં આંસુ લૂછ્યાં. આ દૃશ્ય જેણે નિહાળ્યું, તે પણ ધન્ય બની ગયાં. માએ કહ્યું–“માતાના નાતે સ્નેહવશ રહી જવાય છે. તારો પંથ તો કલ્યાણકારી છે. તું તારું તો કલ્યાણ કરજે. અમારું પણ કરજે.'
વૈશાખ સુદ-૭ ના દીક્ષા થઈ. વર્ધમાનનું નામ– ‘વજ્રસેન વિજયજી’ પડ્યું. દીક્ષા પછી બધાં હાલાર આવ્યાં. ઘરમાં એકદમ શૂન્યતા લાગતી પણ સાથે આનંદ પણ થતો. જીવીબહેન હવે વિશેષે માણેકભાઈની સેવા તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org