________________
ઝળહળતાં નક્ષત્રો
વિક્રમ – ACE Softwere Exports Ltdના મેનેજીંગ ડિરેક્ટર છે.
પુત્રી – શચીબેન દિવ્યેશ શેઠ મદ્રાસ મુકામે સ્થાયી થયા
છે.
શ્રીમતી અનુપમાબેનને સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નાનપણથી જ ખૂબ રુચિ હતી જેના કારણે તેઓ લેખન સાથે સતત જોડાયેલા રહ્યા. તેમના પિતા જયંતિભાઈ ગુજરાતની ખૂબ જાણીતી સંસ્થા શારદાગ્રામના સંસ્થાપકોમાંના એક હતા. પિતાના શિક્ષણ, સેવા અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલા રહેવાના ગુણો પુત્રી અનુપમામાં પણ ઊતર્યા. પિતાશ્રી દ્વારા મળેલ અમૂલ્ય વારસાને પતિ ભૂપતભાઈએ પ્રેરણા દ્વારા પ્રતિભાવંત બનાવવામાં મદદ કરી.
આકાશવાણી રાજકોટ પરથી શ્રીમતી અનુપમાબેનના અંગ્રેજી અને ગુજરાતીમાં વિવિધ વિષયો અને સમાજજીવન દર્શન પર અનેક વાર્તાલાપો પ્રસારિત થયા છે. આ ઉપરાંત એક સાહિત્યગ્રંથ “મહેંક” પણ ગુજરાતમાં સૌરભપૂર્ણ મહેંક પ્રસરાવી રહ્યો છે. તેમનો એ ગ્રંથ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વની ઓળખાણ કરાવે છે.
++
ભારતમાં તો તેઓ જુદા જુદા સ્થળોના પ્રવાસે ગયા જ હતાં પરંતુ વિશ્વના અનેક વિકસિત દેશોની યાત્રા પણ તેમણે કરી છે. પતિની સાથે રહી સાહિત્ય અને સંસ્કૃતિની બાબતોમાં વિદેશ પ્રવાસમાં જઈ તેમણે ઝીણવટભર્યું અવલોકન કર્યું છે. યુરોપના અનેક દેશો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપીન્સ, સિંગાપોર, હોંગકોંગ વગેરે ઘણા દેશોમાં તેઓ ફર્યા છે. એટલું જ નહીં ત્યાના સમાજનું, કુટુંબજીવનનું, શિક્ષણપદ્ધતિનું દર્શન પણ નિષ્ણાત સર્જક તરીકે નિહાળ્યું, અનુભવ્યું અને સાહિત્યમાં પ્રતિબિંબિત કર્યું છે. વળી ભાષા પર પણ ઘણું જ પ્રભુત્વ રહેલું છે જે તેમના લેખનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત છે. પ્રતિભાશાળી અને સુઘડ લેખનશૈલી, અલંકારોનું ઔચિત્ય સમજી તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી તેમણે પોતાના લખાણને લોકભોગ્ય, લોકપ્રિય બનાવ્યું છે. એમની જુદી જુદી કૃતિઓમાં લાક્ષણિકતા, પ્રેરણા, પ્રતિભા, વિદ્વત્તા, મૌલિકતા અને આત્મમંથન ઊડીને આંખે વળગે છે. બીજું “સંવેદના” નામનું પુસ્તક નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે.
કલામાં પણ ઊંડી રુચિને કારણે તેમણે કાર્યો કર્યા છે,
Jain Education International
૧૧૪૯
કલાત્મક મીણબત્તીઓ તેમજ આકર્ષક ફૂલ સજાવટ જાપાનીઝ “ઇકેબાના” પદ્ધતિનો સુમેળ કરી વિવિધ શહેરમાં તેના પ્રદર્શનો યોજ્યા છે.
સેવાક્ષેત્રે પતિ-પત્ની બંને ખૂબ આગળ પડતા છે. ક્લબો સાથે જોડાઈ તેના માધ્યમ દ્વારા જુદા જુદા કાર્યોમાં હંમેશા બંને સક્રિય રહ્યા છે. અનુપમાબેન રોટરી અને ઇનર વ્હીલ ક્લબ ઑફ રાજકોટના સર્વોચ્ચપદે બિરાજ્યા હતા. જેના થકી નેત્રયજ્ઞ, શ્રવણદાન યજ્ઞ, પ્રૌઢ પ્રશિક્ષણ, નારી જાગૃતિના અનેક કાર્યો કર્યા.
ભૂપતભાઈ પણ શ્રી સ્થાનકવાસી જૈન સંઘાણી સંઘ રાજકોટના પ્રમુખપદે ૩૫ વર્ષ રહ્યા. શ્રી સ્થાનકવાસી જૈન બાલાશ્રમના ટ્રસ્ટી છે. જૈન સોશીયલ ગ્રુપ સાથે વર્ષોથી જોડાયેલા છે. વેસ્ટ અને મીડટાઉન બે ગ્રુપના કન્વીનર છે.
આમ પતિ-પત્ની બંને સતત જુદા જુદા ક્ષેત્રમાં સક્રિય રહીને સત્કાર્યોમાં પોતાનું યોગદાન આપતા રહ્યા છે. સંઘાણી સંપ્રદાયની સાધક બેલડી જય-વિજય તેમના ગુરુણી છે. આથી અનુકૂળતા મુજબ ધાર્મિક ક્ષેત્રે પણ સતત સક્રિય રહ્યા છે.
આમ અનુપમાબેન જીવન દરમિયાન જુદા જુદા ક્ષેત્ર સતત કાર્યરત રહીને પોતાના જીવનને અજવાળતા ગયા. તેમના પુસ્તક “મહેક’માં તેમણે લગભગ ૨૫ જેટલા પ્રકરણો લખ્યા છે જે સર્વે સત્યઘટના પર આધારિત છે. શબ્દો બોલવાવાળાના મેળામાં જ્યારે શબ્દો જીવવાવાળા પાત્રોનું આગમન થાય છે ત્યારે એક અનિર્વચનીય પરંતુ સ્વસંવેદ્ય વિશુદ્ધ ચૈતન્યના સાગરમાં વાંચનારની ચેતના ભીંજાય છે. આવા સૌમ્યમૂર્તિ, સર્જક, સંવેદનશીલ અને પ્રેમાળ સન્નારી તા. ૨૬-૧૧-૧૦ના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી કોઈ અનમન ધરાને ભેટવા ચાલી નીકળ્યા પાછળ પોતાના પતિ-પુત્રવધૂ-પુત્રો-પુત્રી, જમાઈ તથા સમગ્ર લીલી વાડીને પોતાના સંવેદનાભર્યા સ્પંદનોની ભાવભરી દુનિયાને ભેટ આપતા ગયા.
આવા સર્જનશીલ વ્યક્તિત્વને અંજલિ આપતા એટલું જ કહી શકાય કે
જિસકે ચેહરે પર સદા ખીલતી હૈ મુસ્કાન, ઉસકે લિયે ઇસ જગતમેં સબ કુછ હૈ આસાન.
આવા સન્નારીમાં રહેલા ગુણોને તેમના કુટુંબીજનો પોતાના હૃદયમાં ઉતારી તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરી સેવાના માર્ગે આગળ વધે એ જ અભ્યર્થના.
For Private & Personal Use Only
www.jainelibrary.org