SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૮ ગરવા ગુજરાતના ગૌરવવંતા ઐતિહાસિક શહેર જૂનાગઢના વતની શ્રી ઈશ્વરલાલ પારેખ એક ધર્મનિષ્ઠ, સરળ, સૌજન્યશીલ વ્યક્તિત્વ. તેમના સહધર્મચારિણી શ્રીમતી નીરૂબેન એટલે ગોંડલ સંપ્રદાયના આગમદિવાકર પૂ. જનકમુનિ મ.સા. તથા શાસ્ત્રવિશારદ પૂ. મનોહરમુનિ મ.સા.ના સુશિષ્ય, અનશન આરાધક પૂ. પ્રસન્નમુનિ મ.ના જ્યેષ્ઠ પુત્રી. પૂ. પ્રસન્નમુનિનું સંસારી નામ પ્રાણલાલભાઈ. તેઓ મૂળ રાણપુરના નિવાસી પરંતુ પછી જૂનાગઢ સ્થાયી થયેલા. આ પ્રાણલાલભાઈ અને શ્રીમતી રસીલાબેનને ત્યાં છ પુત્રી અને એક પુત્ર એમ સાત સંતાન. આ સાત સંતાનમાંથી મહેન્દ્ર, સરોજ અને ભારતી એ ત્રણ સંતાનો મહાવીર ચીંધ્યા માર્ગે સંયમવાટિકામાં વિહરી રહ્યા છે. જેમાં મહેન્દ્રભાઈ ગો.સં.ના પૂ. જનકમુનિ મ.સા.ના શિષ્ય છે. તેમ જ સરોજબેન અને ભારતીબેન નંદાબાઈ-સુનંદાબાઈ સ્વામી તરીકે મહાવીરના શાસનને શોભાયમાન કરી રહ્યા છે. શ્રી પ્રાણલાલભાઈએ પણ જીવનની અંતિમ સંધ્યાએ સંયમ અંગીકાર તુર્ત જ અનશનની આરાધના કરી શ્રાવકના સાધુના મનોરથ પૂર્ણ કરી આ માનવજીવનને સફળ બનાવ્યું. એક ભાઈ, બે બહેન અને પિતા એમ ચાર ચાર દીક્ષાર્થીઓના પરિવારમાં ધર્મભાવના કેવી ઊંડી અને ગાઢ હોય તે વાત સમજી શકાય તેવી છે. નાનપણથી પ્રથમ માતા-પિતા અને ત્યારબાદ દીક્ષિત ભાઈ-બહેનો દ્વારા જેમના જીવનમાં ધર્મ ઘૂંટાતો ગયા તેવા નીરૂબેન પણ નાનપણથી જ ધાર્મિકવૃત્તિ ધરાવતા. અવારનવાર તપશ્ચર્યા કરવી, ઉપાશ્રયમાં સંતસતીજીઓ સાથે સત્સંગ કરવો તેમ જ પોતાની શક્તિ અનુસાર દાનધર્મનું આચરણ કરવું એ તેમની પ્રકૃતિ. જ્ઞાનીઓ કહી ગયા છે કે ઉદયમાં આવેલા પુણ્યને જો તારક બનાવવું હોય તો મળેલી સંપત્તિને દાનના માર્ગે જોડતા જાઓ....હાથમાં રહેલા રૂમાલથી દુઃખીઓના આંસુ લૂછતા જાઓ....ભોગ-સુખોની રેલમછેલ વચ્ચેય શીલ-સદાચાર અકબંધ રાખતા જાઓ...મિષ્ટાન-ફરસાણના ઢગલા વચ્ચે પણ મનને તપ-ત્યાગમાં જોડતા જાઓ....મળેલા સુંદર મનમાં અને માનવ ભવમાં શુભ ભાવનાની છોળો ઊછાળતા જાઓ...જન્મારો સફળ બની જશે. જ્ઞાનીઓના આ વાક્યોને જાણે નીરૂબહેને આત્મસાત કરી લીધા છે. તેમણે પોતાના જીવનને ધર્મમય બનાવી દીધું છે. જે સંપત્તિ મળી છે તેને તેમણે સુકૃતમાં જોડી દીધી છે. એટલું જ નહીં એ સુકૃત થકી મળેલી લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરિવર્તિત કરી દીધી છે. સંપત્તિ તો પિયરમાં તો ધર્મના સંસ્કારોનું સિંચન ગાઢ રીતે થયું હતું. એમાં જ્યાં લગ્નગ્રંથીથી જોડાયા તે ઈશ્વરભાઈ પણ ખૂબ જ ધાર્મિકવૃત્તિના હતા. ઈશ્વરભાઈના પિતા રતિભાઈ અને માતા દીવાળીબેન પણ પૂરેપૂરા ધર્મના રંગે રંગાયેલા. આમ નીરૂબેનને લાખો લોકોને મળેલી છે પણ તેનો સુકૃતમાં ઉપયોગ કરનારા ધર્મવૃત્તિને પોષવામાં, ધાર્મિક ક્રિયાઓ કરવામાં, ધર્મનું આચરણ કરવામાં પ્રેરણા અને પ્રોત્સાહન મળતા ગયા. બહુ થોડા લોકો છે. એમાંય સંપત્તિ પ્રત્યે જેને આસક્તિ છે એણે તો તમામ પાપોને પોતાના જીવનમાં પ્રવેશવા આમંત્રણ આપી દીધું છે આ સંપત્તિની આસક્તિને છોડવી સરળ નથી. તેમણે સંપત્તિનો સુકૃતમાં ઉપયોગ કરી આસક્તિને છોડી છે. સંતોષને કેળવ્યો છે એટલે જ સંપત્તિનો સદ્યય શક્ય બન્યો છે. સંતાનમાં પુત્રો અભયભાઈ તથા કલ્પેશભાઈ અને પુત્રી ભાવેક્ષામાં પણ આપે આપના ધાર્મિક વારસાનું સિંચન કર્યું. જેને કારણે તેઓ પણ ખૂબ જ ધર્મસંસ્કારોથી ભાવિત થયેલા છે. આપે સીંચેલા ધર્મસંસ્કારોને પુત્ર-પુત્રી-પુત્રવધૂઓ તથા જમાઈ જિન શાસનનાં માત્ર જીવી જ નથી રહ્યા તેમાં વિકાસ પણ કરી રહ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધર્મની આરાધના કરવી એ જ હંમેશા આપનું લક્ષ્ય રહ્યું છે. એમાંયે દાનધર્મ તો જાણે તમારા લોહીમાં વહી રહ્યો છે. પૂ. પિતા મ.સા. તથા પૂ. ભાઈ મ.સા.ના ગુરુદેવ પૂ. જનકમુનિ મ.સા.ની પ્રેરણાથી તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તમે દાનધર્મની હેલી વરસાવી. Jain Education Intemational સંસારી બહેનો પૂ. નંદા-સુનંદાબાઈ સ્વામીના વિ.સં. ૨૦૬૩ના મનહર પ્લોટ, રાજકોટના ચાતુર્માસ દરમિયાન આપે કાયમી સંઘજમણ અને કાયમી ચાતુર્માસ સાધર્મિક ભક્તિ યોજનામાં શ્રી સંઘને માતબર રકમ દાનમાં આપી તેનો લાભ લીધો. આ ઉપરાંત સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર, અમરેલી, જેતપુર, ધોરાજી, વેરાવળ વગેરે અન્ય દસ સંઘો સહિત કુલ અગિયાર સંઘોમાં દર વર્ષે કાયમી સાધર્મિક ભક્તિ અને કાયમી સંઘજમણનો લાભ લીધો છે. આ ઉપરાંત અમરેલી શ્રીસંઘમાં તેમજ નેમિનાથ વીતરાગ શ્રીસંઘમાં કાયમી સમૂહ જાપ તથા કાયમી સમૂહ ત્રિરંગી સામાયિકનો પણ મહાન લાભ લીધો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy