SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો મનહરપ્લોટ સ્થા. જૈન સંઘના ટ્રસ્ટી તરીકે પણ જોડાયેલા. લીંબડી અજરામર સ્થાનકના પ્રમુખ તરીકે કાર્યરત છે. ટેક્ષ કન્સલ્ટન્ટ સોસાયટીમાં પણ સક્રિય જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. ઉપાશ્રય તૈયાર થયા પછી નયનાબાઈનું પ્રથમ ચાતુર્માસ ૨૦૦૬માં થયું, આ ચાતુર્માસમાં જ સંઘવી પરિવારના કુમારી રૂપલબેનને વૈરાગ્યભાવ જાગ્યો. જેઓ પોતે તો સંયમી થવા તૈયાર થયા પરંતુ પોતાના વહાલસોયા વીરા અને અનંત ઉપકારી માતા-પિતાને પણ વીરે દર્શાવેલા અણગારમાર્ગે જવા તૈયાર કરી માત્ર રાજકોટ સંઘમાં જ નહીં પણ સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજમાં એક કીર્તિમાન સ્થાપ્યું. માતા-પિતા અને પુત્ર-પુત્રીએ સાથે દીક્ષા લઈ ભગવાન વીરના માર્ગે આરાધના કરવા ડગ માંડ્યા. મધુભાઈની દોરવણી નીચે રાજકોટમાં ભવ્યાતિભવ્ય, દેદીપ્યમાન, યશસ્વી દીક્ષા સમારોહ ઉજવાયો. પાંચ દિવસ સુધી સવારથી સાંજ ભરચક્ક કાર્યક્રમો અને સંઘજમણને કારણે ઘર-ઘરમાં દરેક લોકો આ સંયમમહોત્સવને સુપેરે માણી શક્યા. તારીખ ૮-૨-૧૯૧૧ યાને મહા સુદ પાંચમના દિવસે થયેલી આ દીક્ષા દરેકને માટે અવિસ્મરણીય બની રહી. એ પહેલાના ચાતુર્માસમાં સામુહિક વરસીતપનું આયોજન થયેલ, જેમાં ૧૦૦ જેટલા તપસ્વીઓએ ભાગ લઈ તપધર્મનું સુંદર આરાધન કરેલ. પારણા-અત્તરવારણા સહિત થયેલ આ આરાધના પણ એક સીમાચિહ્નરૂપ બની રહી. આમ મધુભાઈમાં નાનપણથી જ શાસન માટે કાંઈક કરી છૂટવાની ભાવના છે તે રંગ લાવી. એક ઉપાશ્રયના નિર્માણે રાજકોટ શહેરના સેંકડો લોકો માટે ધર્મારાધનના દ્વાર ખોલી દીધા. ચાર ચાર મુમુક્ષુઓ અને તેય એક જ પરિવારના સંયમમાર્ગે સિધાવ્યા તે ઉપાશ્રયના નિમિત્તથી જ. જો કે આ માટે મધુભાઈને નગીનભાઈ વીરાણી, ચંપકભાઈ મહેતા, રસિકભાઈ પારેખ વગેરેનો સહકાર પ્રાપ્ત થયેલ. મધુભાઈ પોતાના આ કાર્ય માટે સર્વેનો આભાર માને છે. તેમના જીવનમાં પૂ. સંતો-સતીજીઓની કૃપા રહી છે. તેમાંયે ગો.સં.ના સમયગુરુણીના શિષ્યા ક્રિષ્નાબાઈસ્વામી તથા લી. અ.સં.ના પ્રભાવતીબાઈ સ્વામી, હંસાબાઈસ્વામી વગેરેએ તેમને ખૂબ જ પ્રેરણા, પ્રોત્સાહન આપી ધર્મમાર્ગે ટકાવી જ નથી રાખ્યા પરંતુ નવું નવું કરવા માટે ઉત્સાહિત પણ કર્યા છે. તેમના અંતરની અદમ્ય ઇચ્છા એ છે કે જૈન શાસનના Jain Education Intemational ૧૧૦૩ બધા ફિરકાઓ વાદ-વિવાદ, મતભેદ ભૂલીને એક બને. સંપ્રદાય વ્યવસ્થા માટે છે, વિવાદ માટે નહિ. વિકાસ માટે છે, પતન માટે નહિ. આવો મહાન ધર્મ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ કીર્તિના શિખરો સર કરી શકે તેમ છે. માત્ર તેમાં રહેલા ભિન્ન ભિન્ન ગચ્છો જો ભેદભાવ ભૂલી, અનેકાંત અપનાવી સુંદર રીતે કાર્ય કરે તો આ રીતે કાર્ય કરવા માટે દરેક ફિરકાના સંત-સતીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ સાથે મળીને કંઈક નક્કર રીતે આગળ વધે તેવી તેમના હૃદયની ભાવના છે. મધુભાઈ આજે આ સ્થાને પહોંચ્યા છે તેમાં તેમના સહધર્મચારિણી સારિકાબેનનો પણ ખૂબ ખૂબ સાથ-સહકાર છે. સંઘર્ષના સમયમાં, નિરાશાની ક્ષણોમાં, આપત્તિઓના આગમનમાં તેઓએ મધુભાઈને હંમેશા હૂંફ, હિંમત અને પ્રેરણા આપી છે. બંને ખૂબ સુંદર રીતે વૈયાવચ્ચના,સેવાના, જીવદયાના, ઉપાશ્રયના દરેક કાર્યોમાં સક્રિય રહે છે. તન, મન, અને ધનથી, ખંત અને ખુમારીથી, શારીરિક અને આર્થિક રીતે ભોગ આપીને પણ તેઓ શાસન માટે, સેવા માટે, ધર્મ કરવા માટે હંમેશા તત્પર રહે છે. આવા આ દંપતિ માટે એ જ પ્રાર્થના કે તેઓ હંમેશા શાસનસેવાના, જીવદયાના, પીડિતોને શાતા આપવાના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. તેમના આવા સુંદર કાર્યોની કદર કરીને સાધુ સંપ્રદાયે તેમને “એકલવીર”નું અને કચ્છના સમસ્ત સંઘોએ ભેગા મળીને તેમને “શાસન રત્ન”નું બિરૂદ આપી નવાજ્યા છે. મધુભાઈ માટે આ પંક્તિ યથાર્થ છે કે, ફલક કો જિદ હૈ જહાઁ, બિજલિયા ગિરાને કી, હમે ભી જિદ હૈ વહાઁ, આશિયાં બનાને કી. ઉદારદિલા સુશ્રાવિકા શ્રીમતી નીરૂબેન ઈશ્વરભાઈ પારેખ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy