________________
૧૦૩૨
જિન શાસનનાં
વીસમી સદી : વિશેષાર્થના
અધિકારીઓ
જગતના ઇતિહાસમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ એક આખેઆખી સદી નવા નવા આવિષ્કારોથી, નવી નવી ઘટનાઓથી, નવાં નવાં પરિવર્તનોથી છલકાતી હોય. વીસમી સદી એવી ઘટના છે કે એમાં કોઈ એક ક્ષેત્રે નહીં, પણ માનવજીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રમાં મહાન પરિવર્તનો નોંધનારી બની રહી. અનેક ક્ષેત્રમાં ખમતીધરોની આપણને ભેટ મળી. ઇતિહાસ મોટે ભાગે રાજકીય ઊથલપાથલો નોંધતો હોય છે, પણ વીસમી સદીએ તો એકેએક ક્ષેત્રનાં પ્રતિભાવંતોની નોંધ લેવાની ફરજ પાડી છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનની પ્રત્યેક શાખાઓમાં થયેલા આવિષ્કારો દિંગ કરી નાખે એવા છે.
પ્રસ્તુત લેખમાળામાં વિવિધ ક્ષેત્રે જેમણે જેમણે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેમના પરિચયો રજૂ કર્યા છે. તેમની ફલશ્રુતિની ભાવથી અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
સખાવતી વ્ય
વિશ્વવિખ્યાત સંસ્થા, એટલે શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાડ શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન.
શ્રી દીપચંદભાઈ ગાર્ડી સમા વિભૂતિની આ પહેલી
ઓળખ છે. પર દુઃખે ઉપકાર કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ માનવજીવનની અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દીપચંદભાઈ એટલે દુર્લભ માનવઅવતારની દુર્લભ ભાવનાનો સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને-ફૂલીફાલીને કેટકેટલી શાખાપ્રશાખામાં ફેલાઈ શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડો. વિરાટ વ્યક્તિત્વ :
- શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના “ભામાશાતથા “શલાકા પુરુષ’ રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડીનો જન્મ દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org