________________
૧૦૩૦
પંચપ્રતિક્રમણ-ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય. છ કર્મગ્રંથ વૈરાગ્ય શતક, બૃહદ્ સંગ્રહણી, બે સંસ્કૃત બુક વીતરાગ સ્તોત્ર વગેરે. કંઠની માધુરતા-સંગીત સાથે ગાવાની ઝલક અદ્ભુત. પૂ. નાનાં—મોટાં શ્રમણ-શ્રમણીનાં માતા માતૃહૃદયા અનેક પૂજ્ય આચાર્યભગવંતો-મુનિવૃંદ, સાધ્વીજી મ.સા.ના આશીર્વાદ વરસ્યા છે!
પરમાત્માના શાસનની શ્રાવિકારત્ન! પ્રભાકુંવરબહેન નંદલાલભાઈ દેવચંદ શેઠ
નંદલાલ દેવચંદ શેઠ પ્રભાવતીબેન નંદલાલ શેઠ પાલિતાણા તળેટી રોડ ઉપર મહારાષ્ટ્રભુવનની બાજુમાં ઊભેલું નંદ-પ્રભા સંકુલ આ ઉદારચરિત દંપતિની ધર્મપરાયણતાને આભારી છે. ગામ-જન્મભૂમિ-છત્રાસા. માતા—સાંકળીબહેન
પિતા–વોરા દામોદરભાઈ. બે પુત્રો-ત્રણ પુત્રીઓ વચેટ પ્રભાકુંવર નામ. પૂર્વભવના સંસ્કાર લઈને માતાની કુક્ષિમાં આવ્યાં. જન્મથી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના આહ્લાદક ભાવો રગે–રગમાં. બાળપણામાં ધાર્મિક અભ્યાસાર્થે પૂજાસામાયિક-પ્રતિક્રમણ નવકારશી-ચઉવિહાર કરતાં. તપ, જપવ્રતનું પાલન પણ યોગ્ય ઉંમરે–જેતપુર-શેઠ દેવચંદ તળશીભાઈના સુપુત્ર શેઠ નંદલાલ દેવચંદ સાથે લગ્નગ્રંથિથી બંધાયાં. શ્વસુરગૃહે આવ્યા છતાં આવશ્યક ક્રિયા–વિધિ ચાલુ જ. વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ પ્રજ્ઞાથી સારું મેળવેલ. સંસારસુખ ભોગવતાં ચાર પુત્રો ત્રણ પુત્રીઓને જન્મ આપેલ. જીવનમાં પર્વતિથિઓ-આયંબિલ ઓળી, વીસ સ્થાનક ઓળી, ઉપધાન તપ–વરસી તપ-અઠ્ઠમ-અઠ્ઠાઈ વગેરે કરેલ. સમ્યગ્
Jain Education International
જિન શાસનનાં
આરાધના
જ્ઞાન શુદ્ધિ માટે જ્ઞાનની આરાધના, સમ્યગ્દર્શનશુદ્ધિની કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત-મધ્યપ્રદેશરાજસ્થાન–બિહાર–બંગાલ-મહારાષ્ટ્ર દરેક શહેરની પંચતીર્થી તીર્થયાત્રા કરેલ. નિજાનંદમાં રહેનાર–પાકટ ઉંમરે પહોંચ્યા. કોઈ પૂર્વે બાંધેલા અશાતા વેદનીયકર્મોએ ઝપટમાં લીધા.
અમેરિકા-કલકત્તા-મુંબઈ-રાજકોટ-મોરબીના નામાંકિત ડૉ. બોલાવી સારવાર આપતા. હાર્ટએટેક, બી.પી. બીજાં ઘણાં ઘણાં દર્દી છતાં આવશ્યક ક્રિયા ઘરમાં ઝારી રાખતા. પોતાના સુપુત્રો-મોટી પુત્રી વગેરે પુત્રવધૂઓએ સેવા કરી. પાલિતાણામાં જિનમંદિર બંધાવ્યા બાદ અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે નંદપ્રભા જિનાલયની બાજુમાં ગેસ્ટહાઉસ ધર્મશાળામાં રાખ્યા!
માત્ર ચક્ષુ દ્વારા જોવે. તદ્દન પાસે લઈ જાય. ઓળખ આપે પરિવાર-સગાસંબંધિ. પ્રતિષ્ઠાના પ્રસંગના અહેવાલકલ્યાણ અને સન્માર્ગમાં આપેલ. પ્રભાબહેન નામ પ્રમાણે પ્રભા પાથરી–કુટુંબ પરિવારમાં સુવાસ ધર્મની મૂકી ગયાં છે. પાલિતાણામાં જ પોતાના ગૃહાંગણે ઠીક સમય પહેલા દેહાવસાન પામ્યાં ! કુટુંબ અને પોતાના પરિવારને છોડી અનંતની વાટે ઊપડ્યા. જિનાલયના પ્રાંગણમાં માત-પિતાના દાદા–દાદીના સ્ટેચ્યુ મૂકી પરેશભાઈ પુત્રે ૠણ-સેવાનો પ્રસંગ આજના પુત્રોને બતાવેલ છે. આ ઉદાહરણથી સંઘના સમાજના પુત્રોને જીવનમાં ગુણો ઊતરશે. પ્રભાબહેન સન્નારી અને રત્ન હતાં. તેમનું જીવન નિરાળુ, નિસંગ હતું! બંને પક્ષના કુટુંબ પ્રત્યે લાગણી હતી. જીવન પણ સાદું હતું. સંસારમાં રહ્યા છતાં નિઃસંગ દશા–પરમાત્માની ભક્તિ અખંડ કરતાં. છેવટ સુધી પોતાનું જીવન નામ સાર્થક કરી ગયા. તેમના આત્માને શાંતિ પ્રાર્થીએ.
સંસારપક્ષે તેમના નણંદ (નણંદ મહારાજ) નવકારાદિ કરોડો-કરોડો મન્ત્ર જાપના આરાધક-સ્વાધ્યાયપ્રેમી સરલ સ્વભાવી-સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની અવિરત સેવા–વૈયાવચ્ચ કરતા અહોભાવ હતો. ગમે તે આવે તેને પૂછે-“મહારાજ સાહેબને કેમ છે?” માંદગીમાં પણ તેના લાડકવાયા પુત્ર–પરેશભાઈએશ્રવણની જેમ યાત્રા-દર્શનપૂજા કરાવી છે! ધન્ય ધન્ય છે પરેશભાઈને !
નવકારાદિ કરોડો-કરોડો મંત્રજાપના આરાધક સ્વાધ્યાયપ્રેમી સરલ સ્વભાવી-સાધ્વી રત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.ના ધર્મલાભ,
For Private & Personal Use Only
www.jainelibrary.org