________________
ઝળહળતાં નક્ષત્રો
વોરા માનકુવરબહેન તલચંદ જન્મભૂમિ : જેતપુર, જૂનાગઢ પાસે કર્મભૂમિ : માચિયાળા-તથા
કલક્તા
અમરેલીના
માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ. ખેતી-વાડીનો
વ્યવસાય, ગ્રામીણ જીવનપત્ની માનકુંવરબહેન આદર્શ, સુશીલ, સંસ્કારી, ધર્મના
રંગે-રંગાયેલ,
બાળકોને શિક્ષણ- સંસ્કારાર્થે ગ્રામ્યજીવન છોડી અમરેલી આવેલા!
વોરા
તલકચંદભાઈ વ્યાપારાર્થે
કલકત્તા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો. પુણ્યોદયે-પુરુષાર્થે બળ આપ્યું. આગળ વધ્યા. સમયનાં વહેણ પસાર થતાં વોરા તલકચંદભાઈએ—અનંતની વાટ પકડી—દેહાવસાન થયું. ત્રણેય પુત્રો ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથિથી જોડાયા–ત્રણેય પુત્રીઓ શ્વસુરગૃહે છે. મોટાં પુત્રી લગ્ન પહેલાં જ સંસારેથી છૂટી મૃત્યુ પામ્યાં. આ બાજુ માનકુંવરબહેને આધ્યાત્મિકક્ષેત્રમાં ઝંપલાવ્યું, ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસસ્થાનકતપ, અઠ્ઠાઈ તપ, પર્વતિથિતપ, સહસ્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા, સિદ્ધગિરિમાં બે વાર ચાતુર્માસ, પૂર્ણિમાતપ, નવ્વાણું યાત્રાદિ કરેલ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ, મેવાડ, રાજસ્થાન, બિહાર, સમેતશિખર, પંચતીર્થ–મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની પંચતીર્થની સ્પર્શના અમરેલીથી જૂનાગઢ પદયાત્રાસંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ—કાયમ એકાસણાંપરમાત્માની ભક્તિ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા, ગુરુભક્તિધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે.
લાગટ ૫૦૦ આયંબિલ કરેલ—સમતાભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનયી છે, પુત્રવધૂઓ પણ એવાં છે.
માનકુંવરબહેને કલક્તામાં સ્વદ્રવ્યથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ—ઉવસગ્ગહરં તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર, ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલિશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે—બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘપૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે.
Jain Education International
૧૦૨૯
આર્ય સન્નારી પુષ્પાબહેન ચિમનલાલ શાહ
‘વિશેષ માતપત્ર'થી સન્માતિત અ.સૌ. પુષ્પાબહેત ચિમતલાલ શાહ (વીર વીતા મંડળ, પૂતા) હસ્તે સંઘવી શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ (કોષાધ્યક્ષ, અખિલ ભારતીય જૈત શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ)
મહારાષ્ટ્રના પૂનામાં શ્રી પ્રેમચંદ કીકાભાઈ જૈન પાઠશાળાના અધ્યાપિકા તરીકે સુંદર સેવા આપતા પુષ્પાબેન મૂળ વતન–ગુજરાત. વ્યવસાયાર્થે માત-પિતા મહારાષ્ટ્રમાં પૂના કર્મભૂમિમાં–નાની ઉંમરમાં માતાની ગોદ ગુમાવી. પિતાનાં માતાજીએ ઉછેર કર્યો. બે ભાઈઓ, બે બહેનો–નામ પુષ્પા લગ્નગ્રંથિથી જોડાયા. શાહ ચિમનલાલ નામ.-દાંપત્યજીવનમાં માત-પિતાના સંસ્કાર નામ પ્રમાણે ગુણો. તપ, જપ, સ્વાધ્યાયાદિ, શ્રી વર્ધમાનતપ ઓળી, નવપદજી ઓળી, વીસ સ્થાનક તપ, વરસી તપ, છઠ્ઠ તપ, અઠ્ઠમ તપ, ઉપધાન ત્રણેય અનેક તપશ્ચર્યા!
બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની પંચતીર્થીઓની યાત્રા કરેલ.
પરમાત્માની અદ્ભુત ભક્તિ-ગુરૂવર્યોની અનુપમ સેવા–સાધર્મિકની ભક્તિ, અજોડ-જ્ઞાનદાન આપી અનેક બાલિકાને સંયમના યાત્રી બનાવી છે.
પૂના શહેરમાં–ગામમાં શુક્રવાર પેઠ, ભવાની પેઠ, શિવાજીનગર, બુધવાર પેઠ, જૈન પાઠશાળામાં સારું એવું યોગદાન આપેલ છે. વીરનિતા મંડળના કેન્દ્રનાં પ્રમુખ. વિસાશ્રીમાળી મંડળનાં પ્રમુખ રહી સેવા આપી છે. ધાર્મિક અભ્યાસ ઘણો!
For Private & Personal Use Only
www.jainelibrary.org