________________
ઝળહળતાં નક્ષત્રો
દ્રવ્ય અને ભાવ આરોગ્યસંબંધી વિશિષ્ટ સૂઝને કારણે તેમના તમામ આશ્રિતોએ માસક્ષમણ, ૬૮ ઉપવાસ, ૦૪૫ ઉપવાસ, ૧૦૦ ઓળી આદિ મહાન તપનો આસ્વાદ માણ્યો હતો. ન્યાય-વ્યાકરણાદિ તેમજ કાવ્યોના અધ્યયનમાં આશ્રિતોને સંપૂર્ણ તૈયાર કર્યા હતા. જિનભક્તિ, જીવદયા, સાધર્મિક ભક્તિ આદિ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો નિઃસ્પૃહભાવે કર્યાં હતાં. બાળપણથી જ નાજુક તબિયતને લીધે મુખ્યત્વે આયુર્વેદ ઔષધિનાં હિમાયતી રહ્યાં હતાં. અંતિમ દિવસોમાં પણ કિડની ફેઈલ થઈ, હાર્ટ-ટ્રબલ વધી અને ખૂબ અશક્તિ આવી ગઈ, છતાં ૩૬ દિવસની ગંભીર માંદગીમાં પણ, ભક્તવર્ગ મોહથી સેવા-શુશ્રુષા કરતાં ત્યારે પણ “મારું જીવન ભ્રષ્ટ ન કરો, આ દવાના પાપચારથી મારી દુર્ગતિ થશે. ડોક્ટરોને બોલાવો નહી, મારી અંતિમ ક્ષણ આવી રહી છે, મને મારા આત્માનું ધ્યાન કરવા ઘો, મને વિક્ષેપ ન કરો” વગેએર શબ્દો ઉચ્ચારતાં રહ્યાં. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પૂ. ગુરુદેવના ઋણભારથી આંશિક મુક્ત થવા શિષ્યવૃંદે ૧૦૦૮ અટ્ટમ, ૫૦૦ થી અધિક ઉપવાસ, ૫૦૦૦થી અધિક આયંબિલ, ૨૦૦૦થી અધિક એકાસણાં, ૧૦૮ તીર્થયાત્રા, ૫૧ નવપદજીની ઓળી, ૫૧
પહેલેથી જ બુદ્ધિ તીક્ષ્ણ તેથી ત્યારે એ જમાનામાં પણ ૭ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો અને તત્કાલીન વ્યવહારની અપેક્ષાએ ૬ વર્ષની ઉંમરે ભાવનગરનિવાસી મગનલાલ ખાંડવાલાના સુપુત્ર મનસુખભાઈ સાથે સગપણ કર્યા−૧૧ વર્ષ બાદ લગ્નગ્રંથીથી બંધાણા, પણ એ બંધન વિધાતાને મંજૂર ન હતું તેથી ૧૧ મહિનામાં જ મનસુખભાઈનું સ્વર્ગગમન થયું. નિયતિને કંઈ જુદું જ મંજુર હતું-પરંતુ આ પ્રસંગને આઘાત અને શોકમાં ન પલટાવતા-સંસારના સંબંધોની ક્ષણિકતા જાણીસુષુપ્ત વૈરાગ્ય જાગૃત થયો. સંસારના આ સંબંધો ક્ષણભંગુર સુખોને બદલે પરમાત્માના શાશ્વતસુખની કામના જાગી–પરંતુ નીવિ, સવા કરોડથી અધિક સ્વાધ્યાય વગેરેનું પુણ્યદાન અર્પણ તેમાંય કસોટી આવી. શ્વસુરપક્ષમાં ૧ દિયર અને સસરા હતા
થયું.
તેનું પણ સ્વર્ગગમન થયું અને ઘરમાં માત્ર બે જ જણ રહ્યા. વિજયાબેન અને નાના નણંદ-એક બાજુ સંયમની ઝંખના– બીજી બાજુ નાની નણંદ, માટે તેમને મોટા કરવાની જવાબદારી—તેથી પોતાની ફરજ સંભાળી. ૧૨ વર્ષ ઘરમાં રહી અભ્યાસ કર્યો. નણંદને પરણાવી-જવાબદારી પૂરી થતાં પછી પાંચ વર્ષ લાગટ પાલિતાણામાં રહી પંડિતો પાસે અભ્યાસ કર્યો. બે બુક તથા રઘુવંશકાવ્યનો અભ્યાસ કર્યો ત્યારે તેમની સાથે જ માંડવીના ચાંદુબેન–જેમનું કોચીન સાસરું હતું તેઓ પણ પાલિતાણા રહી અભ્યાસાર્થે આવેલા એમને પણ સંયમના ભાવ જાગ્યા....પણ તેમને દમનું દર્દ હોવાથી સંસારી સંબંધિઓ રજા આપતા ન હતા. વિજયાબેનને ચાંદુબેનના નિકટના પરિચયમાં આવ્યા. ચાંદુબેને કહ્યું તમને તો ચારિત્રની રજા મળી–પણ મને તો આ દમના કારણે રજા નથી આપતા–ત્યારે વિજયાબેને તેમને પોતાનો આંતરભાવ જણાવ્યો. ચાંદુબેનનો સંકલ્પ દૃઢ અને બંને મુમુક્ષુબેનોમાં આત્મીયતાના અમીઝરણાં ફૂટ્યા. તેથી વિજયાબેને ચાંદુબેનના સંબંધિઓને સમજાવ્યા–તમે લોકો અંતરાય ન કરો, હું સાથે જ છું-તેમની શિષ્યા થઈશ અને સંયમમાં સહાયક થઈશ. પૂર્ણભાવે ભક્તિ કરીશ...વિજયાબેનનું
તે મહાન આધ્યાત્મિક બળને લીધે ઘણો સાધ્વીવર્યાશ્રી મ.સા. સમય શરીરની યાતના વેઠી, ૭૯ વર્ષના આયુષ્યમાં ૪૭ વર્ષનો સમૃદ્ધ દીક્ષાપર્યાય પાળી કચ્છ વાગડના ભચાઉ ગામે સં. ૨૦૪૩ના માગશર વદ ૩ને દિવસે અત્યંત સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા.
સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીધર શીવજી ગડા જૈન ધર્મશાળા, પાલિતાણા
સરળતા-વાત્સલ્યતા-અપ્રમત્તાની ત્રિવેણી સંગમ સાધ્વીજી શ્રી ચંદ્રરેખાશ્રીજી મ.સા.
જન્મ-મરણની સ્થિતિ સુનિશ્ચિત છે, પરંતુ તે બંને વચ્ચે જે અણમોલ જીવન પ્રાપ્ત થાય છે તેને ભવ્ય, સુંદર બનાવનાર વિરલા ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે કોતરાવી જાય છે. જિનશાસનમાં આવી અસંખ્ય વિરલ વિભૂતિઓ જન્મી છે. જેઓના જીવ ન આજે પણ અનેકોને પ્રેરણાના પિયૂષ થાય છે. પૂ. ચંદ્રરેખાશ્રીજી મ.નું જીવન પણ એવું મૂર્તિમંત દૃષ્ટાંત
Jain Education International
૧૦૧૧
છે. સોહામણા એવા સોરઠ દેશનાં શત્રુંજયની ગોદમાં રળિયામણું એવું ગારિયાધાર ગામ, જ્યાં શાંતિદાયક એવા શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. ત્યાં સં. ૧૯૬૭ના માહ સુદ-૧૩ની મધ્યરાત્રિએ–નગરશેઠ દયાળભાઈનાં ધર્મપત્ની રતનબેનની કુક્ષીએ બાલિકારત્નનો જન્મ થયો. ધાર્મિક જીવન જીવતાં એવા તેઓએ વિજયમુહૂર્ત જન્મેલા બાળિકાનું નામ ‘વિજયા' પાડ્યું જાણે કર્મ સામે વિજય પ્રાપ્ત કરીને ભવની સફળતાસૂચક એવું નામ રાખ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org