SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ નિરોગી શરી–સહાયક થવાની તીવ્ર ભાવના...તેથી હવે રજા મળવાથી–સોનામાં સુગંધ ભળે તેમ–બંને ગર્ભશ્રીમંત સખીઓજાણે મોક્ષલક્ષ્મીને મેળવવાની તત્પરતાથી સાથે જ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પૂર્વના ઋણાનુબંધ....ક્યાં કચ્છ અને ક્યાં કાઠિયાવાડપણ જેના વૈરાગ્ય દૃઢ, સંકલ્પ દૃઢ છે તેને બીજા કોઈ વિકલ્પો કે વિચારો સ્પર્શતા જ નથી-ને સં. ૧૯૯૬ના અષાડ સુદ-૭ના શુભ દિને અમદાવાદ હઠીસંગભાઈની વાડીમાં સંઘસ્થવીર પૂ. બાપજી મ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી ચાંદુબેન બન્યા સા. ચતુરશ્રીજી મ.ના શિષ્યા સા. ચંદ્રોદયાશ્રીજી અને વિજયાબેન સા. ચંદ્રોદયાશ્રીજી મ.ના શિષ્યા સા. ચંદ્રરેખાશ્રીજી મ. નામે ઘોષિત થયા. ૮ દિવસનો મહોત્સવપૂર્વક ગુરુશિષ્યાનો દીક્ષા મહોત્સવ ધન્ય બની ગયો. દીક્ષા અંગીકાર કરહ્યા બાદ પોતાનું સંપૂર્ણજીવન ગુરુભગવંતોની આજ્ઞામાં સમર્પિત કરી દીધું. સ્વાધ્યાય સાધનામાં નિમગ્ન રહેતા એવા પૂજ્યશ્રીએ નમ્રતા, ક્ષમા, મૃદુતા, મૈત્રી, ક્ચ્છા, સમતા, સંઘનિષ્ઠતા ખાસ તો આચારચુસ્તતા એવા સકલ ગુણોને કેળવીને ગુરુના મન જીતી લીધા. ગુરુની તબિયત પહેલેથી નાજુક હતી; તેથી દરેક પ્રકારની સેવામાં જરાય ખામી રાખતા ન હતા. વિહારમાં પણ ડબલ ઉપધિ ઉપાડતાં અને પોતાને સેવાનો અવસર મળવાથી આનંદિત બનતા જ તે સાથે અધ્યયન ને અધ્યાપનમાં પણ એટલો રસ કેળવ્યો હતો. ૯૩ વર્ષની ઉંમરે તળાજાની યાત્રા સ્વયં પોતે ચાલીને કરી હતી. ચૈત્રી પૂનમના ઉપવાસ ૮ વર્ષની ઉંમરે શરૂ કરેલા. તે આજીવન ચૈત્રી પૂનમ કરી. સ્વાઘ્યાયમાં ક્યારે પ્રમાદ નહીં; ૫ થી ૬ કલાક સતત વાંચના કરતા. વિક્રમ સંવત ૨૦૩૨થી રાણકપુરમાં નવકારમંત્રના જાપ હતા ત્યાંથી અંતિમ જિંદગીના છેડા સુધી ૫૦ બાંધી નવકારવાળી ઓળીના દિવસ દરમ્યાન એમ આગળ-પાછળ ૨૦ દિવસ ગણતા. ઉપરાંત હંમેશ માટે ૩૫૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરતા. અર્જુના મન્ત્રની ૨૫ માળા ઉપરાંત નવકારમંત્રની ૫ માળા ગણતા વિ. ગણતા. ૮૯ વર્ષની ઉંમર સુધી ક્યારેય સૂતા નથી ઉપરાંત આજીવન ભીંતને ટેકો આપીને બેઠા નથી. લઘુતાનો ગુણ એટલે પ્રશંસનીય કે હંમેશા કહેતા કે “હું કોણ? રસ્તાનો કાંકરો'' વાત્સલ્યતા એટલી બધી કે વિહાર Jain Education International જિન શાસનનાં કરતાં સાધ્વીજીઓને પૂછા કરે કામકાજનું પૂછે. એમ સાથે એકદિવસ રહીને જનાર પૂ. સાધ્વીજી ભગવંતો એટલા યાદ કરે. રાપર મુકામે સંઘના આગ્રહથી અને કારણસર ૧૨ વર્ષ રહ્યાં. પૂ. ચંદ્રોદયાશ્રીજીના કાળધર્મ બાદ સમુદાયનું સંચાલન સારી રીતે કરતા; લઘુતા ગુણ એટલો કે નાના સાથે નાના રહીને રહેતા તેથી સૌના હ્રદય સિંહાસને બિરાજિત થયા. ક્રિયાચુસ્તતા અને સંયમર્દઢતાથી અનેક પુણ્યાત્માને પવિત્ર પંથે દોરી ગયા. છેલ્લું ચાતુર્માસ ભૂજ મુકામે રહી સંવત ૨૦૬૩ને અષાઢ સુદ ૯ના સંધ્યા સમયે ચતુર્વિધ સંઘની હાજરીમાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં ખૂબ જ સહજતાથી પોતાની જીવનસંધ્યા સંકેલી લીધી. ત્યારે એમણે ૬૭ વર્ષ સંયમ પર્યાય પરિપૂર્ણ કરી ૬૮ વર્ષના સંયમમાં પ્રવેશ કરી ઉંમર વર્ષ ૯૬ પરિપૂર્ણ કર્યો. પોતે સમસ્ત જીવન આદર્શમય જીવી ગયા અને બીજા માટે આદર્શ મૂકી ગયા... જેના વદને શોભતી'તી ચંદ્ર જેવી સૌમ્યતા, પવિત્રતા વાત્સલ્યતા અને અપ્રમત્તતાએ ઓપતા સ્વાધ્યાય કાઉસ્સગ વાંચને રહેતી સદાયે મગ્નતા, ચંદ્રરેખાશ્રીજી ગુરચરણમાં ભાવે કરું વંદના. સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીઘર શીવજી ગડા જૈન ધર્મશાળા, પાલિતાણા સમતાનિમગ્ન વાત્સલ્યપૂર્ણા સાધ્વીવર્યા શ્રી ચારૂવ્રતાશ્રીજી મ.સા. આ પૃથ્વીતલ પર જીવાત્મા જન્મે છે અને મૃત્યુ પામે છે. જન્મ પછી મરણ, સંયોગ પછી વિયોગ આ સૃષ્ટિના દ્વન્દ્વોમાંથી સૌ કોઈ પસાર થાય છે. પણ જીવનને મંગલમય બનાવી મૃત્યુને મહોત્સવ બનાવી સમાધિ પામનારા કોઈક વિરલ વિભૂતિ જ હોય છે. તેમ આવા પુન્યાત્માઓ જગતમાં જન્મે છે અને સમય પૂરો થતાં જગતમાંથી વિદાય લે છે એ વિશેષતા નથી પોતાના જીવન દરમ્યાન આરાધનામય જીવન જીવી સુવાસ ફેલાવી જાય એ જ મહત્ત્વની વાત છે. ગૌરવવંતા ગુજરાત રાજ્યના રમણીય રાજનગરની જહાપનાહની પોળમાં વસતા સમૃદ્ધિસંપન્ન, ધર્મનિષ્ઠ સુશ્રાવક અમૃતલાલભાઈ જેશીંગભાઈના ધર્મપત્ની સુશ્રાવિકા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy