SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૪ કીર્તન કરીએ? છતાં પણ પૂજ્યશ્રીમાં રહેલા કેટલાક વિશિષ્ટ ગુણો, જેવા કે સ્વાધ્યાયરસિકતા, સહિષ્ણુતા, નમ્રતા, સરલતા, સમતા, પાપભીરુતા, વાત્સલ્ય, જિનભક્તિ, જીવમૈત્રી આદિ ગુણોનું યત્કિંચિત્ વર્ણન કરવા મનમયૂર અધીર બને. વૃદ્ધાવસ્થા અને શારીરિક અસ્વસ્થતાદિના કારણે છેલ્લાં વીસ વર્ષથી પૂજ્યશ્રી સ્થિરવાસી હતા. જેમાં છેલ્લાં અનેક વર્ષથી પૂજ્યશ્રી પર રોગના ભારે જીવલેણ હુમલા આવ્યા હતા. જોરદાર અશાતાના ઉદયમાં પણ રોગને કર્મનિર્જરાનું સાધન સમજી બિમારીમાં પણ ખુમારીથી, વ્યાધિથી સમાધિથી પ્રસન્નતાપૂર્વક સહન કરી, ઉપશમભાવમાં ઝીલી રહ્યાં હતા. સ્વાધ્યાયરસિકતા પૂજ્યશ્રીનો : સ્વાધ્યાયપ્રેમ અવર્ણનીય છે. ગમે તેવા સંજોગમાં પણ સ્વાધ્યાય કર્યા વિના ન રહે. લગભગ બધાં જ સૂત્રો કંઠ૭. ઉચ્ચારશુદ્ધિ ખૂબ જ. રાત્રે મોડે સુધી સ્વાધ્યાયને નવકારવાળી ગણતાં હોય અને સવારના પણ પરોઢીએ વહેલાં ઊઠીને સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણવાનું ચાલુ જ હોય. આગમ ગ્રંથ, ચરિત્રો વગેરેનું વાચન પણ ગણું. ૯૧ વર્ષની વૃદ્ધાવસ્થા, જોરદાર અશાતાનો ઉદય, છતાંય સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. જ્યારે પૂછીએ કે, “ગુરુદેવ! કાંઈ સાંભળવું છે?’’ તો કહેશે કે “મેં સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણી લીધું છે. તમે બીજું સંભળાવશો તો સાંભળીળશ'' મગજની નબળાઈ ને અસ્વસ્થતાને કારણે સ્મરણશક્તિ ઘટી ગઈ હતી. મુકામ ને સાધ્વીજીના નામ અને કામ બધું જ ભૂલી જાય; પરંતુ ગાથા અને સૂત્રો ભૂલતાં ન હતાં એ પૂજ્યશ્રીના જ્ઞાનની સાધનાનો પ્રભાવ હતો. જીવનમાં જ્ઞાન આત્મસાત્ કર્યું હતું. પાપભીરુતા : અણગારની આલમમાં પ્રવેશના પ્રથમ દિવસથી જ જીવોની જયણામાં ઉપયોગ. મન, વચન ને કાયાની પ્રવૃત્તિથી કોઈના દુ:ખ કે કર્મબંધનનું કારણ ન થવાય તેની પૂરી કાળજી, ગોચરીની ગવેષણા પણ શુદ્ધ. પોતાના નિમિત્તે ન કરાવાય તેની ખાસ સંભાળ; અને પૂછે કે દોષિત નથી ને? આવી બિમારીમાં પણ મારે માટે કરાવીને નથી લાવ્યા ને?— આટલી તો પૂજ્યશ્રીની સજાગતા હતી અને પાપનો ભય હતો. ભાષાસમિતિ : ભાષાસમિતિની ભવ્યતા પણ ભારે. બોલવામાં કે લખવામાં ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ કે સાવદ્ય ન બોલાય તેની પૂર્ણ કાળજી, દા.ત. કેટલા વાગ્યા? તો કહેતા હતા કે પ્રાયઃ બે વાગ્યા હશે. પ્રાયઃ શબ્દ ખાસ વાપરશે. હે સેકન્ડ કે મિનિટ આધી-પાછી હોય તો દોષ લાગે. બોલવામાં કે Jain Education Intemational જિન શાસનનાં લખવામાં ક્યારેય આદેશ હોય. આમ કરવું જોઈએ, પણ આમ કરો એવું બોલે કે લખે નહીં. આવી પૂજ્યશ્રીની ભાષાશુદ્ધિ. સહનશીલતા : આ ગુણ પૂજ્યશ્રીએ જીવનમાં અદ્ભુત કેળવ્યો હતો કે જે જતાં સૌનાં મસ્તક નમી પડે. આ ગુણને એટલો બધો આત્મસાત્ કરી લીધો કે જેથી અત્યારે તદ્દન પરાધીન અવસ્થામાં પણ કદી મુખ પર અસ્વસ્થતા જોવા મળતી ન હતી. કમર અને પગથી એકદમ જકડાઈ ગયા હતા. પગની ભયંકર પીડા હતી. રાતદિન ચત્તા સુવાનું... જાતે બેસી પણ શકે નહીં, પગ ઊંચા-નીચા કરી શકે નહીં, ને પડખું પણ જાતે ફરી શકે નહીં. આહાર-વિહારની ક્રિયા પણ સૂતાં સૂતાં જ કરવાની. બીજા જ્યારે પડખું ફેરવે કે બેસાડે ત્યારે અસહ્ય વેદના થાય, છતાં મુખ પર ગ્લાનિ જોવા મળતી ન હતી. સદાય પ્રસન્ન મુખડું જોવા મળતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ક્યારે ‘ગરમી લાગે છે' એવું બોલે તો નહીં, પણ પ્રસ્વેદથી સંથારા, કપડાં વગેરે ભીંજાઈ ગયા હોય ત્યારે પૂછીએ, કે ગરમી લાગે છે? તો કહેતા કે ૠતુ ૠતુનું કામ કરે. સાધુએ સહન કરવાનું હોય. સહે તે સાધુ.' ત્યારે ખરેખર, મસ્તક ઝૂક્યા વિના રહે નહી. આવી હતી પૂજ્યશ્રીની સહિષ્ણુતા, સહનશીલતા. નમ્રતા : પૂજ્યશ્રીમાં જ્ઞાનની સાથે નમ્રતાનો ગુણ અનુપમ કોટિનો હતો. આટલું જ્ઞાન છતાં આડંબર કે અહંકારનું નામ નહીં. ‘નમ્યા તે સૌને ગમ્યા' આ પંક્તિ જીવનમાં વણી લીધી હતી. તેના યોગે વડીલોનો પ્રેમ સંપાદન કરેલ. વડીલો સામે આનાકાની કે દલીલો કર્યા વિના, ભૂલ હોય યા ન હોય તોપણ એકવાર નમ્રભાવે સ્વીકાર કરી લે. અરે! નાના પ્રત્યે પણ એવો જ ભાવ. ત્યાં પણ ‘મિચ્છામિ દુક્કડમ્' આપવામાં જરા પણ ખચકાય નહી. નાના પારિચારિક સાધ્વીજી જ્યારે પૂજ્યશ્રીને વપરાવવામાં કે સારવાર માટે પડખું ફેરવે કે ઊંચાનીચાં કે આઘાં-પાછા કરે ત્યારે પગ વગેરેમાં ઘણી પીડા થાય, જેથી સહજ અકળાઈ જાય, ને કહે કે બેમ મારા પગને અડશો નહીં. મન બહુ જ દુ:ખે છે. હું તમને કરોડ કરોડ વાર પગે લાગું છું.' પણ તેમાં કષાયની કટુતા ક્યારેય જોવા મળે નહીં; વાણીની મધુરતા જ મળે. બીજી જ પળે સાવધ બનીને તરત જ ‘મિચ્છામિ દુક્કડમ્’ આપે અને કહે, “હું તમારા બધા પાસે બહુ કામ કરાવી ભારે તો થાઉ પણ તેનું ઋણ ક્યારે વાળીશ?'' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy