SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 16 ઝળહળતાં નક્ષત્રો સરલતા ઃ પૂજ્યશ્રી આકૃતિથી સૌમ્ય ને શીતલ, સ્વભાવે સરલ અને ભદ્રિક. કોઈ જાતના માયા-કપટ કે દંભ વિના નિખાલસ હૃદયથી જે હોય તે કહે. અપ્રમત્તતા : પ્રત્યેક ક્રિયા અને આરાધના તથા સ્વાધ્યાય અપ્રમત્તપણે કરતા. બેસી શકતાં ત્યાં સુધી વૃદ્ધાવસ્થામાં પણ ટેકા વિના બધી ક્રિયા કરતાં. કોઈ વાર પણ કારણ વિના પ્રમાદ કે નિદ્રા કરતાં નહીં. રાત્રે પણ નિદ્રા પણ અલ્પ ને સજાગતા ઘણી. જિનભક્ત્તિ : ત્રિકાલદર્શન-દેવવંદન સાથે અવસ્થામાં ચાલવાની મુશ્કેલી છતાં પણ નાનાં સાધ્વીજીના હાથ પકડીએ પણ નિત્ય જુદા-જુદા જિનાલયોનાં દર્શન કરવા જતાં. વિવિધ તીર્થયાત્રા તથા ગિરિરાજની નવ્વાણું યાત્રા વિધિપૂર્વક કરી હતી અને પ્રભુભક્તિની મસ્તી માણી હતી. મધુર રણકાર : પૂજ્યશ્રીનો કંઠ–સુસ્વર નામકર્મના ઉદયવાળો મીઠો, મધુર અને સુરીલો હતો. સ્વતન, સજ્ઝાય એવા ભાવવાહી સ્વરે બોલતા કે શ્રોતાને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. આસપાસથી માણસો પણ સાંભળવા માટે આવે. તેઓ જ્યારે પૂજ્ય આચાર્ય ભગવંતો આદિને સમુદાય સાથે અભુટ્ઠિઓ ખામે ત્યારે જાણે કોયલનો ટહુકાર થયો હોય તેવો તેમના શબ્દનો રણકરા મધુર લાગે. ૭૪ વર્ષનું સુદીર્ઘ નિર્મલ સંયમ પાળી છેલ્લા અનેક વર્ષો સુધી અમદાવાદ જહાંપનાહ પોળ ઉપાશ્રયમાં સ્થિરવાસ રહીને ૯૧ વર્ષની ઉમ્રમાં વિ.સં. ૨૦૫૫ની સાલમાં અષાઢ વદ ૧, શુક્રવાર બપોરે પ્રાયઃ ૧ કલાક ૧૩ મિનિટે પાર્થિવ દેહનો ત્યાગ કરી સા.શ્રી લાવણ્યશ્રીજી વિશિષ્ટ આરાધનાર્થે મુક્તિની મંગલ વાટે સ્વર્ગલોકે સંચર્યા. સુદીર્ઘ સંયમ પર્યાયમાં પૂજ્યશ્રીને નવપદજીના નવ નિધાન સમા ૯ શિષ્યાઓ થયેલ. સા.મહિમાશ્રીજી, સા. રક્ષિતશ્રીજી, સા.સુનંદાશ્રીજી, સા. ભુવનશ્રીજી, સા. ચંદ્રયશાશ્રીજી, સા. કલ્યાણશ્રીજી, સા. ધુરંધરાશ્રીજી, સા. કમલપ્રભાશ્રીજી અને સા. હેમપ્રભાશ્રીજી અને ૫૭ પ્રશિષ્યાઓ મળી આદિનો શ્રમણીવૃંદ પરિવાર શોભાયમાન બનેલ છે. સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી જિનશાસનસેવા કેન્દ્ર, શંખેશ્વર તીર્થ Jain Education Intemational ૧૦૦૫ નામથી જ નહીં કામથીય નિર્જરાની શ્રીના સ્વામી પૂ. સાધ્વીજી શ્રી નિર્જરાશ્રીજી મહારાજ ‘દીવો દીવો પેટાય' આ કહેવતની ચરિતાર્થતા પૂ. સ્વ. સાધ્વીશ્રી ચતુરશ્રીજી મહારાજ સાહેબનો શિષ્યા-પરિવાર જોતાં જ જણાઈ આવે એવી છે. એઓશ્રીના ચારિત્ર-દીવમાંથી પેટાયેલા અનેકાનેક તેજસ્વી દીપકોમાંનો એક દિવ્યદીપક એટલે જ પૂ. સાધ્વીજી શ્રી શ્રી નિર્જરાશ્રીજી મહારાજ. ઓહ! નામ જ કેવું મનમોહક! જેઓ નિર્જરાની લક્ષ્મીના અધિપતિ, એ શ્રી નિર્જરાશ્રીજી! આવું નામ ધરાવવા પૂરતું જ એ વ્યક્તિત્વ ધન્ય નહોતું, નામ પ્રમાણે કામ કાઢી જઈને તો એ વ્યક્તિત્વ ધન્યાતિધન્ય બની ગયું હતું.! પૂ. નિર્જરાશ્રીજીને ‘ધન્યાતિધન્ય'નું બિરૂદ અપાવનારા જીવનપ્રસંગો તો ઘણા ઘણા છે. એ ‘ઘણામાંથી થોડા’રૂપે‘વેદનામાંય સમાધિ'નું એમનું જીવનપાસું જોઈ જઈશું તોય આ ‘ધન્યાતિધન્ય’નું બિરૂદ આપણને ઓછું–અઘરૂં જણાશે! વિ.સં. ૧૯૮૧ના મહા સુદ ૮ની રાતે દ્રાવિડ (દક્ષિણ) જેવા દૂર દૂરના પ્રદેશમાં કોઈમ્બતુર પાસેના તીરુપુર શહેરમાં જન્મ પામનાર શ્રી આનંદાબહેન આગળ જતાં સંયમી બનીને શ્રી નિર્જરાશ્રીજી તરીકે અપૂર્વ સાધના કરી ગયા. એમાં એમનું પૂર્વભવનું પ્રબળ પુણ્ય અને આ ભવનો પ્રચંડ પુરુષાર્થ જ અગત્યનો ફાળો આપી ગયાં હશે—એમ અનુમાન કરવું વધારે પડતું ન ગણાય. આનંદાબહેનની ધર્મશ્રદ્ધાનો એક પ્રસંગ, એમની લગભગ ૭ વર્ષની ઉંમરે બની ગયો. એ ત્યારે મદ્રાસમાં હતાં. ૭ વર્ષની વયે એમણે શાશ્વતી ઓળીનો પ્રારંભ કર્યો. નાની ઉંમર હોવાથી રમત કરતાં કરતાં એક સોનાની વીંટી એમના મોંમાં પડી ને પેટમાં ઊતરી ગઈ. ઘણાએ કહ્યું કે, દિવેલનો જુલાબ આપી દો. જુલાબ વાટે વીંટી પણ નીકળી જશે! પરંતુ એઓએ મક્કમતાથી એ વાતનો સામનો કર્યો અને ઓળી પૂર્ણ કરી પારણાના દિવસે જ એમણે જુલાબ લીધો અને અકલ્પ્ય રીચે જુલાબમાં વીંટી નીકળી ગઈ. મક્કમતા ને શ્રદ્ધાનો આ પ્રભાવ નહીં તો શું? આનંદાબહેનના મોટાંબહેન રાજુલાબહેનનું લગ્ન મદ્રાસમાં લક્ષ્મીચંદભાઈ સાથે થયેલું. લક્ષ્મીચંદભાઈ મૂળ ફલોધીના વતની હતા. એમના ધર્મસંસ્કારની સુવાસ આખા મદ્રાસમાં ફેલાયેલી હતી. આનંદાની માતાનું અવસાન થયા બાદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy