________________
૦૩
ઝળહળતાં નક્ષત્રો
પૂજ્યશ્રીના પરિવારમાંથી ૧૫ પુરુષો અને ૧૪ બહેનોએ દીક્ષા ગ્રહણ કરી હતી, તેમાંથી પ.પૂ. પ્રશાંતમૂર્તિ આ.દેવશ્રી દર્શનસાગરસૂરિજી મ. (મામા મ.) થતા. પ.પૂ. શાસનસેવી આ. જિતેન્દ્રસાગરસૂરિજી મ. (ભાઈ મ.), ૫.પૂ. સંગઠનપ્રેમી નિડરવક્તા આ. નિત્યોદયસાગરસૂરિજી મ. (ભાઈ મ.), પ.પૂ. જાપધ્યાનનિષ્ઠ આ. ચંદ્રાનનસાગરસૂરિ મ. (ભત્રીજા મ.), પ.પૂ.પં.શ્રી દિવ્યાનંદસાગરજી મ. (ભત્રીજા મ.), પ.પૂ. મુનિરાજશ્રી પુન્યપાલસાગરજી મ. (ભત્રીજા મ.), પૂ. (બેન મ.સા.) સંવેગવર્ષાશ્રીજી મ. (ભાણી મ.), પૂ.સા. જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ. (કેશરસૂરિમાં) છે. તેમજ પૂજ્યશ્રીએ સવાલાખ કિલોમીટરનો વિહાર કર્યો છે.
પૂજ્ય ગુરુદેવશ્રીનો શિષ્ય પરિવાર
(૧) પ.પૂ. વડીલબંધુ (મોટાભાઈ મ.) તપસ્વી મુનિરાજ શ્રી પ્રીતિવર્ધનસાગરજી મ.સા. (૨) ૫.પૂ. મુનિરાજશ્રી કલ્પવર્ધનસાગરજી મ.સા. (મામાના દીકરા), સં. ૨૦૩૨ શિવગંજ (રાજ.) દીક્ષા, (૩) પ.પૂ. તપસ્વી મુનિરાજશ્રી ધર્મકીર્તિયશસાગરજી મ. (બનેવી મ.) સં. ૨૦૩૮ (પાલીતાણા) દીક્ષા. (૪) પ.પૂ.મુનિરાજશ્રી ધર્મયશસાગરજી મ. (સ્થાનકવાસી હતા. પૂજ્યશ્રીએ સં. ૨૦૩૮ (પાલિતાણા)માં દીક્ષા આપી. (૫) પ.પૂ. મુનિરાજ શ્રી પદ્મયશસાગરજી મ.સા. (ભત્રીજા મ.) સં. ૨૦૪૨માં પ્રાર્થના સમાજ શ્રી ચંદ્રપ્રભ જૈન દેરાસરમાં ૧૦ વર્ષની ઉંમરે માગ.સુ. ઉના દીક્ષા થઈ.
હાલમાં ૨૫મા દીક્ષાવર્ષમાં પ્રવેશ કર્યો છે, તેમણે પૂજ્ય ગુરુદેવશ્રીની અખંડ સેવા કરી હતી. પૂજ્યશ્રીનું સર્વપ્રથમ સ્વતંત્ર ચોમાસુ કરવા પરમ ઉપકારી પ.પૂ.પં. અભયસાગરજી મ. આજ્ઞા અને આશીર્વાદ (ઊંઝા) મોકલ્યા હતા અને છેલ્લું ચોમાસું સં. ૨૦૫૯ મુંબઈનું હાર્ટ ગોડીજી પાર્શ્વનાથ પાયધુની કર્યું, વિહાર કરી પાલિતાણાથી મુંબઈ પધારતા જેમના મનમાં હંમેશા મનમાં શ્રી નવકારમંત્રનું સ્મરણ અને સિદ્ધગિરિનું સ્મરણ ગુંજતું હતું; તેવા પૂજ્યશ્રી સમાધિમય જીવન જીવી ૬૩ વર્ષે તા. ૧૩-૬-૨૦૦૪ જેઠ વદ-૧૦ના સાંજે ૪-૩૦ કલાકે ચારોટી ગામે કાલધર્મ પામ્યા.
સુવિશાલ ગચ્છાધિપતિ સરલસ્વભાવી પ.પૂ.આ. સૂર્યોદયસાગરસૂરિજી મ.સા., પૂ. પ્રવચનપ્રભાવક પરમ ઉપકારી આ. સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા.ના સાનિધ્યમાં
Jain Education International
૮૬૯
રહી આરાધના કરીએ છીએ. તેમનું ઋણ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પ.પૂ. તપસ્વી મુનિરાજ શ્રી ગુણરત્નસાગરજી મ., પૂ. તીર્થચંદ્રસાગરજી મ., પૂ. મૈત્રીચંદ્રસાગરજી મ., પૂ. મોક્ષચંદ્રસાગરજી મ., પૂ. વૈરાગ્યચંદ્રસાગરજી મ., પૂ. ધન્યચંદ્રસાગરજી મ.સા. સાથે રહીને ધર્મધ્યાન ખૂબ જ સુંદર થાય છે. તેમની પ્રેરણાથી સર્વપ્રથમવાર ગુરુ ગુણાનુવાદ પંચાહ્નિકા મહોત્સવ અને સં. ૨૦૬૦માં ચોમાસુ કરવા મોકલ્યા. ફોર્ટ જૈન શ્રી સંઘના ટ્રસ્ટીવર્યો અને શ્રાવકો માતાપિતાની જેમ ખૂબ જ ઉલ્લાસભેર ત્રણેય મુનિશ્રી પ્રીતિવર્ધનસાગરજી મ., પૂ. મુનિશ્રી પદ્મયશસાગરજી મ., પૂ.મુનિશ્રી દિવ્યેશચંદ્રસાગરજી મ. આદિ સાથે ચોમાસુ સંપન્ન થયું, બીજું ચોમાસું સ્વતંત્ર સં. ૨૦૬૫ ચોપાટી કલ્યાણ પાર્શ્વનાથ જૈન સંઘમાં સુંદર થયું. પૂજ્ય ગુરુદેવને નત મસ્તકે કોટિ કોટિ વંદના
સૌજન્ય :
પરમ ગુરુભક્ત ઉમાબેત સાગરમલજી સી. જૈત પરિવાર, મુંબઈ
૫.પૂ. આ.શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ.સા. જન્મ : ૧૯૮૨, માગસર સુદ-૨, સુઈગામ.
પિતાશ્રી : પરશોત્તમદાસ.
માતુશ્રી : નરભીબહેન.
ગામ : અસારા, તા.
વાવ (જિ. બનાસકાંઠા),
(ઉ.ગુ.).
સં. ૨૦૬૪ના પોષ
સુદી ૮ તા. ૧૬-૧૨૦૦૮ પાલીતાણામાં કાળધર્મ પામ્યા.
સાધર્મિક ભક્તિવત્સલ : મૈત્રી-પ્રમોદકારુણ્ય- માધ્યસ્થ ભાવનાને વરેલા, દર્શન-જ્ઞાન–ચારિત્રની ભાવનામાં ઓતપ્રોત થયેલા પૂ.આ.શ્રી ભદ્રસેનસૂરિજી મહારાજે માનવતાનો દીવડો પ્રગટાવવા, સાધર્મિક પ્રત્યેની સહાનુભૂતિને કારણે ૨૦૦ બ્લોકો ભાયંદર-ઇસ્ટમાં સાધર્મિક ભાઈઓ માટે બનાવવા પ્રેરણા કરી. તેમ જ દર વર્ષે અમુક ઘરોમાં નિયમિત રોકડ-અનાજ મદદ તેમની પ્રેરણાથી થાય છે.
જીવદયાપ્રેમી : ઉપરોક્ત બિરુદને સાર્થક કરવા સમી
For Private & Personal Use Only
www.jainelibrary.org