SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૮ : સં. ૧૯૯૬ મા સુદ-૪ની પ્રતિષ્ઠા થઈ, બે દેરાસર સાથે જ છે. ચમત્કારીક કેશરના છાટણાં. દેવતા નૃત્ય વાજિંત્રનાદનો અવાજ રાત્રે સંભળાતો. અત્રે ઉપાશ્રયનો એક માળનો પૂજ્યશ્રીના પિતાશ્રીએ સ્વદ્રવ્યથી બનાવેલ છે. પિતા : શ્રી અમૃતલાલ ભૂદરભાઈ કોઠારી, માતુશ્રી ચંપાબેન અમૃતલાલ કોઠારીના ત્રણ સુપુત્રો શ્રી જયંતીલાલભાઈ, મુગુટલાલભાઈ, મનહરલાલભાઈ અને પાંચ સુપુત્રીઓ, ગૌરીબેન,શારદાબેન, મંજુબેન, જશુબેન, અનસૂયાબેન. અભ્યાસ : મેટ્રીક પાસ, ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી પાલિતાણા ગુરુકુળમાં ભણ્યા આ. દેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે મનહરભાઈએ ૨૨ વર્ષની યુવાન વયે દીક્ષા સં. ૨૦૧૯ મા.વદ ૫ (બંગાલ)માં કુમારડી ગામ કતરાસગઢ પાસે થઈ, ગણિ પદવી સં. ૨૦૩૬ મા. સુ. ૬ના પાર્લા (મુંબઈ) ઘેલાભાઈ કરમચંદ ઉપાશ્રયમાં થઈ, પંન્યાસપદવી સં. ૨૦૪૪ માગ.સુ. ૧૫ના પ.પૂ. સિંહગર્જનાના સ્વામી આ.દેવ શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. હસ્તે કૈલાશનગર જૈન સંઘ સુરત થઈ, આચાર્યપદવી સં. ૨૦૫૩ કા.વ. ૬ના ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી વાસણા અમદાવાદમાં પ.પૂ. સરલસ્વભાવી આ.દેવશ્રી જિતેન્ક્સાગરસૂરિજી મ.સા., પ.પૂ. સરલહૃદયી આ.દેવ શ્રી પ્રમોદસાગરસૂરિજી મ.સા., પ.પૂ. તપોમૂર્તિ આ.દેવ શ્રી નવરત્નસાગરસૂરિજી મ.સા. શતાધિક સાધુ-સાધ્વી અને સુશ્રાવકોની નિશ્રામાં ૧૦ દિવસીય ભવ્યાતીભવ્ય મહોત્સવપૂર્વક સંપન્ન થઈ. પૂજ્યશ્રીનું સંયમ જીવન જિનશાસન પ્રત્યે વફાદારીપૂર્વક ચુસ્તપણે પાળી પ્રભુઆજ્ઞાને સમર્પિત જીવન અને શુભકાર્યોની સૌરભથી મઘમઘતું હતું. ૪૧ ચોમાસાઓ કર્યા તેમાં ૧૦ ચોમાસા મુંબઈ જેવા શહેરોમાં રહીને સંયમ જીવનમાં બાધ ન આવે તેમ આરાધના કરાવતા. પૂજ્યશ્રી ૮૦ મુમુક્ષુઓના દીક્ષાદાતા બન્યા, ઉપધાનતપ ૧૦ જગ્યાએ કરાવ્યા, તેમાંથી સં. ૨૦૩૦ ઉંઝામાં સર્વપ્રથમવાર ઉપધાનતપ પછી મોટાભાઈ શ્રી મુગટલાલભાઈની દીક્ષા થઈ. સં. ૨૦૩૨ મૂળી ગામે ઉપધાન તપ અને દેવદેવીની પ્રતિષ્ઠા, સં. ૨૦૩૬ ખાનપુર (અમદાવાદ) માકુભાઈ શેઠના બંગલે ઉપધાન અને ઉપાશ્રયનું ખાતમુહૂર્ત, સં. ૨૦૩૮ જામનગર ઉપધાન, પછી કચ્છ ભદ્રેશ્વરનો છરી'પાલક સંઘ, સં. ૨૦૩૯ ભૂજ (કચ્છ) દાદાવાડીમાં ઉપધાન તપ, સં. ૨૦૪૪ મોરબી ઉપધાનતપ અને નદી કાંઠે દેરાસરનું ખાતમુહૂર્ત, સં. ૨૦૪૬ કલકત્તા Jain Education International જિન શાસનનાં ભવાનીપુર ચોમાસુ અને રાયપુરથી ૪૫૦ યાત્રીકોનો છરી'પાલક ઉવસગ્ગહરં પાર્શ્વનાથ (દુર્ગ) સંઘ અને કેશી ગણધરે પ્રતિષ્ઠા શ્રી વીરપ્રભુની ઉંમર ૩૭ વર્ષની હતી ત્યારે કરી હતી, પછી તે પ્રભુની પૂજ્યશ્રીના હસ્તે ચલપ્રતિષ્ઠા કરી ત્યારે પ્રભુજીને અમીઝર્યા અને પૂ.પં. અભયસાગરજી મ.એ આપેલ મુહૂર્તે પ્રતિમા ઉઠ્યા હતા અને ધર્મશાળાનું શિલાસ્થાપન, ભોજનશાળાનું મોટું ફંડ થયું, સં. ૨૦૪૯ (કચ્છ) ભૂજ પાસે સુખપર ગામે ૧૦ દિવસીય શંખેશ્વર પાર્શ્વનાથ અને શિવપાર્શ્વનાથ પ્રભુની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયો. સં. ૨૦૫૧ ખાનપુર (અમદાવાદ) જેઠ વદ ૧૨ દેવ દેવી પ્રતિષ્ઠા, પાઠશાળા ઉદ્ઘાટન, આંબેલશાળાનું મોટું ફંડ કર્યું. પછી લક્ષ્મીવર્ધક (અમદાવાદ) ભવ્ય ઉપધાન તપ અને મોટા ઉપાશ્રયનું નિર્માણ અને આનંદસાગર સંઘની સ્થાપના થઈ, જોરાવરનગરે દેવ-દેવીની પ્રતિષ્ઠા કરી અને શ્રી શત્રુંજય દર્શન મહાયશસાગર ટ્રસ્ટની સ્થાપના કરી પછી ચીખલી (ગુજ.)માં દેરાસર શિલાનું સ્થાપન થયું. સં. ૨૦૫૪, પૂના આદિનાથ સોસાયટી ઉપધાન તપ, પછી મહા મહિને લોણાર (હીલ સ્ટેશન) ઉપધાન પછી અંતરીક્ષજીનો છરી'પાલક સંઘ, નિગડી ગામે દેરાસર નિર્માણની ઉછામણી પછી અમરાવતી હીંગોલી ગામે પ્રભુજીનો ભવ્ય દેરાસમાં પ્રવેશ. સં. ૨૦૫૫ દ્વારવ્યા (મહા.) ઉપધાન અને ઉપાશ્રયનું નૂતનીકરણ, દેવ-દેવી પ્રતિષ્ઠા કરી પૂજ્યશ્રીના તપધર્મમાં ૧૦ વર્ષીતપ સળંગ કર્યા. વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ૪૦મી ઓળી, નવપદની ૩૦ ઓળી, અઠ્ઠાઈઓ, અક્રમ કર્યા ક્યારે પણ છૂટું વાપર્યું નથી. યાત્રાઓ તો અનેક તીર્થોની કરી તેમાં મુખ્યત્વે સમ્મેતશિખરની ચાર વાર સાધુપણામાં જઈને ત્યાં રહી ૪૦ યાત્રા કરી, તળાજાની ૯૯ યાત્રા, ગિરિરાજની ૧૨ વાર નવ્વાણું યાત્રાઓ કરી કુલ ગિરિરાજની ૨૦૦૯ યાત્રાઓ પગે ચાલીને કરી. પાલિતાણામાં બિરાજમાન હોય ત્યારે દાદાની યાત્રા કર્યા વગર પચ્ચક્ખાણ પારતા નહોતા. છઠ્ઠ, અટ્ટમ હોય તો પણ દાદાના દર્શન વગર પાણી પણ વાપરતા નહોતા એવા દઢસંકલ્પી પૂજ્યશ્રી હતા. સ્વભાવે સરલ, કોઈપણ ગચ્છભેદ રાખતા નહીં, મળતાવડા સ્વભાવે કોઈ પણ સમુદાયમાં ભળી જતા અને શાસનનું કામ પાર પાડતા. તેમની વાણીમાં અદ્ભુત મીઠાશ હતી. વ્યાખ્યાનની રોચક શૈલી હતી. સદાય હસતો ચહેરો, તેમના તરફ સૌના મનમાં આદરભાવ જગાડતો હતો, એક એક ક્ષણનો સદુપયોગ કરી લેવો તે તેમનો જીવનમંત્ર હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy