SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 108 ૐ ઝળહળતાં નક્ષત્રો પામેલાઓને સમ્યક્દર્શન નિર્મલ કરવામાં અને સમ્યક્દર્શન પામેલાઓને બોધીબીજની પ્રાપ્તિ કરવામાં અમોઘ સહાયક બન્યા છે. એમની કાર્યકુશળતાની વાતો અને એમણે કરેલા કાર્યોને જો લખવા બેસીએ તો કદાચ આ સમય, લેખણી અને કાગળ બધું જ સૂક્ષ્મ પૂરવાર થાય. દરેક કાર્ય તેમણે ખાલી આદેશ, ઉપદેશથી જ નહીં પરંતુ પોતાની સ્વઉપસ્થિતિથી, પોતાના સ્વબળથી, પોતાના તન-મન અને સર્વસ્વ ન્યોછાવર કરીને ઊભું કર્યું છે, તેથી સફળતા તેમની સાથી બની રહી છે. દરેક કાર્યમાં તેમણે પોતાના શરીરની સામું જોયું નથી. ભૂખ અને ઊંઘ તેમણે ભૂલાવી દરેક પુરુષાર્થને સાધ્યો છે અને તેથી જ ઉત્તીર્ણતા તેમની આશીક બની ગઈ છે. તેમણે કાર્યો કરવામાં ક્યારેય સમુદાયભેદ રાખ્યો નથી. ગુર્વાજ્ઞાએ તેમણે દરેક કાર્યોને પાર પાડ્યા છે તેથી સ્વસમુદાય અને પરસમુદાયમાં પ્રસિદ્ધિએ એમનો પીછો છોડ્યો નથી. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. સૌજન્ય : લલિતાબેન વિનોદભાઈ કેશવલાલ શાહ, પાલનપુરવાળા ૫.પૂ. આચાર્યદેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ.સા. રાજસ્થાનની અરાવલી (અર્બુદ) ગિરિમાળાની નજીકમાં જ્યાં પ્રાચીન જીરાવલા, મીરપુર, મુંગથલા અને અર્વાચીન ભેરુતારક, પાવાપુરી તીર્થધામ આવેલા છે. તથા વસ્તુપાલ અને તેજપાલની ચંદ્રાવતી નગરીના નજીક સિરોહી જિલ્લાનું સિરોડી ગાંવ ત્યાં સંપ્રતિકાલીન શ્રી સિરોડીયા પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે જૈનોની ૨૦૦ ઘરોની વસ્તીવાળા ગામમાં દેવ-ગુરુ-ધર્મમાં નિષ્ઠાવાળા સુશ્રાવક વીરચંદ ઘુડાજી પરિવાર માં માતુશ્રી લેહરીબાઈની કુક્ષિએ ૨૦૧૫ અષાઢી સુદ ૯ મંગળવાર તા. ૧૪-૭-૫૯ મધ્ય રાત્રિએ જન્મ લઈ રિસકલાલ નામ ધારણ કર્યું. માતાપિતાના સુસંસ્કારોથી વાસિત ઘરમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારોથી ધર્મમય જીવન અને વ્યવહારિક અભ્યાસ પૂર્ણ કરી યૌવનના ઉંબરે આવ્યા ત્યાં સંસારી સગપણનો ત્યાગ કરી પ.પૂ. મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી મ.સા.ના સંપર્કમાં આવતા Jain Education International. ૮૬૧ સંયમની ભાવના પ્રગટ થઈ. ૨૦૩૪ના માગશર સુદ ૬ના દિવસે ૮ હજારની માનવ મેદની વચ્ચે સર્વપ્રથમ આબૂગોડ ક્ષેત્રમાં ૫.પૂ. પંન્યાસ શ્રી હર્ષવિજયજી મ. અને મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી મ. (હાલ આચાર્ય) આદિ વિશાળ સાધુસાધ્વીજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા લઈ રસિકલાલમાંથી મુનિ શ્રી રવિરત્નવિજયજી મ.સા. બની મુનિ શ્રી ગુણરત્નવિજયજી મ.સા.ના શિષ્ય બન્યા. સંયમજીવનની વિશુદ્ધ આરાધના જ્ઞાનધ્યાનમાં મસ્ત બની સંસ્કૃત-પ્રાકૃત આગમ અને છેદસૂત્રોનું અધ્યયન કર્યું. આવશ્યક ક્રિયા અને ગુરુસેવા માંડલીનું સફળ સંચાલન તપ ત્યાગની સાથે બધી જ ક્રિયામાં કુશળ બન્યા. ૨૧મી સદીના ૧૭૦૦ આરાધકોને શંખેશ્વરજી મહાતીર્થમાં ક્રિયા કરાવી અજોડ ઉત્સાહ વધાર્યો. સમતાસધક પૂજ્યશ્રી પોતે જાતે જ દરેક ક્રિયામાં અપ્રમત્તપણે હાજરી સાથે નિર્દોષ જીવન, ઉગ્નવિહારો છતાં વર્ધમાન તપની ૮૧ જેટલી ઓલી ૩૦-૩૫ કિ.મી. લાંબા લાંબા વિહાર દરમ્યાન કરી છે. ઘણી વખત તો પાણીને રોટલી અને કોઈક વખત નિર્દોષ રોટલી પણ લૂખી ન મળે તો કાચા પૌંઆ ગર્મપાનીમાં પલાળી વાપરે છે. તપ ત્યાગની તિતિક્ષામૂર્તિ સાથે સામુહિક અનુષ્ઠાનો જેમકે ૧૮૦૦ અઠ્ઠમ તપ ભૈરુતારક તીર્થમાં ૧૫૦૦ ઓળી આદિમાં નિશ્રા પ્રદાન કરી. પ્રખર પ્રવચન સાથે લોકોને ધર્મમાં જોડ્યા અને રાજસ્થાન, મેવાડ, ગુજરાતમાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઓળી, ઉપધાનતપ ૬ પૌષધધારિ છ:રિપાલક સંઘ જે માસ્ટરી કહેવાય તેમની પ્રેરણાથી નિકલ્યા પોતાના જીવનમાં કરેલ વિશિષ્ટ આરાધના તપ = ૮૧ જેટલી વર્ધમાનતપની ઓલી, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧-૧૦-૯ ઉપવાસ અનેક અટ્ટાઈ, ૧૨૫ અક્રમ તપ, ૫ નવાણું યાત્રા, ૭ ચઉવિહાર છઠ્ઠ કરી ૭-૮-૧૦ યાત્રા, નવપદજીની એક ઘાણની ઓળી સાથે ૩૩ વર્ષથી એકાસણાનો તપ નિત્ય ચાલું છે. દીક્ષાથી જ્યાંસુધી પંન્યાસ પદવી નથી ત્યાંસુધી ૧૨ મહિને ૧ જ વખત કાપ કાઢતા હતા. અત્યારે આચાર્ય થયા છતાં ૧૫-૨૦ દિવસે કાપ કાઢે. સંથારો ઉત્તપટ્ટા સિવાય વધારે ઉપકરણ નહીં, ગમે તેવો શિયાળો હોય કે આબૂ-૨ ડિગ્રી ઠંડી હોય તો પણ એક જ કાંબલી વાપર છે ક્યારે ધાબળા (બ્લેન્કેટ) વાપરતા નથી. સુકલકડી કાયા છતાં મનોબળ જબરદસ્ત છે એવા મહા તપસ્વી, ગુરુ ભગવંતના પોતાના પરિવારમાંથી પણ ૨ ભાઈઓ, ૧ બેને દીક્ષા લીધી છે. પ્રથમ દીક્ષા થયા બાદ બાદ સિરોડીમાં ૩૩ દીક્ષાઓ આજ લગી થઈ છે. સુયોગ્યતા પ્રાપ્ત કરી વડીલોના આશીર્વાદ સાથે અનુક્રમે ગણિ, પંન્યાસ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy