SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ज्यादा जरूरत भी इसी बात की है और इस जरूरत को वर्षों पहले नित्योदय सागर महाराज ने महसूस कर लिया था इसलिए वे शुरु से इसी दिशा में जुटे रहे, और यही वजह है कि उन्हें जैन धर्म के संगठ प्रेमी और एकता के आचार्य के रूप में जाना जाता है 1 સૌખન્ય : પૂ.સા.શ્રી ત્પિતાશ્રીની મ., सा. श्री चारुताश्रीजी म. (बेन म.) की प्रेरणासे नित्यचंद्र दर्शन जैन धर्मशाला, पालिताणा પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી ગણિવર્ય સં. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ (બાબુભાઈ)એ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી મ. પાસે અભ્યાસ માટે મૂક્યો. સ્વાધ્યાયરત અને ત્યાગવૈરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળ્યો. સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના મનોરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દીક્ષા અપાવવા વિનંતી કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાનો પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરખ હતી. ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યો. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપ્યો. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કોની પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.’ પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત્ બનતાં અનિચ્છનીય તત્ત્વો ઉઘાડાં કર્યાં. નગીને બધું સ્થિતપ્રજ્ઞની જેમ સાંભળી લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?” ત્યારે નગીનભાઈએ મૌન તોડ્યું અને પોતાના પૂજનીય ગુરુદેવશ્રીનું નામ લીધું. આ Jain Education International ૮૫૯ પુણ્યપુરુષનું નામ સાંભળતાં જ રમણિકભાઈની વાણીએ વળાંક લીધો. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તો ખુશીથી લો. તેઓશ્રી મહાતપસ્વી અને નિર્મલ સંયમી મહાત્મા છે. નગીને કહ્યું કે, ‘સમુદાય ઉત્તમ છે; માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે.’” આ સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનનો પ્રતાપ છે. પૂ. પં. શ્રી કાંતિવિજયજી મહારાજને સંયમ અંગેની કોઈપણ ખામી બિલકુલ ગમતી નહીં. પ્રજ્ઞાપનીયજીવોને અવસરે સારણાં–વારણાં કરી તે ખામી દૂર કરાવતા. પોતાના જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા. ખામી દેખાય ત્યાં તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા. ક્યારેક શારીરિક સંયોગને વશ ખામી દૂર ન થાય તો પારાવાર પશ્ચાત્તાપ કરતા. દરેક મુમુક્ષુની જેમ નગીન માટે પણ એમ જ બન્યું. પૂ. પંન્યાસજી મહારાજે તેને પોતાનો શિષ્ય કરવાની અનિચ્છા દર્શાવી. ત્યારે નગીનની અને તેના માતાપિતાની ભાવના એક જ હતી કે આપનો જ શિષ્ય બનાવવો અંતે પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ હા પાડી અને નગીનને મનમયૂર નાચી ઊઠ્યો અને બાબુભાઈ જીત્યા. નગીનભાઈ જીત્યા અને સં. ૨૦૧૩ના માગસર સુદ ૧૧ના મૌન એકાદશીના પાવન દિવસે, હળવદના આંગણે ભવ્ય મહોત્સવપૂર્વક અનેરા ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે નગીનદાસ દીક્ષિત થઈને મુનિશ્રી નરચંદ્રવિજયજી મ. બન્યા. પરમ હિતચિંતક સ્વનામ ધન્ય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં તપ, જ્ઞાન, સંયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણોનો ક્રમશઃ વિકાસ સાધતાંસાધતાં તેઓશ્રીને સુવિશાલગચ્છાધિપતિશ્રીજીએ પોતાના જ વરદ્ હસ્તે વિ. સં. ૨૦૪૭ના માગશર વદ ૯ના શુભ દિને ગણિ–પંન્યાસ અને તે જ વર્ષના વૈશાખ સુદ ૬ના શુભ દિને અમદાવાદ મુકામે ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા અને સુવિશાલગચ્છાધિપતિ વાત્સલ્યમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની શુભાશાથી સૌજન્યમૂર્તિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ તેઓશ્રીજીને જૈનશાસનના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યારબાદ અનેક પ્રકારે શાસનની પ્રભાવના કરતાં કરતાં અનેક જીવોને પ્રભુશાસનમાં જોડવાપૂર્વક સ્વજીવનને ધન્ય બનાવીને સાધુ-જીવનની શોભા વધારી રહ્યા છે. કોટિશઃ વંદન હજો એ પૂજ્યવરને! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy