SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪ જિન શાસનનાં જ જળ શાસનના પુણ્ય પ્રભાવક ધુરંધર આચાયો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ પૂર્વકાળથી અનેક ગચ્છો અસ્તિત્વ ધરાવે છે. સૈદ્ધાંતિક બાબતોમાં સમાન માન્યતા હોવા છતાં ભિન્નભિન્ન ગચ્છો વચ્ચે સમાચારીની બાબતમાં નાની-મોટી ભિન્નતા હોઈ શકે. વર્તમાનમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, પાયચંદગચ્છ, વિમલગચ્છ આદિની શ્રમણપરંપરા મૌજુદ છે. તપાગચ્છમાં પણ વિવિધ સમુદાયો છે. આ દરેક સમુદાયના નાયક પદે સમર્થ સુવિહિત ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંતની વરણી થાય છે. આ પૂજય ગચ્છનાયક આચાર્ય ભગવંતોના સફળ નેતૃત્વ હેઠળ વિશાળ શ્રમણ-શ્રમણી સમુદાયનું સુચારુ યોગક્ષેમ થાય છે. આ ગચ્છનાયકોના આજ્ઞાતંત્ર હેઠળ શ્રમણધર્મની ગરિમાનું સુંદર જતન થઈ રહ્યું છે. આ બધા મહાપુરુષો શ્રી ચતુર્વિધ સંઘના પરમ હિતચિંતકો અને મોભી ગણાયા છે. ધર્મમંદિરો-સરસ્વતીમંદિરો- સત્કર્મમંદિરો સ્થાપવાની ઉઘોષણા કરનાર યુગપુરુષ : પૂ. આચાર્યદેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈ બીજ) ને દિવસે થયો હતો. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબહેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. જૈનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તો વંશપરંપરાગત હતી. સં. ૧૯૪૨ના વર્ષમાં જ્ઞાન–સંયમની સાક્ષાત્ મૂર્તિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના, પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો! ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ, રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદા ગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભવિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર. (૩) ઠેર–ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) “આત્માનંદ' (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન વહેલામોડા બધા સંકલ્પો પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો. ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલિતાણા આદિ સ્થળોએ, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy